વિશ્વભરમાં ઓછા થઇ રહેલા વેટલેન્ડ એટલે પર્યાવરણના સર્વનાશની નિશાની?

0
1084
Photo Courtesy: gallinaswatershed.org

હાલ માં 2જી ફ્રેબ્રુઆરીએ “વર્લ્ડ વેટલેન્ડ ડે” ગયો. સોશિયલ મીડિયા ના મારફતે કદાચ નામ સાંભળવા મળ્યું હોય પણ આજે કોઈ પણ બાળકો ને કે પછી સામાન્ય લોકો ને ખબર નથી હોતીકે વેટલેન્ડ એટલે શું. આ શબ્દનું ચોખ્ખું ગુજરાતી કરીએ તો વેટ (wet) એટલે ભીનું અને  લેન્ડ (land) એટલે જમીન એટલે ટૂંકમાં કહીએ તો ભીની જમીન.

Photo Courtesy: gallinaswatershed.org

1971 ઈરાન ના રામસર શહેર માં આધુનિક વૈશ્વિક આંતરસરકાર પર્યાવરણીય કરાર કરવા માં આવ્યો. પર્યાવરણ સુરક્ષા માટે એ સૌથી જૂનો કરાર છે. 1960ના દાયકામાં દેશો અને બિન સરકારી સંસ્થાઓ દ્વારા સંધિને વાટાઘાટો કરવામાં આવી હતી, જે સ્થળાંતરિત પાણીમાં રહેતા પક્ષીઓ માટે વેટલેન્ડ રૂપી નિવાસસ્થાનના વધતા નુકશાન અને ઘટાડા અંગે ચિંતિત હતા. તે કરાર ઈરાનના રામસર શહેરમાં અપનાવવામાં આવ્યું હતું એટલે સંરક્ષણ હેઠળ આવતા વેટલેન્ડ ને રામસર સાઈટ તરીકે ઓળખવા માં આવે છે. આ કરાર 1975થી અમલમાં આવ્યો હતો.

આજે વિશ્વમાં 2301 રામસર સાઈટ્સ દ્વારા 225,653,238 હેક્ટર જેટલા વેટલેન્ડ ને સંરક્ષણ આપવા માં આવ્યું છે. આપણા ગુજરાતમાં એક માત્ર નળ-સરોવર જ રામસર સાઈટ છે. રામસર સંધી અમલમાં આવ્યા બાદ છેક 11 વર્ષે એટલેકે  1 ફેબ્રુઆરી, 1982 ના રોજ ભારતમાં રામસર કરાર અમલ માં આવ્યો હતો.  ભારત હાલમાં 26 સ્થળોને રામસર સાઇટ્સ ના વેટલેન્ડ તરીકે નિયુક્ત કરે છે, જે 689,131 હેક્ટરના વિસ્તાર ને સંરક્ષણ કરે છે.

તમને ગમશે: ટ્રાવેલિંગમાં તમારા મોબાઈલ માટે જરૂરી આ એસેસરીઝ સાથે લેવાનું ભૂલાય નહીં

આપણા નળસરોવર ની વધારે વાત કરીયે તો લગભગ 1,74,000 થી વધારે સંખ્યામાં પક્ષીઓ અહીં શિયાળામાં જોવા મળે છે.  મધ્યએશિયા માં પક્ષીઓ ના ફ્લાય-વે માં નળ સરોવર એક મહત્વ નું ફ્યુલ સ્ટોપ છે. ઉનાળામાં ઘુડખર માટે આ નળસરોવર અમૃત સમાન સાબિત થાય છે. સ્થાનિક લોકો પણ આજ નળસરોવરના પાણીનો ઉપયોગ કરે છે અને વર્ષે  લગભગ 75,000થી પણ વધારે પ્રવાસીઓ નળસરોવર ની મુલાકાત લે છે.

વેટલેન્ડ એટલે આમ તો 6 મીટર થી વધારે ઊંડું ન હોય એવું સરોવર અને એટલે આપણે અમુક તળાવો ને પણ વેટલેન્ડ કહી શકીયે. વેટલેન્ડનું પર્યાવરણ ની સાઇકલ માં ખુબ મહત્વ છે, આપણા વાતાવરણમાં રહેલા વધારાના કાર્બન ને આ વેટલેન્ડ શોષી લે છે, જમીન અંદર પાણી ઉતારે છે, બોર ના પાણી ના સ્તર ઉંચા લાવવા ની સાથે પાણી ને શુદ્ધ કરવા માં ખુબ મદદ કરે છે, અને સૌથી મહત્વ નો કામ તો પૂર ને પણ કંટ્રોલ કરે છે, સાથેસાથે દરિયાની ખારાશ ને પણ અટકાવે છે.

આપણા ગુજરાતમાં કચ્છનું મોટું અને નાનું રણ, ખીજડીયા, નળસરોવર, પરીએજ, થોળ, વઢવાણ આ બધા ખુબ મહત્વ ના વેટલેન્ડ છે. કચ્છ ના બંને રણ સીઝનલ વેટલેન્ડ છે એટલે ત્યાં બારે માસ પાણી નથી હોતું. જયારે બાકી ના વેટલેન્ડ પર લગભગ બારેમાસ પાણી જોવા મળે છે અને આ કારણે જ ગુજરાતમાં લગભગ 500 થી વધારે પક્ષીઓ ની વિવિધતા જોવા મળે છે. વેટલેન્ડ પક્ષીની સાથે બીજા પણ અનેક પ્રકર ના સરીસૃપો, પતંગિયા, જીવસૃષ્ટિ ને જીવંત રાખે છે   અને એમાં વિકાસ પામતા ઘાસ પણ ઢોર માટે પણ તે ખુબ ઉપયોગી બને છે.

આજે અમુક દેશો માં લોકો માછલીના વ્યવસાય માટે પોતાના સ્વતંત્ર વેટલેન્ડ બનાવે છે જે રોજગાર ની સાથે પર્યાવરણ માટે પણ અનુકૂળ છે. વેટલેન્ડ હવાના ચક્ર ને પણ સમતોલ રાખે છે; ઓક્સિજન, નાઇટ્રોજન,  કાર્બનડાયોક્સાઇડ, મિથેન, સલ્ફર સમતોલ રાખવા માં તે ખુબ મદદ કરે છે એટલે આપણે વેટલેન્ડને આપણી પૃથ્વી ની કિડની કહી શકીયે.

વિકાસની આવરિત ગતિ ભવિષ્યમાં આપણને જરૂરનુકશાન કરવા ની છે. ચીન આજે પાણી માટે કુત્રિમ નદી બનાવવા લાગ્યું છે અને ભારતમાં આપણે જે તળાવો કે ડેમ, નદી માં પાણી ભરવા ને બદલે કુત્રિમ વિશાળ ડેમ બનાવી રહ્યા છીએ તેની ગંભીર અસરો પણ જોવા મળી રહી છે.

આજે થતા જમીનના દબાણોને લીધે વેટલેન્ડ, તળાવો પુરાઈ રહ્યા છે. આપણે દરિયો પુરી ને પણ વધારે જમીન મેળવવા અધીરા બન્યા છીએ. ખોરાક પાણી અને હવા આ ત્રણ વગર જીવન ની કલ્પના પણ નથી શકે. નદીઓમાં પાણી સુકાઈ રહ્યા છે, તળાવો, ડેમ ખાલી થઇ રહ્યા છે તો પછી વરસાદ ની રાહ જોયા સિવાય બીજો કોઈ ઉપાય ખરો?

ઈઝરાઈલ દેશો ગટર અને દરિયા ના પાણી ને શુદ્ધ કરી ને પીવા માં ઉપયોગ કરવાનું ચાલુ કર્યું છે, પણ શું આ સાચો ઉપાય છે? દરિયા ના ખારા પાણી ને મીઠું કરવું એના કરતા વરસાદ વધુ લાવી ન શકાય? વધારે પ્રમાણ માં વૃક્ષ નું વાવેતર કરી ને ગ્લોબલ વોર્મિગ થી અને પર્યાવરણ ની સાયકલ માં પડેલા ગાબડા ને પુરવા ના કામ ને પ્રાથમિકતા આપવી જરૂરી બન્યું છે અને આમ કરવા વેટલેન્ડ એ પ્રથમ અને હાથવગો ઉપાય છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here