LOL! પાકિસ્તાની IT કંપનીઓ પણ આવી જ છે…

0
303
Photo Courtesy: nyt.com

લગભગ બે પેઢી અગાઉ એવું કહેવાતું કે જાપાની માલ પર વિશ્વાસ કરવો નહીં, બાદમાં આ જ વાત ચીની કંપનીઓ માટે કરવામાં આવતી હવે આજના જમાનામાં આ વાત પાકિસ્તાની કંપનીઓ માટે પણ કહી શકાય તેમ છે. જો કે જાપાનીઝ અને ચીનીઓ પોતાની મહેનત દ્વારા અને અન્ય ક્ષેત્રે મેળવેલી ઝળહળતી સફળતા મેળવવાને લીધે દુનિયાભરમાં સન્માન મેળવી શક્યા પરંતુ પાકિસ્તાનીઓ આવું કરી શકશે કે કેમ તે મોટો સવાલ છે કારણકે પાકિસ્તાન સમગ્રપણે એક નિષ્ફળ રાષ્ટ્ર સાબિત થઇ ચૂક્યું છે.

Photo Courtesy: nyt.com

હાલમાં મળતા એક રસપ્રદ સમાચાર અનુસાર પાકિસ્તાની IT કંપની Axact જે પોતાને ‘વિશ્વની સૌથી મોટી IT કંપની’ ગણાવે છે તેણે હજારોની સંખ્યામાં બ્રિટીશ નાગરિકોને ફેક એટલેકે ખોટી ડીગ્રીઓ પધરાવી હોવાનું બહાર આવ્યું છે. Axactની આ ફ્રોડબાજી બીજા કોઈએ નહીં પરંતુ BBC દ્વારા ખુલ્લી પાડવામાં આવી છે. BBCના કહેવા અનુસાર વર્ષ 2013-14 દરમ્યાન Axact દ્વારા 3000 થી પણ વધારે ફેક ડિગ્રીઓ બ્રિટીશરોને પધરાવવામાં આવી હતી જેમાં PhD જેવી સન્માનીય ડિગ્રીઓ પણ સામેલ છે!

આ ઓપરેશનમાં કરવામાં આવેલા આરોપ અનુસાર Axact દ્વારા મોટી સંખ્યામાં ખોટી યુનિવર્સીટીઓ ઉભી કરવામાં આવી હતી અને જો કોઈ કંપની પોતાની પાસે નોકરી માંગવામાં આવેલા અરજદારોનો બાયોડેટા ચેક કરવા માંગે તો એ કંપનીઓની ખોટી વેબસાઈટ્સ અને તેના વિષે ખોટા સમાચારો પણ આ કંપની દ્વારા ઉભા કરવામાં આવ્યા હતા.

Axactની આ યુનિવર્સીટીઓ ના નામ પણ ઘણા મજેદાર છે, જેમકે બ્રૂકલીન યુનિવર્સીટી, નિક્સન યુનિવર્સીટી વગેરે. પરંતુ, તપાસ કરતા જાણવા મળ્યું કે આ તમામ યુનિવર્સીટીઓ કરાંચીના કોઈ કોલસેન્ટરમાંથી ચલાવવામાં આવતી હતી જેના માલિકો Axactના એજન્ટો હતા. બ્રિટીશ સરકાર માટે સૌથી વધુ ચિંતા કરાવે તેવી બાબત એ છે કે તેની નેશનલ હેલ્થ સર્વિસ એટલેકે NHSમાં નોકરી કરી રહેલી અસંખ્ય નર્સો પાસે પણ Axactની ફેક ડિગ્રી હોવાનું માલુમ પડ્યું છે.

બ્રિટીશ સરકારનું કહેવું છે કે આ પ્રકારની ફેક યુનિવર્સીટીઓની વેબસાઈટ અન્ય દેશોમાંથી ચલાવવામાં આવતી હોવાથી તે તેને બંધ કરાવી શકતી નથી. બીજું, નોકરી આપવા માટે ઘણીબધી કંપનીઓ જે ઉમેદવાર પાસે વધારાની ડિગ્રીઓ હોય તેને પસંદ કરે છે, આથી નોકરી મેળવવાની આશામાં ખોટી ડિગ્રી ખરીદવામાં હવે કોઈને પણ શરમ આવતી નથી.

2015માં ન્યૂયોર્ક ટાઈમ્સમાં છપાયેલા એક અહેવાલના આધારે પાકિસ્તાનમાં Axact વિરુદ્ધ તપાસ શરુ કરવામાં આવી હતી. એ અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે આ પાકિસ્તાની કંપનીએ 370 ફેક વેબસાઈટ ઉભી કરી હતી જેના દ્વારા લગભગ 2,000 લોકોએ નોકરી મેળવી હતી. પરંતુ બાદમાં ખુદ પાકિસ્તાનની નવાઝ શરીફ સરકાર ભ્રષ્ટાચારના ઘેરામાં આવી જતા આ તપાસ આગળ વધી શકી ન હતી.

દુઃખની વાત, બ્રિટીશ તપાસ એજન્સીના એક અધિકારીના જણાવ્યા અનુસાર, એમ છે કે આ પ્રકારે ફેક ડિગ્રીના સહારે નોકરી મેળવનારાઓ મહેનત કરીને ઓછા ગુણ મેળવીને પણ સાચી ડિગ્રી મેળવતા લોકોને અન્યાય કરતા હોય છે.

eછાપું

તમને ગમશે: કોંગ્રેસ કાયમ ગ્રહણ ટાણે જ કેમ સાપ કાઢે છે?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here