મંગળ ગ્રહ પર ગુજરાતનું એક શહેર અમર થઇ ગયું છે

0
410
Photo Courtesy: redorbit.com

વિશ્વમાં લગભગ દરેક શહેર કે ગામમાં એક વણલખ્યો રીવાજ છે. અહીંના જાહેર સ્થળને પછી તે બગીચો હોય, લાયબ્રેરી હોય કે એરપોર્ટ, એ ગામ, એ રાજ્ય કે એ દેશના મોટા કે જાણીતા વ્યક્તિનું નામ આપવામાં આવતું હોય છે. પરંતુ આપણને એ જાણીને નવાઈ લાગી શકે છે કે મંગળ ગ્રહ પર આવેલા વિવિધ ખાડાઓ એટલેકે crears ને પણ જુદાજુદા નામોથી નવાજવામાં આવ્યા છે. કોઈ જાહેર સ્થળને કે પછી એરપોર્ટને શું નામ આપવું કે શું ન આપવું તેની પાછળ રાજકીય કાવાદાવા થતા હોય છે તો ઘણીવાર તો આંદોલનો પણ થતા હોય છે, પરંતુ મંગળ ગ્રહ પર આવેલા આ ખાડાઓને નામ આપવા માટે આવું કશું જ થતું નથી.

Photo Courtesy: redorbit.com

એક વૈશ્વિક અવકાશ સંસ્થા નામે International Astronomical Union એટલેકે IAU દ્વારા વિવિધ રાષ્ટ્રો દ્વારા આવવામાં આવતી વિનંતીઓ પર પૂરતું ધ્યાન આપ્યા બાદ મંગળ ગ્રહના આ ખાડાઓને નામ આપવામાં આવે છે. ઉદાહરણ તરીકે UAEના કતર અને ઓમાન આ બંને દેશોના મોટા શહેરો અનુક્રમે દોહા અને ડંક મંગળ પર પોતાના નામનો ખાડો ધરાવે છે.

જો ભારતની વાત કરીએ અને એક ગુજરાતી તરીકે અભિમાન લેવું હોય તો એવો એક ખાડો પણ મંગળ ગ્રહ પર અસ્તિત્વ ધરાવે છે. જીહા! ગુજરાતના ભરૂચ શહેરના નામે પણ મંગળ ગ્રહ પર આવેલા એક ખાડાને Broach નામ આપવામાં આવ્યું છે. ભરૂચ ઉપરાંત ભારતના અન્ય બે શહેરો દેગાના અને ભોર પણ મંગળ ગ્રહ પર પોતાનું અસ્તિત્વ ધરાવે છે.

તમને ગમશે: પૂર્વ ગૃહમંત્રી ચિદમ્બરમ પાસેથી કાશ્મીર મુદ્દે આવી આશા ન હતી

પડોશી દેશ પાકિસ્તાનની વાત કરીએ તો ઉચ્ચ ક્વોલીટીની દ્રાક્ષ માટે પ્રખ્યાત એવા ચમન તેમજ ગ્વાશ નામના બે નાના પાકિસ્તાની શહેરોના નામ પાછળ મંગળ ગ્રહ પર આવેલા ખાડાઓનું નામકરણ કરવામાં આવ્યું છે. IAU દ્વારા આ પ્રમાણે મંગળ ગ્રહના વિવિધ ખાડાઓને નામ આપવાનો રીવાજ 1960ની સાલથી શરુ કરવામાં આવ્યો છે.

ચંદ્ર પર પણ મંગળની જેમ જ વિવિધ પ્રકારના અને વિવિધ સાઈઝના ખાડાઓ જોવા મળે છે. પરંતુ આ બંને ગ્રહો વચ્ચેના ખાડાઓ વચ્ચેનો તાર્કિક ફેરફાર એ છે કે મંગળના ઉત્તરના ભાગમાં આવેલા ખાડાઓની નીચે બરફ હોવાનું માલુમ પડ્યું છે. એવું નથી કે મંગળ ગ્રહ પરના આ ખાડાઓને માત્ર નગરો અથવાતો શહેરોના જ નામ આપવામાં આવે છે. અહીં ના ખાડાઓને તેના દેખાવ અનુસાર ‘ટેબલ જેવો ખાડો’, ‘રેતીના ઢગલા જેવો ખાડો’ ‘વિસ્તૃત ખાડો’ અથવાતો ફ્રાન્સમાં જોવા મળતા નાના પરંતુ સદાબહાર વૃક્ષ ‘લાર્લ’ ના નામ પર પણ અહીં ખાડાઓ જોવા મળે છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here