ભારતમાં ઘટી રહેલી બસ ચિંતાનો વિષય

0
339
Photo Courtesy: amts.co.in

વાયુ પ્રદુષણને ઘટાડવા માટે લોકો વધુને વધુ જાહેર વાહનવ્યવહાર વ્યવસ્થાનો ઉપયોગ કરે તે સલાહભર્યું હોય છે. મુંબઈ જેવા શહેરોમાં લોકલ ટ્રેન અને બસ આ પ્રકારની વાહન વ્યવસ્થા સુપેરે ચાલી રહી છે. ભારતના મોટાભાગના શહેરોમાં બસ એ જાહેર વાહનવ્યવહારનો એકમાત્ર વિકલ્પ છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રતિ એક મિલિયન વ્યક્તિ સામે બસ ની સંખ્યા ઘટી રહી છે તે ચિંતાનો વિષય માત્ર શહેરોમાં લોકોની આવાજાહી પર અસર કરે તેના પર જ નથી પરંતુ પર્યાવરણને પણ તેનાથી પડનારા નુકસાનને લીધે પણ છે.

Photo Courtesy: amts.co.in

આંતરરાષ્ટ્રીય માનક અનુસાર દર એક મિલિયન લોકો સામે 400 બસ હોવી જરૂરી છે. ભારતમાં આ સંખ્યા માત્ર 118 જેટલી છે. જો આપણા ગુજરાતની વાત કરીએ તો તે ભારતની સરેરાશ કરતા વધુ એટલેકે 146 છે પરંતુ તે આંતરરાષ્ટ્રીય માનક કરતાતો ઘણી ઓછી છે જ. ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા બહોળી વસ્તી ધરાવતા રાજ્યોમાં આ સંખ્યા અત્યંત શરમજનક કહી શકાય તેટલી ઓછી છે. ઉત્તર પ્રદેશમાં પ્રતિ એક મિલિયન વ્યક્તિએ માત્ર 48 બસ છે જ્યારે બિહારમાં તો નગણ્ય કહી શકાય તેટલી એટલેકે માત્ર 2 જ છે! આની સામે નાના કેન્દ્ર શાસિત પ્રદેશો જેવાકે અંદામાન અને નિકોબાર 704 અને ચંડીગઢ 468 બસો ધરાવે છે જે આંતરરાષ્ટ્રીય જરૂરીયાત કરતા ઘણી વધુ સંખ્યા છે.

તમને ગમશે: વેપારીઓ ચેતી જજો તમારી હાલત પણ મેકડોનાલ્ડ્સ જેવી થશે

દિલ્હી જ્યાં દર શિયાળે પ્રદુષણ માઝા મૂકતું હોય છે અને એ સમયે અચાનક જ પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની જરૂરિયાત લોકોને સમજાય છે અને પછી ભૂલી જવાય છે ત્યાં આંકડાઓ અનુસાર છેલ્લા પાંચ વર્ષમાં બસો ની સંખ્યા 26.5 ટકા જેટલી ઘટી છે. જો આંતરરાષ્ટ્રીય માનક અનુસાર દિલ્હીમાં બસ વધારી આપવામાં આવે અને વધુને વધુ લોકો પોતાના વાહનોનો ઉપયોગ ટાળે તો પણ દિલ્હીમાં વાહનથી થતા પ્રદુષણ પર લગામ લગાવી શકાય તેમ છે.

ભારતના વાહનવ્યવહાર મંત્રાલયે થોડા સમય અગાઉ એક સરવે કર્યો હતો જેમાં એવું માલુમ પડ્યું હતું કે એક બસ કરતા એક કાર વાતાવરણમાંથી 1.6 ગણી ઉર્જા ખેંચી લેતી હોય છે. આ આંકડો જ્યારે દ્વિચક્રી વાહનોની વાત કરવામાં આવે ત્યારે વધીને અઢી ટકા જેટલો થઇ જતો હોય છે. જ્યારે રીક્ષા જેવા ત્રિચક્રી વાહનો વાતાવરણમાંથી 4.7 ગણી વધુ ઉર્જા ખેંચી લેતા હોય છે.

આમ ભારતને હાલમાં જ્યારે વધુને વધુ બસ સંખ્યાની જરૂર છે ત્યારે જમીની હકીકત એ છે કે તેની સંખ્યા ઉત્તરોત્તર ઘટી રહી છે. આમ આપણે અત્યારે આપણી એકથી બીજી જગ્યાએ જવાની મુશ્કેલીઓ વધારી તો રહ્યા જ છીએ પરંતુ સાથે સાથે પર્યાવરણને પણ એટલુંજ નુકસાન પણ કરી રહ્યા છીએ.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here