સુરેન્દ્રનગરના કાર્યપાલક ઈજનેર ફરજ બજાવવામાં ઉણા ઉતરતા રુપાણીએ ફરજીયાત રજા પર ઉતારી દીધા

0
362

ગાંધીનગર, 27 જૂન 2017

રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર તાજેતરમાં સુરેન્દ્રનગર જિલ્લામાં અતિવૃષ્ટિને પગલે સર્જાયેલી પૂરની સ્થિતીમાં ફરજમાં નિષ્કાળજી માટે પંચાયત સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેરને ફરજીયાત રજા ઉપર ઉતારી દેવાના આદેશો કર્યા છે. સુરેન્દ્રનગરના સિંચાઇ (પંચાયત)ના કાર્યપાલક ઇજનેર શ્રી બી બી પટેલને આ વર્ષે જિલ્લામાં ચેકડેમની રિપેરીંગ કામગીરીમાં ખૂબ જ વિલંબ કર્યો હતો. એટલું જ નહિ, તાજેતરમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતીમાં પણ પોતાની ફરજ પ્રત્યે નિષ્કાળજી દાખવી હતી.

શ્રી બી બી પટેલે ચોટીલા તાલુકામાં પૂર પછીની પરિસ્થિતીમાં તળાવોના પૂન:સ્થાપન, મજબૂતીકરણના કામોમાં શિથીલતા દર્શાવી હતી એટલુંજ નહીં પરંતુ ગુજરાતના મુખ્યમંત્રી શ્રીવિજય રૂપાણીએ એક સમયે ચેકડેમ, જળાશયોમાં આવતા પૂરના પાણી સામે રક્ષણ માટે રેતી-માટી ભરેલી થેલીઓ તૈયાર રાખવાની આપેલી સૂચનાઓ પણ આપી હતી તેના પાલનમાં પણ પાલનમાં પણ બી બી પટેલ ઉણા ઉતર્યા હોવાનું પણ ધ્યાને આવ્યુ હતું.

મુખ્યમંત્રી વિજય રૂપાણીના ધ્યાને આ સમગ્ર હકિકતો આવતાં જ તેમણે સ્થિતીની સંવેદનશીલતા જાણીને તત્કાલ પારદર્શી નિર્ણાયકતા સાથે શ્રી. બી. બી. પટેલ, કાર્યપાલક ઇજનેરને ફરજીયાત રજા ઉપર ઉતારી દેવાના આદેશો કરવાની સૂચના આપી હતી.

મુખ્યમંત્રીની સૂચનાઓ પર તરતજ અમલ કરતા રાજ્યના સિંચાઇ વિભાગેકાર્યપાલક ઇજનેરશ્રી પટેલને રજા ઉપર ઉતારી દીધા છે. તેમની જગ્યાનો હવાલો રાજ્યના સિંચાઇ વિભાગમાં સુરેન્દ્રનગર જિલ્લાના કાર્યપાલક ઇજનેરશ્રી વિજય મહેતાને સોંપવામાં આવ્યો છે.

હાલમાં સમગ્ર ગુજરાત રાજ્ય ભારેથી અતિભારે વરસાદને લીધે આવેલા પૂરની સમસ્યાથી ઝઝૂમી રહ્યું છે. હાલમાં ઉત્તર ગુજરાતમાં આવેલા પૂરમાં સમગ્ર રાજ્ય સરકારનું તંત્ર અને તેની સાથે ભારતની વાયુસેના તેમજ NDRF પોતાનું સઘળું હોમી દઈને બચાવ અને રાહતકાર્યમાં લાગી ગઈ છે. ઉત્તર ગુજરાત અગાઉ સૌરાષ્ટ્રમાં પણ ખાસકરીને સુરેન્દ્રનગરના ચોટીલા જીલ્લામાં પણ ભારે પૂરની હાલત સર્જાઈ હતી. આવા સમયે નિષ્કાળજી દાખવનાર અધિકારીને ફરજીયાત રજા પર ઉતારી દેવાતાં મુખ્યમંત્રીએ યોગ્ય ઉદાહરણ પૂરું પાડ્યું છે જેથી ભવિષ્યમાં કોઇપણ સરકાર અધિકારી આ પ્રકારની નિષ્કાળજી ન દેખાડી શકે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here