ચીનની એક ‘ના’ થી UK પર પર્યાવરણનું સંકટ ઘેરું બન્યું

0
303
Photo Courtesy: waste-management-world.com

ચીન એ UK દ્વારા પોતાને ત્યાં મોકલતા પ્લાસ્ટીક કચરાને રીસાયકલ કરવાની ના પાડી દીધી છે અને હવે સમગ્ર UK પર એક પર્યાવરણ સંકટ આવીને ઉભું છે જેનો ત્વરિત ઉપાય અત્યારે કોઈ પાસે નથી.

Photo Courtesy: waste-management-world.com

UK ચીનને દર વર્ષે 5,00,000 ટન પ્લાસ્ટીક કચરો રીસાયકલીંગ માટે મોકલે છે, પરંતુ હવે તે આમ નહીં કરી શકે. આમ થવા પાછળ થવાનું કારણ એ છે કે ચીનની નવી નીતિ અનુસાર વિદેશી કચરાને તે હવેથી રીસાયકલ નહીં કરે. ચીનના આ નિર્ણય પાછળનું કારણ એ છે કે તે તેના ઉદ્યોગોની પરિસ્થિતિ સુધારવા માંગે છે. ચીનને પોતાના ઉદ્યોગોની પડી હોય તે સ્વાભાવિક છે પરંતુ તેના આ નિર્ણયથી UK ને મોટી તકલીફ પડી ગઈ છે અને ત્યાંના રીસાયકલીંગ એસોસિયેશને ઓલરેડી કહી દીધું છે કે હવે જે પ્લાસ્ટીક કચરો ચીન નહીં જઈ શકે તેની સાથે UK કામ પાર પાડી શકશે નહીં.

UK રીસાયકલીંગ એસોસિએશનના ચીફ એક્ઝીક્યુટીવ સાયમન એલીને હાલમાં જ BBC ને જણાવ્યું હતું કે આ તકલીફ બહુ મોટી છે અને અત્યારે તો તેમને ખબર નથી કે આ તકલીફ સાથે તેઓ કેવી રીતે કામ પાર પાડશે. સાયમન એલીન એવું માને છે કે ચીનના આ નિર્ણયથી સમગ્ર UK ની રીસાયકલીંગ ઇન્ડસ્ટ્રીમાં મોટો ઉલટફેર થઇ શકે તેમ છે. UK વર્ષોથી પોતાના 55% કાગળ અને 25% ઉપરાંતનું પ્લાસ્ટીક રીસાયકલ કરવા માટે ચીન પર આધારિત રહ્યું છે. આમ ચીનના વિદેશી કચરાના અસ્વીકાર કરવાના નિર્ણયથી UK પર પર્યાવરણને લગતી મોટી મુસીબત ઝળુંબી રહી છે.

તમને ગમશે: રામરહીમ અને હનીપ્રિતનું નામ ધરાવતા ગર્દભોની જોડી રૂ. 11,000 વેંચાઈ

ચીનની બદલે અન્ય એશિયન દેશો UKનો પ્લાસ્ટીક કચરો કદાચ સ્વીકારે પરંતુ તેની સંખ્યા એટલી ઓછી હશે કે તે ચીનના મુકાબલામાં લગભગ નહીવત હશે. UKના પર્યાવરણ સેક્રેટરી માઈકલ ગોવ પણ અત્યારે તો પોતાની ભૂલ સમજી રહ્યા છે અને એમણે સ્વીકાર્યું છે કે આ તકલીફ આવશે તે હકીકત સ્વીકારવામાં અમે મોડા પડ્યા નહીં તો કોઈ અન્ય માર્ગ જરૂર વિચારી શકાયો હોત.

હવે થશે એવું કે નવા ઉત્પાદિત થતા પ્લાસ્ટીકનો કચરો રીસાયકલીંગ માટે ચીન નહીં જઈ શકે અને UKમાં જ તેના થર જામતા જશે. આ તકલીફથી નીજાદ પામવા બે જ રસ્તા છે, એક તો આ પ્લાસ્ટીકને બાળી નાખવું અને બીજો રસ્તો છે તેને જમીનમાં દાટી દેવું. પરંતુ સમસ્યા એ છે કે સમગ્ર UKમાં આટલી મોટી સંખ્યામાં બહાર પડતા પ્લાસ્ટીકને બાળી શકે તેટલી ભઠ્ઠીઓ હાલમાં ઉપલબ્ધ નથી. જોકે, માઈકલ ગોવ આ મુશ્કેલીને ટૂંકાગાળાની મુશ્કેલી ગણાવે છે અને કહે છે કે લાંબાગાળાના ઘણા ઉપાયો તેમના વિભાગે વિચારી લીધા છે.

પ્લાસ્ટીકને બાળવાની કે તેને ડમ્પ કરવાના ઉપાયનો કડક વિરોધ UK અને યુરોપના પર્યાવરણવાદીઓ અત્યારથી જ કરી રહ્યા છે. Greenpeace એ આ પ્રકારની ઉભી થયેલી હાલત માટે બ્રિટીશ સરકારને જવાબદાર ગણી છે. તેના કહેવા અનુસાર સરકારે આ અંગે કાયમ કોઈ નિર્ણય લેવાનું કાં તો ટાળ્યું હતું અને કાં તો તેણે પોતાની જવાબદારી અન્યોના ખભા પર પસાર કરે રાખી હતી.

પ્લાસ્ટીકને બાળવા માટે Greenpeace સ્પષ્ટ છે. તેનું કહેવું છે કે તેને બાળવું એ અયોગ્ય ઉપાય છે કારણકે તે ઉર્જાના નવીનીકરણ માટે કામમાં નથી આવતું અને હાઈકાર્બન સ્વભાવ ધરાવે છે. આ ઉપરાંત તે ટોક્સીક કેમિકલ્સ અને હેવી મેટલ્સનું ઉત્પાદન પણ કરે છે. Greenpeace કહે છે કે ભઠ્ઠીઓ આવનારા વીસ વર્ષ માટે એકવાર યુઝ થયેલા પ્લાસ્ટીક બાળવાની યોજના હેઠળ સ્થાપવામાં આવનાર છે પરંતુ ખરેખર તો દેશમાં અત્યારે આ પ્રકારની જેટલી ભઠ્ઠીઓ છે તેની સંખ્યા ઘટાડવાની જરૂર છે.

માઈકલ ગોવ હાલમાં UKની પ્લાસ્ટીક ઇન્ડસ્ટ્રી સાથે ચર્ચા કરી રહ્યા છે. તેમનું માનવું છે કે લાંબાગાળાના લક્ષ્ય તરીકે અલગ અલગ પ્રકારના પ્લાસ્ટીકના વપરાશને ધીરેધીરે ઓછો કરવા માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના નિયમો હળવા કરવા જોઈએ જેથી સામાન્ય વ્યક્તિને પણ ખ્યાલ આવે કે ક્યું પ્લાસ્ટીક રીસાયકલ થઇ શકે છે અને ક્યું નહીં. ગોવનું માનવું છે કે આમ થવાથી રીસાયકલીંગ થઇ શકતા પ્લાસ્ટીકની સંખ્યામાં વધારો થશે.

માઈકલ ગોવ તો એમ પણ માને છે કે UKએ પોતાના કચરાને બહાર મોકલવાનું પણ બંધ કરવું જોઈએ. આ ઉપરાંત માઈકલ ગોવ એ પ્રકારના કર સ્તરના હિમાયતી છે જેમાં જે પ્લાસ્ટીકને રીસાયકલ કરવામાં સૌથી વધુ તકલીફ પડતી હોય તેના પર સૌથી ઉંચો કર હોય અને જે પ્લાસ્ટીક સરળતાથી રીસાયકલ થઇ શકતું હોય તેના પર ખૂબ ઓછો કર લાગુ પડતો હોય.

આ બધું કરવા માટે UK સરકાર તૈયાર તો છે પરંતુ આ લાંબાગાળાના તેમજ ટૂંકાગાળાના લક્ષ્ય તે કેવી રીતે પૂરા કરી શકશે તે અંગે હજીપણ કોઈજ સ્પષ્ટતા નથી.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here