વર્ષ 2017ના પોકેટ ફ્રેન્ડલી બજેટ વાળા સ્માર્ટફોન્સ

    0
    305

    વીતેલા અંકમાં આપણે વર્ષ ૨૦૧૭ માં લોન્ચ થયેલા ટોપ એન્ડ સ્માર્ટફોન્સ વિષે ચર્ચા કરી હતી, આ વર્ષનો આ અંતિમ આર્ટિકલ જેમાં આપણે પોકેટ રેન્જના સ્માર્ટ ફોન્સ ની વાત કરીશું. આમ તો MI દ્વારા છેલ્લા ઘણા સમયથી બજેટ રેન્જમાં જ ફોન લોન્ચ કરવામાં આવે છે અને હકીકતે લોકો તેને સ્વીકારે પણ છે. MI ફોન્સને સફળતા મળવાનું એક કારણ તેની વેચાણ કરવાની પદ્ધતિ પણ હતી, શરૂઆતના સમયમાં કોઈ એક ઈ-કોમર્સ સાઈટ પર ફ્લેશ સેલના બેનર હેઠળ ટૂંકા સમય માટે જ સેલ શરુ કરવામાં આવતું હતું અને ગણતરીની મિનિટમાં જ Out Of Stock નું બેનર ઝૂલવા માંડતું હતું, જોકે હમણાં થોડા સમય પહેલા જ MI દ્વારા હવે ઓથોરાઈઝડ રિસેલર્સ નીમવામાં આવ્યા હોઈ હવે તે વધુ ઝડપથી લોકો સુધી પહોંચશે પણ તેના પ્રીમિયમ હોવાની અથવા તો સ્પેશિયલ હોવાની ફીલિંગ ગુમાવવી પડશે. આજે આપણે જે ફોન્સની વાત કરશું તેમાં સૌપ્રથમ વાત MIની જ કરીશું.

    MI

    MI દ્વારા આ વર્ષે પણ થોકબંધ સ્માર્ટફોન્સ લોન્ચ કરવામાં આવ્યા છે અને અત્યારે પણ MIની ઓફિશિયલ સાઈટ પર તમે Y1 Y1 Lite અને 5A નો પ્રિઓર્ડર કરી શકો છો. આ સિવાય અમેઝોન અને ફ્લિપકાર્ટ પર તમને MI Note ૪, MI 5 પણ આસાની થી મળી જશે. MI ફોન્સની સહુથી સારી બાબત એ છે કે પોકેટ ફ્રેન્ડલી બજેટમાં એ તમને તદ્દન લેટેસ્ટ સોફ્ટવેર, હાર્ડવેર આપી અને તમને રીતસરનો જલસો કરાવી દે છે. ગ્રાફિક્સ હોય કે સાઉન્ડ ક્વોલિટી અથવા તો આજની સહુથી સામાન્ય જરૂરિયાત એવો કેમેરા MI તમને તમે ખર્ચેલા પૈસામાં સહુથી શ્રેષ્ઠ અનુભવ આપે છે અને એટલા માટે જ લોકો તેને ફરી ફરી પસંદ પણ કરે છે. MI ના Drawback ની વાત કરીએ તો તેની બિલ્ડ ક્વોલિટી એટલી સારી નથી આવતી જેથી તમે કોઈ પણ ફોન પસંદ કરો તેની વધુ માં વધુ ઉંમર 2 થી અઢી વર્ષ જેટલી રહે છે, જોકે સમયાંતરે ફોન બદલતા લોકો માટે MI એ ખુબ જ સારો વિકલ્પ છે.

    Honor

    છેલ્લા ઘણા સમયથી Honor દ્વારા પણ સ્માર્ટફોન્સ માર્કેટમાં સારી પકડ બનાવવામાં આવી છે. જોકે  ભારતીય વપરાશકર્તાઓ હજુ પણ Honor પર એટલો ભરોસો નથી મૂકી રહ્યા પરંતુ જે જે લોકોએ ભરોસો મુક્યો છે તેમને નિરાશ પણ થવું નથી પડ્યું એ વાત પણ નક્કી છે. વીતેલા વર્ષમાં Honor દ્વારા લોન્ચ કરાયેલા ફોન્સમાં સહુથી વધુ પ્રસિદ્ધ થયેલા ફોન્સમાં Honor 6X અને Honor 8 Lite છે. યુવાવર્ગ દ્વારા આ બંને ફોન્સને ખુલ્લાદિલથી વધાવવામાં આવ્યા છે અને એ માટે તેની પોકેટ ફ્રેન્ડલી કિંમત તથા બેટરી બેકઅપ અને કેમેરા જવાબદાર છે. આજની યુવા પેઢીની નાળ પકડવામાં Honor મહદંશે સફળ રહી છે તેમ કહી શકાય. આ સિવાય પોકેટ ફ્રેન્ડલી બજેટમાં Samsung, LG અને Sony ની નવી ટેક્નોલોજી બાબતે લગભગ ગેરહાજરી એ પણ Honor ને એ નવું બુસ્ટ આપ્યું છે. આવનાર વર્ષ 2018 માં Honor પાસેથી ઘણી આશાઓ છે એ પુરી થઇ શકે તેના ચાન્સીસ ઘણા છે.

    Oppo – Vivo

    Photo Courtesy: gadgetmatch.com

    વર્ષ પૂરું થાય અને સ્માર્ટફોન્સ વિષે વાત થતી હોય ત્યારે આ બે ટેલિકોમ જાયન્ટ્સની વાત ન કરીયે એ શક્ય જ નથી. વીતેલા વર્ષમાં Oppo Vivo ને મળેલી સફળતા માટે કંપનીનું માર્કેટિંગ જ જવાબદાર છે તેમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી. દેશભરના જાહેર રસ્તાઓ પર Oppo Vivo ના વિશાળ હોર્ડિંગ્સ હોય કે પછી સ્ટેટ આંખોને આંજી દેતી LED લાઇટ્સ હોય Oppo Vivo એ રીતસરનું માર્કેટ કબ્જે કર્યું હોય તેવી ફીલિંગ આવતી હતી. Oppo Vivo બંને દ્વારા પ્રીમિયમ ફોન્સની વ્યાખ્યા બદલી દેવામાં આવી છે. તમે 25,000 થી 30,000 ની કિંમતને ચોક્કસપણે પોકેટ ફ્રેન્ડલી ન ગણી શકો પણ હા આ રૂપિયા ખર્ચ્યા પછી તમને એક અદભુત અનુભવ મળી શકે છે એ નક્કી છે. Oppo ની કેમેરા ઇફેક્ટ હોય કે Vivo ની મુન લાઈટ સેલ્ફી આ બંને એ યુવા વર્ગમાં એક અલગ સ્થાન બનાવ્યું છે અને Samsung, Sony અને OnePlus ને ચોક્કસપણે એક ટક્કર આપે છે. Oppo Vivo જો કોઈ એક જગ્યા પર અટકતું હોય તો એ તેની પ્રોડક્ટ રેન્જમાં છે, જો આવનારા વર્ષે કંપની પોકેટ ફ્રેન્ડલી બજેટની અંદર કશું લોન્ચ કરે તો ચોક્કસપણે ગ્રાહકોને પૈસાનું પૂરું વળતર મળી જશે.

    Any Publicity Is Good Publicity

    Oppo Vivo એ જાણે આ કન્સેપટને જ અપનાવી લીધો હતો. વોટ્સએપ ફોરવર્ડ હોય કે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ/સ્ટોરી હોય કે પછી ટ્વીટર ટ્રેન્ડ હોય વીતેલા વર્ષે બીજું બધું તો ઠીક પણ Oppo Vivo SuperHit રહ્યા હતા.

    આ વર્ષે ઈ- છાપું દ્વારા અમે આપના સુધી પહોંચ્યા છીએ અને આપ સહુએ ઈ-છાપુંની દરેક કોલમ ને ખુલ્લા દિલથી વધાવી લીધી છે એ બદલ વાંચકમિત્રોનો ખુબ ખુબ આભાર. વર્ષ ૨૦૧૮માં પણ અમે આ જ રીતે આપનો પ્રેમ મળતો રહેશે તેવી આશા.

    eછાપું 

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here