આપણા દેશમાં કામવાળા બહેન અને કામવાળા ભાઈનું મહાત્મય

0
340
Photo Courtesy: youngisthan.in

સમસ્ત બ્રહ્માંડમાં તમે માનો કે ન માનો પણ એક હકીકત છે કે દરેક ઘરમાં જેટલું કામવાળા બહેન કે રામલાનું મહત્વ હોય છે તેવું મહત્વ બીજા કોઈ વ્યક્તિ નું નથી હોતું. ખરેખર તો કેટલાય મુવી મેકર એ ટ્રાયેન્ગલ મુવી બનાવતી વખતે પતિ પત્ની ઔર વો પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું છે પણ વાસ્તવિક પરિસ્થિતિમાં તો પતિ પત્ની અને રામલો હોય છે. આપના રૂટિનનાં કેટલાય સમય આપણી મનસુફી પર નહીં પરંતુ રામલાનાં આવવા જવાના સમય અને કામ કરવાના સમય પર નિર્ભર હોય છે. રામલો અથવાતો કામવાળા બહેન ઘરમાં પ્રવેશે ત્યારે તમારે માનવુંજ પડશે કે દરેક ગુહીણીનાં મુખ પર એક અલગ જ પ્રકાર નું સ્મિત રેલાતું જોવા મળે છે જે તેમના પતિ પ્રવેશે ત્યારે પણ બિલકુલ નથી જોવાતું .

Photo Courtesy: youngisthan.in

બીજીબાજુ રામલાનાં મોઢા પર તુમાખીભર્યું વર્તન, “આટલા બધા ફોન નહીં કરવાના… ખબર જ છે ને કે ટાઈમ થશે એટલે આવીજ જઈશ?” જેવા એના રોજના ડાયલોગ્સ સાંભળીને ખબરજ ન પડે કે આપણે રામલાને નોકરી પર રાખ્યો છે કે એણે આપણને? એ આવે એટલે સમગ્ર ઘર એની આગતા સ્વાગતા માં લાગી જાય  અને ઘરના પુરૂષ સભ્યો પર જાણે કે કર્ફ્યું લાગી જાય, “ફટાફટ નાહી લેજો, પછી ફલાણા ભાઈ ને સાત નંબરમાં કામ પર જવું છે” કે પછી “ફટાફટ જમી લેજો કેમકે આપણા રામલા ભાઈ ને ત્યાં કચરા પોતા કરવાના બાકી છે.” જેવા વટહુકમો ફટાફટ બહાર પડવા લાગે.

ઘણી વાર સમજણ ના પડે કે આપણે કામવાળાને આપણી સગવડતા સાચવવા રાખ્યો છે કે કામવાળાને કોઈ તકલીફ ના પડે અને એની સગવડતા સચવાય એને દરમહિને યોગ્ય પગાર મળી રહે  એના માટે રાખ્યો  છે, કોઈપણ એક્સ્ટ્રા કામ બતાવતા પહેલા આપણને મનમાં ને મનમાં ખચકાટનો અનુભવ થાય કે એ ના તો નહીં પાડે ને દિવાળી દરમ્યાન માળીયા સાફ કરાવતા કે ઉતરાયણ પહેલા ધાબુ ધોવડાવવાં માટે અગાઉથી એપોઇન્ટમેન્ટ લેવી પડે કે સાહેબ તમે જરાક સમય કાઢી ને અમને આ કામ કરી આપશો ??

મોટાભાગના કામવાળા મલ્ટીટાસ્કીગમાં માનનાર હોય છે, તેઓ એકસાથે ઘણાબધા પ્રોજેક્ટ લઈને બેઠા હોય છે એટલેકે સોસાયટીના ઘણા ઘરના કામ લઈને બેઠા હોય છે અને દરેકને યોગ્ય ટાઈમીગ ફાળવેલો હોય છે અને એ પ્રમાણે દરેક પ્રોજેક્ટ ક્લાયન્ટ એ કામવાળાનાં સમય પ્રમાણે એડજેસ્ટ થવાનું હોય છે. ક્લાયન્ટ કમ્પ્લેઇન કે ફીડબેક પણ કામવાળા તરફથી લેવામાં આવતા નથી . રજાઓ નું પણ એવું કે જ્યારે ઈચ્છે ત્યારે તમારો પ્રોજેક્ટ બંધ કરીને રજા રાખી શકે અને પ્રોજેક્ટ વિલંબ  અંગે પણ કામ પર રાખનાર માલિક જ જવાબદાર ગણાય .

કામવાળું રાખવું એ એકાઉન્ટની ભાષામાં કહીએ તો નુકશાની નો સોદો છે. ચા, નાસ્તો, જમવાનું, પગાર, બોનસ, રજાઓ અને બીજા અનેક કારણોસર અપાતા રૂપિયા પછી પણ તમે એવી અપેક્ષા નાં રાખી શકો કે એ ભાઈ કે એ બહેન દરરોજ બે ટાઈમ સરખી રીતે કામ પર આવશે. તમારે મોટા ભાગે સ્વચ્છ ભારત અભિયાનમાં જાતેજ જોડાવું જ પડ , કપડા ધોવા આવેલા કામવાળાના કપડા બોળી ને રાખજો, આ પાવડર વાપરશો તોજ હું કામ કરીશ મને પેલો પાવડર માફક નથી આવતો જેવા ઓર્ડર માનશો તો જ તમારા કપડા ધોવાશે નહીં તો તમારે જાતે ધોવાઇ જવાની તૈયારી રાખવી પડશે.

હોળીના તહેવારનું કામવાળા સમાજમાં ઘણું મહાત્મ્ય હોય છે. ખબર નહીં પણ એ દેશ ક્યા આયો દુનિયા ભરના રામલાઓ અમે હોળી માટે દેશમાં જઈએ છીએ એમ કરીને ભૂગર્ભ માં ઉતરી જાય છે. ગુગલ પર સર્ચ કરવાથી પણ આ દેશ મળતો નથી. હોળીના સમયે આપણ ને કામવાળાનું સાચું મહાત્મ્ય સમજાય છે. આ સમયમાં જાણેકે ઘરમાં કટોકટી લાદવામાં આવી ગઈ હોય એ રીતે તમે એક પણ થાળી કે ચમચી એક્સ્ટ્રા બગાડી શકતા નથી. કપડા પણ વિચારી વિચારીને ધોવા નાખીએ છીએ, ઘરવાળીનું મન સતત ઉચાટવાળું રહે છે. ગુહિણીની વાતે વાતે કામવાળા ભાઈ હોળી દરમ્યાન  નથી આવવાના એટલે  સમજી વિચારીને કામ કરજો  એવી પરિવારને વોર્નિગ દર કલાકે આપતી રહેતી હોય છે.

આ કામવાળા ની કથા નું મહાત્મય એ છે કે આને વાંચી આની પત્રિકા બનાવી વહેંચવાથી કોઈ દિવસ તમારું કામવાળું નકામી રજા પર નહીં જાય એ શક્ય નથી. રોજબરોજનાં કામવાળાનાં પ્રસંગોથી પ્રેરિત થઈને આ લેખકે એક કવિતા પણ બનાવી છે જે નીચે પ્રમાણે છે.

અજ્ઞાન ગંગા

“વેલન્ટાઈનનાં દિવસે કઈ ટેડી અને ગુલાબથી પત્ની ખુશ નથી થતી એક સારી કામવાળીકે કામવાળો શોધી લાવો તો તમારા માટે રોજ વેલેન્ટાઈન દિવસ છે.”
લી – વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here