કેમ? પતિ પત્નીની જાહેરમાં મજાક ન ઉડાવી શકે?

0
312
Photo Courtesy: indianfunpic.com

એવું નથી કે સોશિયલ મીડિયા આવ્યા અગાઉ પતિ દ્વારા પત્નીઓની મજાક નહોતી ઉડાવવામાં આવતી. વર્ષોથી ગુજરાતના મોટાભાગના હાસ્યકલાકારોએ પોતે પોતાની વાઇફોથી કેટલા બીવે છે એના જોક કહી કહીને દાટ વાળી નાખ્યો છે. સોશિયલ મીડિયા તો હમણાં આવ્યું બાકી અગાઉ સામાન્ય વાતોમાં પણ પરિણીત પુરુષો, “ઉભા રહો તમારા ભાભીને પૂછી લઉં” એમ કહીને ઘણીવાર હળવાશથી બોલતા જ હતા. પરંતુ હવે જ્યારે સ્ત્રી સશક્તિકરણનો પવન ફૂંકાયો છે ત્યારેકેટલીક  સ્ત્રીઓજ આ સશક્તિકરણની હળવાશને ચલાવી લેવામાં નથી માનતી અને પતિઓ દ્વારા કરવામાં આવતી મજાકને તેમની ખરાબ માનસિકતા તરીકે ગણાવે છે.

Photo Courtesy: indianfunpic.com

ભારત પુરુષપ્રધાન સમાજ છે એની બધાને ખબર છે અને વધતાઓછા અંશે દરેક દેશમાં પણ પુરુષપ્રધાન વ્યવસ્થા ગોઠવાયેલી જ છે. પરંતુ ભારતમાં પતિઓ મોટેભાગે પોતે પત્નીથી ડરતા હોવાનું કે પછી એમને પૂછીને જ પાણી પીતા હોવાનું જાહેરમાં, અલબત્ત હળવાશથી કહેતા હોય છે. આવું કેમ? જો કુટુંબમાં પુરુષનો જ કક્કો ચાલતો હોય તો એ જ પુરુષ જાહેરમાં આવી સાવ અલગ અથવાતો અવળી વાત કેમ કરતો  હશે?

બીજાની તો ખબર નથી પરંતુ મારા અંગત મતે પોતાની પત્નીથી પોતે ડરે છે અથવાતો એનુંજ ઘરમાં ચાલે છે એવું જાહેરમાં ભલે હળવાશથી કહી શકતો, , પતિ ખરેખર તો પોતાની પત્નીને ખૂબ ચાહતો હોય છે. આ પ્રકારના પતિઓની સરેરાશ દરેક જગ્યાએ દરેક વિષયની જેમ વધુ ઓછી હોઈ શકે પરંતુ પુરુષોને ઘણીબધી બાબતોમાં જેમાં બેડરૂમની અંદરના અને બહારના ઘણાબધા નિર્ણયોમાં પોતાની પત્નીનું ‘ચાલે’ એ અંદરથી ગમતું હોય છે.

પરંતુ જો પુરુષપ્રધાન સમાજ બનાવવા પાછળ જો પુરુષનો ફાળો છે તો સ્ત્રીઓનો ફાળો ઓછો નથી. આથી, “આવું તો મારાથી થાય?” કે પછી “લોગ ક્યા કહેંગે?” ના ડરથી સ્ત્રીઓ ખુલીને પોતાના પતિને અધિકારપૂર્વક આજે પણ ફરીથી કહું તો બેડરૂમની અંદર કે પછી તેની સરહદની બહાર કશું કહેતી નથી. (અહીં કહી શકતી નથી નો પ્રયોગ જાણીજોઈને ટાળ્યો છે.) તો સામે પક્ષે એવા પતિ પણ છે જેમને પોતાની પત્નીનું તેના પર થોડુક રાજ ચાલે એ ગમતું હોય છે પણ પત્નીના સંસ્કારપ્રેમને લીધે એ થતું નથી એટલે પછી તે આ બાબતને હળવાશથી લે છે અને જાહેરમાં તેને વ્યક્ત કરવા લાગે છે.

પરંતુ, સશક્તિકરણની વાતો કરનારા આને પણ પિતૃસત્તાક માનસિકતા ગણીને તેનો આંધળો વિરોધ શરુ કરી દે છે. અલબત્ત જેમ આગળ જણાવ્યું તેમ પત્નીની મજાક કરનારા તમામના દિલ સાફ નથી હોતા. અમુક ગાડરિયા પ્રવાહમાં જોડાય છે તો દાંપત્યજીવનના કેટલાક કડવા સત્ય છુપાવવા પણ આમ કહેતા હોય છે. પરંતુ દરેકને એક લાકડીએ હાંકવા એ ક્યાંનો ન્યાય? બાકી જો દ્રષ્ટિ બદલીએ તો પત્ની અંગેની મજાકને હકારાત્મક પણ લઇ શકાય, એક શરતે કે પહેલા પત્ની ખુદ તેને હળવાશથી લેવા માંડે.

છે ને મસ્ત આઈડિયા?

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here