ચેરિયા (Mangrove) આપણા શહેરોની First Line of Defense સંકટ તળે

0
815
Photo Courtesy: Wikipedia

સમુદ્ર તરફથી આવતા તોફાનોને અને દરિયાના પાણીને આપણા સુધી રોકવા માટે આપણી First line of defence એટલે ચેરિયા. ચેરિયા એક એવો શબ્દ છે જેનાથી કદાચ બધા લોકો બહુ પરિચયમાં નહીં હોય ખાસ કરી ને શહેરમાં વસતા લોકો. ચેસ રમતમાં આગળ પાયદળ હોય  જેને First line of defense કહેવાય એ જ કાર્ય ચેરિયા એટલેકે Mangrove સમુદ્ર કિનારે કરતા હોય છે.  આપણા ગુજરાતમાં બધા દરિયા કિનારે તમને ચેરિયા જોવા નહીં મળે. ચેરિયા દરિયામાં જ્યાંખાડી જ્યાં હશે ત્યાં તમને વધારે જોવા મળતા હોય છે જેમકે, કચ્છનો અખાત, નારાયણ સરોવર- લખપત, જામનગર જેવી જગ્યાઓ પાસે.

ચેરિયા એક નાના ઝાડ છે જે દરિયાઇ ખારા અથવા ખારા પાણીમાં ઉગે છે. ચેરિયા શબ્દનો ઉપયોગ ઉષ્ણકટિબંધીય દરિયાકાંઠાના વનસ્પતિ માટે પણ કરવામાં આવે છે જેમાં આવા વૃક્ષોની લગભગ 80 પ્રજાતિઓનો સમાવેશ થાય છે. મુખ્યત્વે અક્ષાંશ  25 ° સે વચ્ચે વિશ્વમાં 2000 મેન્ગ્રોવ જંગલના કુલ વિસ્તારની સંખ્યા 137,800 ચોરસ કિલોમીટર છે, જે 118 દેશો અને પ્રાંતોમાં ફેલાયેલી છે. ચેરિયા મીઠું સહન કરતા વૃક્ષો છે જેને halophytes કહેવાય છે અને નિષ્ઠુર દરિયાકાંઠાના પરિસ્થિતિ એના જીવન માટે અનુકૂળ છે. તેઓ પાણીની નીચેના ઓક્સિજન (anoxic) શોષી લે છે અને તેના મૂળિયાં બહાર આવે છે.  ચેરિયા પણ ઝડપ થી કાર્બનને શોષી લે છે. ઉષ્ણકટિબંધીય જંગલોના દરથી બેથી ચાર ગણું કાર્બન અલગ પાડે છે અને ઉષ્ણકટિબંધીય વનો કરતાં ત્રણ કરતા પાંચ ગણું વધારે કાર્બન સ્ટોર પણ કરે છે.  ભારતના 10 રાજ્યોના ચેરિયા કેટલા કિમી વિસ્તારો માં ફેલાયેલા છે તે જોઈએ. (આંકડા 2015 ની ગણતરી મુજબ)

1 West Bengal 2,097

2 Gujarat 1,103

3 Andaman And Nicobar Islands 604

4 Andhra Pradesh 352

5 Odisha 213

6 Maharashtra 186

7 Tamil Nadu 39

8 Goa 22

9 Kerala 6

10 Karnataka 3

એશિયામાં ભારત અને બાંગ્લાદેશ માં આવેલા સુંદરવન એશિયાનું સૌથી મોટું ચેરિયાનું જંગલ છે. જો કે, સુંદરબન જેનો બંગાળીમાં અર્થ ‘સુંદર જંગલો’ થાય છે, તે અસંખ્ય વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ સુધી મર્યાદિત નથી. ભારત અને બાંગ્લાદેશ બે દેશોમાં લગભગ 4.5 મિલિયન લોકો છે જેઓ તેમના જીવન ટકાવી રાખવા માટે આ ભરતીવાળા જંગલ પર આધાર રાખે છે.  આ જૈવવિવિધતા વધારવતી 180 ઝાડ અને છોડની વિવધતા ધરાવતા સુંદરવનમાં Gangetic dolphin, estuarine crocodiles, river terrapins, hawksbill turtles, horseshoe crabs અને પુરા વિશ્વમાં જાણીતા  રોયલ બેંગોલ ટાઇગર વસવાટ કરે છે. હા , આ વાત કદાચ ઈર્ષા સાથે આશ્ચર્ય પમાડે એવી છે પણ આપણા પાડોશી પાકિસ્તાન ના કરાચીમાં જમીન સુધારણા પ્રોજેક્ટ્સે commercial અને શહેરી વિકાસ માટે મેન્ગ્રોવ જંગલો કાપવા માં આવ્યા પરંતુ, 22 જૂન 2013 ના રોજ, સિંધ જંગલ વિભાગ, સરકારી સિંધ વિભાગ, પાકિસ્તાની 300 સ્થાનિક દરિયાઇ સ્વયંસેવક ખેડૂતોની સહાય દ્વારા 847,250 ચેરિયાના રોપાઓ ખરા ચાન, થાતા, સિંધ જેવા વિસ્તાર માં 12 કલાકમાં વાવેતર કરીને  ગિનેસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો. દિવસમાં વાવેલા ઝાડ ની ગિનિસ વર્લ્ડ રેકોર્ડ વર્ગ હેઠળ આ દિવસમાં સૌથી વધુ સંખ્યામાં રોપાયેલી રોપાઓ છે.

બ્રાઝિલ આશરે 26,000 કિમી ચેરિયાના જંગલ ધરાવે છે જે વિશ્વના કુલમાં 15% અને સાથે Recife in Brazil, જે હુલામણા નામે “Manguetown” તરીકે ઓળખાય છે તે વિશ્વ માં સૌથી મોટું urban ચેરિયાનું જંગલ છે. એક ગર્વ લેવા જેવી વાત આપણા ગુજરાત ના ભાગે પણ આવે છે. ખરાઈ ઊંટ – The swimming camels of Kutch – ઊંટ ની એક જાત જે હવે આશરે ફક્ત 3000 જેટલા બચ્યા છે અને જે બધા કચ્છ ના આસપાસ ના વિસ્તારો માં જોવા મળે છે. અને ખરાઈ ઊંટ ચેરિયા ના જંગલ માં રહે છે અને દરિયા કિનારે જ રહે છે, અને એનું દૂધ માં પણ સોલ્ટી ટેસ્ટ હોય છે. પરંતુ કચ્છ માં વધતા પોર્ટ, મીઠા ના ઉદ્યોગ જેવા ઔદ્યોગિકરણ ને કારણે ચેરિયા જંગલો ખુબ મોટા પાયે કાપવા માં આવે છે.

હાલમાં જ દીનદયાલ પોર્ટ(કંડલા પોર્ટ) ની જમીન પર ગેરકાયદેસર મીઠાના અગર બનાવવા માટે હજારો એકરમાં ચેરિયા કાપવામાં આવ્યા, જેને પગલે અનેક કરચલા, માછલીઓ મૃત્યુ પામી. ત્યાં આસપાસ રહેતા 200 જેટલા ખરાઈ ઊંટ પર જ નિર્ભર પરિવારો સ્થળાંતર થવાની ફરજ પડી. કચ્છની પર્યાવરણ સંસ્થાઓ, અને માલધારી સંગઠન ધ્વરા ગ્રીન ટ્રીબ્યુનલ કોર્ટ દિલ્લીના દરવાજે જવા ની ફરજ પડી અને ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારાગુજરાત સરકાર, કચ્છ કલેક્ટર, ફોરેસ્ટ વિભાગ અને દીનદયાલ પોર્ટને કારણ દર્શક નોટિસ આપવામાં આવી છે. એક બાજુ હજારો ડોલરની ગ્રાન્ટ વર્લ્ડ બેન્ક દ્વારા ભારત સરકાર અને ગુજરાત સરકારને ચેરિયા ના સંરક્ષણ માટે આપવા માં આવે છે તો  બીજી તરફ સરકારી અમલદારો ના સગા-વગા દ્વારાજ જમીન પર ગેરકાયદેસર પગ પેસારો કરવા માં આવે છે.

આપણે યાદ રાખવું જોઈએ કે ભારતની પાંચમા ભાગની વસ્તી દરિયાકિનારે રહે છે અને મુંબઈ, ચેન્નાઇ, પુડુચેરી, તિરુવનંતપુરમ અને કોચી સહિત 20 મોટા શહેરો છે, જે દરિયાઇ કાંઠે છે. આ વસતિ દરિયાકિનારે 10 કિલોમીટરની અંદર ક્લસ્ટર થાય છે. ખડતલ મેન્ગ્રોવ જંગલો આ વિસ્તારોને સુરક્ષિત કરી શકે છે, જે સમુદ્રી ના ઉંચા આવતા સ્તર અને આબોહવા પરિવર્તનને લીધે થનારી વધુ તીવ્ર અને વારંવારના હવામાનની ઘટનાઓ થી બચાવવા માટે ચેરિયા ખુબ જરૂરી છે એ ભૂલવું ન જોઈએ. ચેરિયા માછલી અને શેલફિશ, યાયાવર પક્ષીઓ અને દરિયાઈ કાચબા માટે શ્રેષ્ઠ સંવર્ધન આવાસ પૂરાં પાડે છે . જર્નલ ઓફ સી રિસર્ચ દાવાઓમાં 2008 ના એક પેપરમાં સીધા અથવા પરોક્ષ રીતે, ચેરિયા જંગલો પર અંદાજે 80% માછીમારો માછલી આધાર રાખે છે તેમ સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે. ભારતે પોતાના 40% થી વધારે ચેરિયાના જંગલો ગુમાવ્યા છે. આ જંગલો આપણો ભૂતકાળ, વર્તમાનકાળની સાથે ભવિષ્ય પણ છે. આપણે પાણી અને વીજળી બચાવવા માટે પ્રયત્નશીલ છીએ એટલા જ જંગલો બચાવવા માટે જાગૃત થવું ખુબ જરૂરી થઇ ગયું છે. જંગલો વગર ઓક્સિજન ક્યાંથી લાવીશું? એટલા માટે આપણી ભવિષ્યની પેઢી સારું જીવન આપવા માટે જંગલો બચાવવા માટે કઈક સારું અને સુરક્ષિત કરીયે.

eછાપું

તમને ગમશે: વિરાટના આક્રમક સ્વભાવને રવિ જ સંભાળી શકશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here