શેર બજાર માટે 2018નું વર્ષ કેવું રહેશે?

0
384
Photo Courtesy: deccanchronicle.com

મુંબઈ શેર બજાર એટલેકે સેન્સેક્સ આંક 34,000 ને અડ્યો છે એથી એ ઓલ ટાઈમ હાઈ જણાય છે એથી સ્વાભાવિક સાવચેત રહેવું જરૂરી છે પરંતુ આર્થિક ક્ષેત્રના આકાંડાઓ કૈક જુદું જ ચિત્ર ઉભું કરી રહ્યા છે. થોડા આર્થિક ક્ષેત્રના આંકડાઓ જોઈએ અને પછી તેને સમજવાનો પ્રયત્ન કરીએ

Photo Courtesy: deccanchronicle.com

કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી મીનીસ્ટ્રીના આંકડાઓ અનુસાર 7 કોર સેક્ટરનો ગ્રોથ 13 મહિનાની સૌથી ઉંચી સપાટીએ પહોચ્યો છે જે 6.8 ટકા વૃદ્ધિ દર્શાવે છે. નવેમ્બર માસમાં સિમેન્ટ ઉત્પાદનમાં 17.3% વધારો અને સ્ટીલ ઉત્પાદનમાં 16.6% વધારો જે ઓક્ટોબરમાં 1.3% ઘટાડો અને 8.45 વધારો અનુક્રમે દર્શાવતો હતો.

વિદેશી હુંડીયામણ રીઝર્વમાં લાઈફ ટાઈમ હાઈ દર્શાવે છે જે છે 405 બિલિયન ડોલર આ વધારો મુખ્યત્વે પોર્ટફોલિયો ઇન્ફ્લો અને રોકાણ ઇન્ફ્લો અને કરંટ એકાઉન્ટ ડેફીસીટમાં ઘટાડા ને આભારી છે.

તમને ગમશે: રાફેલ ડીલ આરોપમાં પણ કોંગ્રેસનો સેલ્ફ ગોલ?

હવે નોકરી ડોટ કોમ નો અહેવાલ જોઈએ તો એમના પ્રમાણે નવેમ્બર 2017માં નવેમ્બર 2016 કરતાં 16% નોકરીઓ વધી છે એટલેકે કંપનીઓના નવા રીક્રુટમેન્ટમાં 16 ટકાનો વધારો થયો છે. આ ઉપરાંત હેવી મશીનરી ઇન્ડસ્ટ્રીઝ માં 30% અને ફાયનાન્સ ક્ષેત્રે 24% વધારો દર્શાવે છે, આમાં કન્સ્ટ્રકશન અને એન્જીનીયરીંગ ઇન્ડસ્ટ્રીઝ 46 ટકા વધી અને ઓટો સેક્ટરમાં 39% ગ્રોથ જોવા મળ્યો છે.

હવે બીજો અહેવાલ ધ સેન્ટર ફોર ઇકોનોમિક એન્ડ બીઝનેસ રીસર્ચ (CEBR) કન્સલ્ટન્સીના પ્રમાણે 2018માં GDP ની દ્રષ્ટીએ ભારત બ્રિટન અને ફ્રાંસ કરતા પણ આગળ વધીને વિશ્વનું પાંચમું સૌથી વિશાળ અર્થતંત્ર બની જશે.

આમ દરેક આર્થિક ક્ષેત્રે ભારત પ્રગતિના આંકડાઓ દર્શાવે છે એજ પ્રમાણે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં ભારતે 140માં સ્થાન પરથી પરથી હનુમાન કુદકો મારી 100મુ સ્થાન મેળવ્યું છે. તો આ બધા આંકડાઓ ભારત ના અર્થતંત્રને મજબુત દર્શાવી રહ્યા છે ત્યારે શેર બજાર માં મંદી ક્યાય નજરે પડતી નથી.

આમ આ આંકડાઓ તેજીની જ આગાહી કરે છે વળી આ વધારાની તો હજી શરૂઆત છે અને આ આંકડાઓ ઓલ ટાઇમ હાઈ નથી એ સૂચક છે.

તો શું હવે તેજીની શરૂઆત છે ? એમ માનવું રહયું ? આંકડાઓને જોઈએ તો જવાબ હા માં જ મળે છે અને છતાં મુંબઈ શેર બજાર નો સેન્સેક્સ ૩૪૦૦૦ વટાવી ગયો એ ઓલટાઈમ હાઈ હોવા છતાં હજી કેટલી તેજી આવશે ? અને આ ભાવે શેર બજાર માંરોકાણ કરી શકાય કે કેમ? આ સવાલ કોઈપણ રોકાણકારના મનમાં ઉદભવે એ સાહજિક છે તો કરવું શું ?

આવા સમયે સારી સારી કંપનીઓ કે જેમાં બાવન સપ્તાહ નો હાઈ ન પહોંચ્યો હોય એમાં સાવચેતીથી રોકાણ કરી શકાય. અન્ય કંપનીઓમાં એના ફન્ડામેન્ટલ જોઈ એના ભાવી પ્રોજેક્ટ જોઈ રોકાણ કરી શકાય. તો જેમાં નવા નવા પ્રોજેક્ટ આવી રહ્યા છે એ હવે માત્ર પેપર પર ના રહેતા વાસ્તવિકતા બને એવી સંભાવનાઓ વધી છે. ખાસ તો આ જુદા જુદા આર્થિક ક્ષેત્રના અહેવાલો જોતા અને ખાસ તો રીએક્શન આવે તો વેચવાની ઉતાવળ ના કરતા ધ્યાનથી વિચારી કંપની સ્પેસિફિક ઘટના જોઈ એમાંથી નીકળવું કે નહિ એ નક્કી કરવું ખાસ તો મોટાભાગે પકડી રાખવાની હિમ્મત રાખવી એમ કહી શકાય.

આમ લાંબાગાળાના રોકાણકારો માટે આ સાવચેતીના આધારે હવે શેર બજાર ઉત્તમ તક છે એમ જરૂર કહી શકાય

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here