Google Pixel 2 ની અંતરંગ માહિતી જાણીએ

0
345
Photo Courtesy: cnet.com

હેપ્પી ન્યુ યર. વર્ષ 2018 નો પ્રારંભ થઇ ગયો છે, આમ તો સોમવાર એટલે Monday Blues જેવી ફીલિંગ્સ આવતી જ હોય છે અને એમાં પણ આજે વર્ષ નો પ્રથમ દિવસ, આશા રાખીએ કે ખાલી Monday Blues જ રહે નહિ કે Yearly Blue !  આજે નવા વર્ષે 2017માં લોન્ચ થયેલા એક ફોન વિષે વાત કરવી છે જેનું નામ છે Google Pixel 2   વિષે વાત કરવી છે. High End બજેટમાં આ ફોન પર્ફેક્ટ્લી ફિટ બેસે છે અને Amazon ની સાઈટ પર થી તમને આ સ્માર્ટફોન 48,000 રૂપિયામાં આ ફોન મળી જશે. Google Pixel 2 હાલના બજાર મુજબ ચોક્કસપણે ઓવરપ્રાઈઝડ મોબાઈલ છે પરંતુ તેનો ચાહક વર્ગ ચોક્કસપણે તેનાથી ખુબ જ ખુશ છે અને ખુશ થવા માટેના ઘણા કારણોમાં નું એક કારણ એ છે કે Pixel એ Google ની જ પ્રોડક્ટ હોય Android ની દરેક નવી અપડેટ સહુથી પહેલા Pixel ફોનમાં આવે છે. આ સિવાય બેટરી બેકઅપ હોય કે કેમેરા રિઝલ્ટ Google Pixel 2 તેને પૂરતો ન્યાય આપે છે.

Photo Courtesy: cnet.com

Google Pixel 2 ના હાર્ડવેરની વાત કરીયે તો તે Qualcomm Snapdragon 835 chipset ધરાવે છે જે હાલના માર્કેટમાં તદ્દન નવું છે. બેઝિક મોડલમાં ઇન્ટર્નલ સ્ટોરેજ 64 GB આવે છે જયારે બીજા વેરિયંટમાં 128 GB ફિક્સ્ડ સ્ટોરેજ પણ મળશે. 4 GB RAM તમને મલ્ટી ટાસ્કીંગ નો સ્મૂધ અનુભવ કરાવશે. આ સિવાય બેટરી ભલે 2700 mAh ની જ છે પણ કવિક ચાર્જિંગ પણ હાજર છે જે માત્ર ૧૫ મિનિટના ચાર્જિંગ માં તમને ૭ કલાક સુધીનો બેટરી બેકઅપ આપી શકે છે. Google Pixel 2 અને Google Pixel XL એમ બે અલગ અલગ મોડેલ અત્યારે બજારમાં ઉપલબ્ધ છે.  Google Pixel 2 XL તમને મોટી સ્ક્રીન સાઈઝ આપશે એ તેનો મેજર બેનિફિટ છે.

તમને ગમશે: આ વર્ષે સરદાર પટેલનો જન્મ દિવસ ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ તરીકે ઉજવાશે

Google દ્વારા Google Pixel 2 ને પ્રમોટ કરવા માટે બે ખૂબીઓ પર ખાસ વજન આપ્યું છે. પહેલી ખૂબી છે કેમેરા અને અહીંયા Pixel 2 તેની કિંમત પર ખરો ઉતરે છે. 12.2 Megapixel નો કેમેરા dual pixel autofocus કરે છે અને એને લીધે જ લો લાઈટ ફોટોગ્રાફી પણ ખરેખર ખુબ જ અદભુત થાય છે. બીજી જે ખૂબી છે તે છે અનલિમિટેડ સ્ટોરેજ અહીંયા Google દ્વારા સ્માર્ટ ગેઈમ રમાઈ છે, અનલિમિટેડ સ્ટોરેજ ના નામ પર Google દરેક યુઝર્સને Google Drive નો જ ઍક્સેસ આપવામાં આવતો હોઈ તમારા ફોટોગ્રાફ્સ ડાયરેક્ટ ત્યાં જ સેવ થશે. જો તમે Google Pixel 2 વગર પણ આ ફીચર યુઝ કરી શકો છો પણ તમને માત્ર 10 GB સ્ટોરેજ જ મળશે. જોકે સામાન્ય લોકો માટે ફોટોગ્રાફીમાં 10 GB સ્પેસ એટલે ઘણું કહી શકાય. લેટેસ્ટ ટ્રેન્ડ મુજબ આ ફોન પણ વોટર રેઝિસ્ટન્ટ હોય તમારે પાણીની વધુ ચિંતા કરવાની રહેતી નથી.

Google નો જ ફોન હોઈ તે તમારા તમામ બુકીંગ્સ, મીટિંગ્સ અને એપોઇન્ટમેન્ટ માટે પણ તમને રિમાઇન્ડર આપતું રહે છે આ સિવાય Google Assistant હોય કે Lyrics Finder, અઢળક ફીચર્સ અને ઓપશન્સ તમારી સેવામાં હાજર જ હોય છે.

છેલ્લે એવું ચોક્કસપણે કહી શકાય કે જો તમે સ્માર્ટફોન માટે 50,000 રૂપિયા સુધી ખર્ચી શકતા હોય તો Google Pixel 2 એ ખુબ જ સારી ચોઈસ છે અને ચોક્કસપણે તમારે ભવિષ્યમાં એ બાબતે પસ્તાવું નહીં પડે એ નક્કી છે.

eછાપું

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here