પરિવાર કે મિત્રો સાથે રખડવા જવા માટે મદદ કરશે 2018 ના Long Weekends

0
290
Photo Courtesy: .theyeshivaworld.com

રજાઓ ભાગ્યેજ કોઈને ન ગમે. પશ્ચિમની જેમ હવે આપણે ત્યાં પણ શનિ-રવિ એમ વિકેન્ડની રજાઓ આવે છે અને એટલે અહીં પણ હવે Monday Morning Blues જેવા શબ્દપ્રયોગ થવા લાગ્યા છે. 2018નું શરુ થયેલું વર્ષ એવું વર્ષ છે જેમાં અસંખ્ય Long Weekends એટલેકે શુક્ર-શનિ-રવિ અથવાતો શનિ-રવિ-સોમ એમ સળંગ ત્રણ દિવસની રજા મળવાની છે. આવા સંજોગોમાં જો આ ત્રણ દિવસની આસપાસ એક-એક એક્સ્ટ્રા રજા ઓફિસમાંથી લઇ લેવામાં આવે તો પરિવાર સાથે અથવાતો મિત્રો સાથે ફરવા જવાનો અદ્ભુત મોકો મળી શકે તેમ છે.

Photo Courtesy: .theyeshivaworld.com

બહુ ઓછું એવું બનતું હોય છે કે આપણે રજાની વ્યવસ્થા કરીને આપણા સ્નેહીઓ સાથે બહાર ફરવા જઈ શકીએ, પરંતુ આ વર્ષમાં એવું ઘણીવાર બનવાનું છે. જો પ્રોપર પ્લાનિંગ કરવામાં આવે તો આપણે જ્યાં રહીએ છીએ તે શહેરથી દૂર અથવાતો આસપાસ ત્રણ-ચાર દિવસ ફરી આવીને ફ્રેશ થઇ જવાના અસંખ્ય મોકાઓ મળવાના છે. કદાચ આ તમામ long weekends દરમ્યાન ફરવા જવાનું શક્ય ન હોય તો પણ ઘરમાં રહીને પરિવાર સાથે ક્વોલીટી સમય ગાળવાની પણ ખૂબ મોટી તક આપણને મળી શકે તેમ છે જે અંગે તમારા પરિવારજનો કાયમ ફરિયાદ કરતા હોય છે.

તો ચાલો આ વર્ષે મહિનાવાર કેવી રીતે long weekend સેટ થઇ શકે તેમ છે તેની માહિતી લઈએ.

જાન્યુઆરી

  • 12-13-14-15-16: આમ તો બહાર જવાનું પ્લાનિંગ કરવા માટે આ તારીખો માટે મોડું થઇ ગયું કહેવાય પરંતુ કોઈને પતંગ ચડાવવાનો શોખ ન હોય તો 13-14 જાન્યુઆરીના શનિવારની આસપાસ રજાઓ લઈને ક્યાંક નજીકમાં ફરવા જઈ શકાય. અથવાતો જો પંતગ ચડાવવાનો ગાંડો શોખ હોય જ તો પણ ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણની ગુજરાતમાં મળતી રજામાં પતંગ ચડાવીને અને પછીના દિવસે થાક ઉતારવા પણ રજા લઇ શકાય છે.
  • 26-27-28: ગણતંત્ર દિવસે શુક્રવાર છે અને પછી શનિ-રવિની રજાઓ આવે છે. તો જો ઉત્તરાયણના દિવસે ફરવા જવાનું શક્ય ન બન્યું હોય તો આ ત્રણ દિવસે જરૂરથી ક્યાંક જઈને ભારતના ગણતંત્ર દિવસની ઉજવણી કરી શકાય છે.

ફેબ્રુઆરી

  • 10-11-12-13: 13 ફેબ્રુઆરી મંગળવારે મહાશિવરાત્રિની રજા છે એટલે જો 12મી ના સોમવારે રજા લઇ લ્યો તો તેનો ફાયદો જરૂર થઇ શકે છે.

માર્ચ

  • 1-2-3-4: 2જી માર્ચે ધૂળેટી છે અને એના આગલા દિવસે ગુજરાતમાં મોટાભાગે સ્કુલોમાં રજા હોય છે. તો આ ગુરુ-શુક્ર-શનિ-રવિ ની રજાઓનો મહત્તમ ઉપયોગ થઇ શકે.
  • 29-30-30-1 એપ્રિલ: અનુક્રમે મહાવીર જયંતિ, ગુડ ફ્રાઈડે અને પછી શનિ અને રવિ આમ અહીં પણ ચાર દિવસીય રજાનો મોકો મળે છે.

જુન

  • 15-16-17: માર્ચ પછી બે મહિના જબરદસ્ત કામ કર્યા પછી જૂનમાં શનિ-રવિ અને સોમવારે ઈદ-ઉલ-ફિત્ર ની રજાનો લાભ લઈને ક્યાંક જઈને જરૂરથી ફ્રેશ થઇ શકાય છે.

તમને ગમશે: ભારતના મહારાજાઓ પર ટિપ્પણી કરીને ભેરવાયા શશી થરૂર

ઓગસ્ટ

  • 15 થી 22: ઓગસ્ટ મહિનામાં અમસ્તીયે રજાઓની ભરમાર હોય છે. પણ આ વખતે જો તમે ત્રણ દિવસની રજા લ્યો તો આખું અઠવાડિયું ગુજરાતમાં ક્યાંક દૂર જઈને મોજ કરી શકાય છે. 15મી એ સ્વતંત્રતા દિવસ બાદ 16મી એ રજા લેવી, 17મી એ પતેતી, 18-19 શનિ-રવિ, 20-21 રજા લેવી, 22મી એ ઈદ-ઉલ-અધા એમ આખું અઠવાડિયું રજા સેટ થઇ શકે તેમ છે.

સપ્ટેમ્બર

  • 1-2-3: 1 સપ્ટેમ્બરે જન્માષ્ટમી અને પછી શનિ-રવિ એમ ત્રણ રજાઓ આવે છે.
  • 13-14-15-16: 13મી એ આપણે ગુજરાતમાં સંવત્સરીની અને મુંબઈમાં ગણેશ ચતુર્થીની રજા હોય છે પછી 14મી એ શુક્રવારે રજા લઈને તેની સાથે શનિ-રવિ જોડીને મજા કરી શકાય.
  • 29-30-1-2 ઓક્ટોબર: 29-30 સપ્ટેમ્બર શનિ-રવિની રજા બાદ પહેલી ઓક્ટોબરે રજા લેવાય તો ગાંધી જયંતિની રજાનો લાભ લઈને પરિવાર કે મિત્રો સાથે પ્રવાસનું આયોજન જરૂરથી થઇ શકે.

ઓક્ટોબર

  • 19-20-21: 19મી ઓક્ટોબરે દશેરા છે અને પછીના બે દિવસ વિકેન્ડ છે. સોમવારની પણ રજા લેવામાં આવે તો દિવાળી અગાઉનું શોપિંગ પણ શાંતિથી થઇ શકે, શું કહો છો?

નવેમ્બર

  • 3 થી 11: ગુજરાતમાં અમસ્તું પણ દિવાળી નજીક આવે એટલે કામ કરવાની ગતિ મંદ પડી જતી હોય છે. પરંતુ નોકરિયાતો આસો વદ અગિયારસથી લગભગ લાભ પંચમ સુધીની વિકેન્ડની ગોઠવણી કરીને જો રજા સેટ કરે તો આરામથી આઠ દિવસનું વેકેશન માણી શકે છે.

ડિસેમ્બર

  • 22-23-24-25: ક્રિસમસના અગલા દિવસે રજા લઈને તેની આગળના બે દિવસ એટલેકે વિકેન્ડનો ફાયદો ઉઠાવીને ક્યાંક ક્રિસમસનો આનંદ મેળવવાની તક ચૂકવા જેવી તો નહીં જ.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here