Avengers: Infinity War ની આખી સ્ક્રિપ્ટ માત્ર આ જ અદાકારે વાંચી છે

0
350
Photo Courtesy: Universal Communications

Marvel’s સ્ટુડિયોએ માત્ર દસ વર્ષનાં ઓછા સમયમાં જે ચાહના મેળવી છે એ પ્રસંશાને પાત્ર છે. દસ વર્ષમાં અઢાર ફિલ્મો Marvel’s ના બેનર હેઠળ પ્રોડ્યૂસ કરવામાં આવી છે. આ બેનર હેઠળ બની ચૂકેલી તમામ ફિલ્મો સુપરહિટ રહી અને આવનારી ફિલ્મ, Avengers : Infinity War ની જે પ્રમાણે આતુરતાથી રાહ જોવાઈ રહી છે, તે જોતાં આ ફિલ્મ Marvel’s ની શ્રેષ્ઠ ફિલ્મોમાંથી એક હશે તેની પ્રતીતિ થાય છે.

Photo Courtesy: Universal Communications

Avengers : Infinity War નું ટ્રેલર આવ્યા બાદ લોકોમાં આતુરતા અને ઇંતેજારી જોવા મળી રહી છે. આમ તો Marvel’s સ્ટુડિયો તરફથી , પોતાની સિરીઝ Avengers માટે ઘણી મહેનત કરવામાં આવી છે. Avengers સિરીઝના આ ત્રીજા ભાગ માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Avengers : Infinity War કદાચ Marvel’s ની સૌથી મોટી ફિલ્મ છે એવું માનવામાં આવે છે. અને કદાચ એટલે જ Marvel’s એ પોતાની આ ક્રિએટિવ ફિલ્મના બધાં જ પાસા ખૂબ જ સીક્રેટ રાખ્યાં છે. તેઓ સેટ પર જે પણ કામ કરતા હતા, તે બધું સીક્રેટ રાખવામાં આવતું. જેટલું તેમાંથી કહેવા અને બતાવવા લાયક હતું તેટલું જ તેમણે આપણને જણાવ્યું.

તમને ગમશે: વર્ષો બાદ ગુજરાતમાં ફરી સંભળાશે ‘વાઘ આવ્યો રે વાઘ’

આ ખાનગીપણું ફક્ત પબ્લિક માટે જ નહીં પણ ફિલ્મમાં કામ કરી રહેલા સ્ટાર્સ માટે પણ હતું. ફિલ્મમાં કામ કરતા કોઈ પણ કલાકારને આ ફિલ્મની આખી સ્ક્રિપ્ટ વાંચવાની મંજૂરી આપવામાં નહોતી આવી. એવું કહેવામાં આવે છે કે આ ફિલ્મના ડિરેકટર Russo Brothers, ફિલ્મના કલાકારોને જે તે સમયે સ્ક્રિપ્ટનું એક જ પેજ હાથમાં આપતા. આ પદ્ધતિથી તેમને ફિલ્મ વિશેની માહિતી ખાનગી રાખવામાં સરળતા રહી. કહેવાય છે કે Marvel’s Studio ની ઇચ્છા મુજબ આ પદ્ધતિને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.

તેમ છતાં, એક કલાકાર, કે જેણે બધાં જ અવરોધોને પાર કરી Avengers : Infinity War ની આખી સ્ક્રિપ્ટ મેળવવામાં સફળતા મેળવી હતી અને તે કલાકાર છે, Doctor Stephen Strange તરીકે Marvel’s ની Dr. Strange ફિલ્મમાં કામ કરી ચૂકેલા સ્ટાર Benedict Cumberbatch. આ સ્ટાર ફિલ્મના ડિરેકટર Russo Brothers પછી કદાચ અત્યારે આ પ્લેનેટ પર એક જ એવી વ્યક્તિ છે જેને ખબર છે કે આ ફિલ્મમાં ખરેખર શું થયું છે.

તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં આ 41 વર્ષીય બ્રિટિશ એક્ટરએ જણાવ્યું હતું કે “મને સ્ક્રિપ્ટ વાંચવાની મંજૂરી નહોતી, પણ મેં એ વાંચી લીધી. આ એક ખૂબ મજાની સ્ટોરી છે. વાંચ્યા પછી મને એક જ વિચાર આવ્યો છે કે આનો કોઈ અંત નથી. એકવાર શરૂ થયા પછી તે કોઈના માટે રોકાશે નહીં.”

Doctor Stephen Strange એ  જણાવ્યું હતું કે તેના હૃદય પર ચિત્રિત થતાં ચિત્રો મુજબ આ ફિલ્મ ‘નિર્વિવાદપણે નિષ્ઠુર’ છે.” ક્યારેક ભયાનક, ક્યારેક તેજસ્વી તો અમુક વખતે રમુજી, અમુક સમયે ખૂબ જ આગળ વધતી , અવિરત એક્શન ધરાવતી ફિલ્મ છે “, તેમ તેમણે સમજાવ્યું.

વધુ વિગત આપતાં Benedict Cumberbatch એ જણાવ્યું કે “આ ફિલ્મમાં એવું લાગે છે કે બધાં જ સતત એક સંકટમાં છે અને પોતાને સાંભળવામાં વ્યસ્ત છે. અને આવી સ્ક્રિપ્ટ વાંચીને જીવ ઊંચો થઈ જ જાય. આપણને એમ લાગે કે આપણને કોઈએ એવી જગ્યાએ મુકી દીધા છે જ્યાં બધું જ એટલું ઝડપી અને અવ્યવસ્થિત છે. એક પછી એક ઘટનાઓ બનતી રહે છે. આ ફિલ્મમાં ઘણા બધા પાસા બતાવવામાં આવ્યા છે. પણ મારા મતે આમાંથી મુખ્ય પાસું ફિલ્મમાં દર્શાવવામાં આવેલી અવિરત ઘટનાઓ અને ક્રિયાઓ છે.”

Dr. Strange એ ઇન્ટરવ્યૂ દરમિયાન ખુબ ધ્યાન રાખ્યું કે તે ફિલ્મ સાથે સંકળાયેલી કોઈ પણ અગત્યની અને અંગત બાબત જણાવી દે નહીં. પણ, કોઈ એક પાત્ર (કે પછી વધારે) ના મૃત્યુના સમાચાર ચોક્કસ દર્શકોનાં હૃદય પર હુમલો કરવાના છે.

22 હીરો, 6 infinity gems, 1 પાગલ કદાવર રાક્ષસ સાથેની આ એક અભૂતપૂર્વ સિનેમેટિક ઈવેન્ટ છે, જેનાં પાયામાં 10 વર્ષ અને 18 ફિલ્મ્સ છે.ફરી એકવાર જણાવી દઈએ કે Avengers : Infinity War 27 મી એપ્રિલ, 2018 એ હિન્દી, અંગ્રેજી, તમિળ અને તેલુગુ ભાષામાં રિલીઝ થવા જઈ રહી છે ત્યારે આ લ્હાવો ચૂકતા નહીં.

અસ્તુ!!

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here