The Battle of Koregaon નું ઐતિહાસિક મહત્ત્વ જાણીએ

1
853
Photo Courtesy: Twitter

બે દિવસ અગાઉ પૂણે નજીકના કોરેગાંવમાં The Battle of Koregaon ના બસ્સો વર્ષની ઉજવણી પ્રસંગે એક દલિત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં હાલમાં સંપૂર્ણ થયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વડગામથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા જીગ્નેશ મેવાણી, JNU માં દેશ વિરોધી સૂત્રો પોકારવા બદલ કુખ્યાત થયેલો ઉમર ખાલીદ, ડૉ. બાબાસાહેબ આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકર અને થોડા વર્ષ અગાઉ હૈદરાબાદમાં આત્મહત્યા કરનારા ‘કહેવાતા’ દલિત રોહિત વેમુલાના માતા રાધિકા વેમુલા હાજર રહ્યા હતા.

Photo Courtesy: Twitter

આ સંમેલન બાદ પહેલા કોરેગાંવમાં અને ત્યારબાદ ગઈકાલે મુંબઈ, પૂણે અને મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં મરાઠાઓ અને દલિતો વચ્ચે રમખાણો ફાટી નીકળ્યા હતા. આમ તો The Battle of Koregaon થયાને બે સદી વીતી ગઈ છે પરંતુ મહારાષ્ટ્રની બહાર ભાગ્યેજ કોઈને આ ઘટનાના ઐતિહાસિક મહત્ત્વ વિષે ખબર હશે. ગુજરાતી એટલેકે મહારાષ્ટ્રના પડોશી તરીકે આપણે પણ મહારાષ્ટ્રના ઈતિહાસ વિષે થોડી ભાળ રાખવી જ જોઈએ. તો ચાલો જાણીએ કે આ The Battle of Koregaon ખરેખર હતું શું.

The Battle of Koregaon નું ઐતિહાસિક મહત્ત્વ

1 જાન્યુઆરી 1818 ના દિવસે અંગ્રેજી ઇસ્ટ ઇન્ડિયા કંપની અને મહારાષ્ટ્રના પેશ્વા વચ્ચે પૂણેના કોરેગાંવ-ભીમા પાસે એક નાનકડું યુદ્ધ ખેલાયું હતું. ઇસ્ટ ઇન્ડિયા કંપની સામે યુદ્ધ ખેલવા પેશ્વા બાજીરાવ બીજાએ લગભગ વીસ થી પચીસ હજાર સૈનિકોનો કાફલો રવાના કર્યો હતો જેણે પૂણે પર કબ્જો જમાવવાનો હતો. એક અન્ય આંકડા અનુસાર બાજીરાવ બીજાની સેના અઠ્યાવીસ હજાર જેટલી હતી. આ સમયે કોરેગાંવ પર કબ્જો જમાવવા ઉપરોક્ત સેનામાંથી બે હજાર જેટલા સૈનિકોને બાજીરાવ બીજાએ અલગ કરીને મોકલ્યા અને આ સેના ટુકડીનો સામનો થયો ઇસ્ટ ઇન્ડિયા કંપની તરફથી લડતા 800 ભારતીયો સાથે.

તમને ગમશે: પદ્માવતી ગુજરાતમાં ‘કોના વતી’ વિવાદમાં ઘસડાઈ ગઈ?

અંગ્રેજી સેનાની આગેવાની કેપ્ટન ફ્રાન્સીસ સ્ટોટન કરી રહ્યા હતા અને તેમણે તેમના સૈનિકો સાથે લગભગ બાર કલાક સુધી પેશ્વાની સેના સામે લડાઈ લડી હતી. આ બ્રિટીશ સેનામાં બોમ્બે નેટીવ ઇન્ફ્રન્ટ્રીના મહાર જાતિના સૈનિકો પણ હતા. મહારાષ્ટ્રમાં મહાર જાતિ એ આજે પણ દલિત જાતિ ગણાય છે અને એ સમયમાં તેમના પર અસંખ્ય જુલમ થતા હતા. જાણવા મળ્યા અનુસાર મહાર જાતિના દરેક વ્યક્તિએ પોતાની કમરે પાછળની તરફ રહે એ રીતે એક ઝાડુ સતત બાંધીને ફરવું પડતું જેથી તેમના પગલાં જે જમીન પર પડે ત્યાંથી તેની અસર દૂર થઇ જાય. આ ઉપરાંત આગળની તરફ રહે એ રીતે મહાર જાતિના વ્યક્તિએ પોતાના ગળામાં એક નાનકડી માટલી પણ લટકાવવી પડતી જેથી તે જમીન પર ન થૂકે પરંતુ એ માટલીમાં જ થૂકે. આ પ્રકારનો અમાનુષી અત્યાચાર મહાર જાતિ પર તે સમયે ઉંચી જાતીના લોકો દ્વારા કરવામાં આવતો.

કોરેગાંવના યુદ્ધ સમયે મરાઠા સૈનિકોને સમાચાર મળ્યા કે અંગ્રેજોની મદદ માટે જનરલ જોસેફ સ્મિથની આગેવાનીમાં એક મોટી અંગ્રેજી સેના આવી રહી છે. આ ખબર મળતા જ મરાઠાઓએ પારોઠના પગલાં ભર્યા. આમ મહાર તેમજ અન્ય મરાઠી દલિતો The Battle of Koregaon ને ઉંચી જાતિ પર પોતાની જીત માનતી આવી છે અને દર વર્ષે પહેલી તારીખે તેની ઉજવણી કરવામાં આવે છે.

Photo Courtesy: drambedkarbooks.com

દેશના બંધારણની રચનામાં મોટો ફાળો આપનાર ડૉ ભીમરાવ આંબેડકર 1927ની 1 જાન્યુઆરીએ કોરેગાંવમાં આ યુદ્ધની યાદમાં બનાવેલા મેમોરીયલની મુલાકાતે આવ્યા હતા. બસ તે જ દિવસથી એક માન્યતા અનુસાર મહારાષ્ટ્રના દલિતો દર વર્ષે આ સ્થળની મુલાકાત લે છે અને આ વર્ષે પણ એ જ ઉપલક્ષમાં એક સંમેલન ભરાયું હતું કારણકે કોરેગાંવ ભીમા યુદ્ધને બસ્સો વર્ષ પૂર્ણ થઇ રહ્યા હતા.

તો આ હતી વાત The Battle of Koregaon ના ઇતિહાસની. પરંતુ જે છેલ્લા બે દિવસથી બની રહ્યું છે તેની રાજકીય અને સામાજીક અસરો વિષે એક વિશ્લેષણ આપણે eછાપું પર વાંચીશું ‘જમણી તરફ’ કોલમમાં. તો ફરી મળીએ શનિવારે The Battle of Koregaon ના નામે શેકાતા રાજકીય રોટલાઓ વિષે વધુ જાણકારી મેળવવા માટે.

eછાપું

1 COMMENT

  1. લેખક શ્રી કોઈ દલિત વાદી વેબ પોર્ટલ નું કાચો મસાલો ઉપાડી ને આ લેખ ઢસડી માર્યો છે..

    લેખક શ્રી ને મરાઠા રાજ્ય વ્યવસ્થા વિષે નોલેજ સાથે એતિહાસિક ઘટના નો પણ માહિતી નો સંપૂર્ણ અભાવ દેખાય છે..

    બાજીરાવ દ્વિતિય પોતાના સમય માં હિન્દૂ ધર્મ નું કેન્દ્ર બિંદુ સમાન અવધ રાજધાની જેમાં ગંગા યમુના નદી પ્રદેશો છે એને મરાઠા રાજ્ય માં સામેલ કરવા સામ દામ દંડ ભેદ થી મથી રહ્યા હતા પણ સામે અંગ્રેજો માટે ઈ પ્રદેશ એમની જીત ની પહેલી ટ્રોફી હતી ને ઝીરો ઇન્વેસ્ટિમેન્ટ વગર મબલખ પ્રોફિટ આપતો હતો જેથી અંગ્રેજો મચક આપતા નોહતા.. સામે સતારા ના શાહુજી મહારાજ સમય પારખી ને સૈન્ય બળ થી મજબૂત થવા અંગ્રેજો સાથે સંધી કરી લીધી હતી જેમાં પેશ્વાઈ માટે મરાઠા સામ્રાજ્ય પેશ્વા ( પ્રધાન મંત્રી ) ની પણ સહમતી જરૂરી હતી જેથી અંગ્રેજી કાફલો પુના તરફ ગયો હતો જે પેશ્વા નો ગઢ હતો ને એમાના અફસરો ને શંકા હતી કે જે રીતે અવધ માં અંગ્રેજો માન્યા નથી તો કદાચ પેશ્વા પણ નમતું નહિ મૂકે જેથી પ્રાદેશિક ભૂગોળ ને ભાષાકીય વાતચીત માટે અંગ્રેજો નો રસાલો પુણે તરફ નીકળો ત્યારે એમના સાથે તોપચી તરીકે નોકરી કરતા મ્હારો પણ સાથે ગયા હવે અહીંયા તોપચી માટે ઈ સમય માં તોપ ગોળા માટે ઊંટ નું જ ચામડું વપરાતું જેથી જો યુદ્ધ સમય આવે તો મ્હારો ઊંટ ને હલાલ કરી ને તાત્કાલિક ઊંટ ના ચામડા થી ગોળા તૈયાર કરવા નું કામ મ્હાર જાતિ ના લોકો જ કરતા ( જેમ બાલ દાઢી મૂંડવા નું કામ વાનંદ કરતા જોડા નું મોચી કરતા અમુક વર્ગ એમના કામ માં માહેર હોવા થી દરેક રાજ્ય ના તોપચી માં મ્હાર જ રહેતા ) જે સતારા ના તોપચી હતા તેઓ સાથે ગયેલા.. ભીમા કોરેગાવ નદી ના કાંઠે એમનો કાફલો ઉતર્યો હતો ને બાજીરાવ ની ગેરહાજરી હોવા ના લીધે પેશ્વા યે અંગ્રેજો ના પુણા માં આગમન પર સ્વગત નો ઇન્કાર કરી દીધો હતો.. નદી કિનારે જ યુદ્ધ ની સ્થિતિ થતા ત્યાં ગ્રામ વાસી જેમાં પેશ્વાઈ બ્રાહ્મણ પણ હતા ને મ્હાર પણ હતા જેઓ ને આ યુદ્ધ સાથે કઈ લાગે વળગે નહીં જેથી ઈ લોકો યે ગ્રામીણ વિસ્તાર ખાલી કરી નાખ્યો હતો જેમાં અંદાજિત 3 હજાર જેટલા જુદા જુદા ગ્રામીણ હતા .. ને જયારે બાજીરાવ પેશ્વા પુના આવતા જ એમને સંધી પર સહમતી આપી દીધી હતી .. અંગ્રેજો નું આગમન ને પેશ્વા બાજીરાવ દ્વિતિય ની સંધી વચ્ચે અંદાજિત સાઈઠ સિત્તેર દિવસ જેવો સમય લાગ્યો હતો જે દરમ્યાન તોપચી વિભાગ માં અકસ્માત દ્વારા તોપગોળો ફૂટી જવા થી બે ત્રણ મ્હાર ના મૃત્યુ પામ્યા હતા જે ઈ સમય માં બહુ સામાન્ય ગણાય છે .. ઈ.સ 1818 માં કોઈ યુદ્ધ જ નોહ્તું થયું.. જે વિજય સ્તભં છે ઈ પણ ઈ.સ 1857 નો વિપલવ ના બનાવ માં છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here