અલ્યા આ SWIGGY ને Free Home Delivery કરવી કેમની પોસાતી હશે?

1
478
Photo Courtesy: newspatrolling.com

છેલ્લા કેટલાક સમયથી તમે સતત Zomato અને SWIGGY ની જાહેરાતો જોઈ જ રહ્યા હશો. આ બંને કંપનીઓ છેલ્લા ઘણા સમયથી Food Delivery અને Restaurant Business માં અવ્વલ છે. તમારે શું ખાવું છે એટલું સર્ચ કરો એટલામાં તો આ લોકો તમારી Screen પર એ Dish ની બધી જ માહિતી અને Review એ પણ Photograph સાથે હાજર કરી દે છે. હવે સવાલ એ થાય કે Zomato તો હવે minimum order value રાખે છે પણ SWIGGY તો હજુ ય Free ડિલિવરી જ કરે છે તો એ લોકો ને આ કઈ રીતે પોસાતું હશે ? આજે આપણે અહીંયા એ જ Business Model ની વાત કરશું અને એમની Secrets Leak કરી દેવાના છીએ.

Photo Courtesy: newspatrolling.com

SWIGGY ની શરૂઆત

વર્ષ ૨૦૧૪ માં ભારતના IT HUB ગણાતા Bangalore માં ત્રણ ધૂની યુવાઓએ SWIGGY ની શરૂઆત કરી હતી. શરૂઆત કરવા સમયે અને આજે પણ ઉદ્દેશ્ય હજુ પણ એક જ છે કે દેશના Urban Foodie ને આંગળી ના ટેરવે મનભાવતી Dish મળી જાય અને એ પણ કોઈ જ વધારાના Delivery Charges વગર. હવે મુદ્દો એ છે કે કોઈ પણ Customer પાસે થી કોઈ પણ Charge ના લે તો પણ SWIGGY ને ધંધો કરવો કઈ રીતે પોસાય, આટઆટલા Delivery Boy ને કંપની કઈ રીતે પગાર ચૂકવતી હશે ? એ બધી જ વાતો ના જવાબ નીચે તમને મળવાના છે.

સહુ થી પહેલા ધારી લો કે તમે કોઈ એક Hotel Restaurant ના માલિક છો, હવે સ્વાભાવિક રીતે તમે ઇચ્છશો કે Social Media હોય કે અન્ય કોઈ રીતે તમારા ધંધાનું Promotion થાય અને વધુને વધુ લોકો તમારા ગ્રાહક બને. આપણે સહુ જાણીયે છીએ કે મુકેશ ભાઈ એ Free 4G Internet આપી અને આપણને સહુને Internet ઘેલા બનાવ્યા છે. હવે લોકો Food પણ Online Order કરતા થઇ ગયા છીએ. એક વેપારી રીકે સ્વાભાવિક તમે પણ તમારા Business ને Online લઇ જવા ઇચ્છશો. જો તમે તમારી પોતાની Website અથવા Application બનાવશો એટલે સ્વાભાવિક રીતે 50000 રૂપિયા જેટલો ખર્ચ ત્યાં થશે, Website કે Application બની જાય એટલે ત્યાં અટકી નહીં જવાય અને Food Delivery માટે સ્વાભાવિક રીતે એક છોકરો રાખવો પડશે અને એને વાહન પણ અપાવવું પડશે અથવા એના વાહનનો ખર્ચ આપ ઉઠાવશો. આ સિવાય આ કોઈ One Time Investment તો છે નહીં એટલે સમય ની જરૂરિયાત મુજબ અહીંયા સ્વાભાવિક ખર્ચ વધવાનો જ છે. એક જ સમયે 2 કરતા વધુ order આવ્યા અને તમારી પાસે એક જ માણસ છે તો સ્વાભાવિક રીતે કોઈ એક Order માટે તમારે ના કહેવી પડશે અથવા તો સમયસર નહિ પહોંચી શકો એટલે કંપનીની છાપ ખરાબ થશે. એક અંદાજ મુજબ વર્ષે ૨ લાખ રૂપિયા જેટલો ખર્ચ આ સમગ્ર પ્રક્રિયામાં થશે અને એ પછી પણ ધંધો વધશે જ એની કોઈ ખાતરી તો નથી જ. આ સમયે SWIGGY Action માં આવે છે અને Hotel – Restaurant માલિકો માટે આશીર્વાદનું કામ કરે છે.

SWIGGY in Action

SWIGGY તમારા Hotel – Restaurant સાથે Tie Up કરશે અને તમારા માટે Delivery Boy ને નોકરી પર રાખશે. SWIGGY પોતાની Website અને Application પર તમને જોડશે અને SWIGGYના Users ને તમારા Restaurant ના Menu અને Reviews ની માહિતી આપશે અને જે લોકો કોઈ order આપશે એમને ત્યાં તમારું ફૂડ પહોંચાડી દેશે. આ માટે SWIGGY તમને 10 થી 20 ટકા જેટલો Service Charge લગાડશે. SWIGGYથી તમને મળેલા તમામ Order પર મહિના ના અંતે SWIGGY એમનો Charge લગાવી અને હિસાબ ચૂકતે કરી દેશે. જેટલા પણ Delivery Boy છે એમનો પગાર તથા અન્ય ખર્ચ SWIGGY ચુકવશે અને હા તમને કોઈ એક કે બે Delivery Boy હંમેશા માટે નહીં મળે. દરેક order પર અલગ અલગ Delivery Boy આવશે, Order Collect કરશે અને Delivery કરી આપશે. Cash On Delivery હશે તો SWIGGY પોતાનું કમિશન કાપી અને Payment Hotel – Restaurant Owner ને આપી દેશે. એક રીતે જોવા જાઓ તો ક્યાં ૨ લાખના Investment પછી પણ જવાબદારીનું પોટલું લઇને ફરવાનું અને ક્યાં આ બેફિકર અને બિન્દાસ ધંધો. જે ધંધો થાય એમાં થી જ SWIGGY ને પૈસા ચૂકવવાના. આ તો થયો Income નો માત્ર એક Source હવે આવડી મોટી કંપની માત્ર એક જ Source પર થોડી ચાલશે ? એમનો બીજો Source છે PAID Promotion.

તમને ગમશે: હોલીવુડ ફિલ્મોમાં અદાકારોની પસંદગીમાં વિવિધતા કેમ નથી?

Paid Promotion

SWIGGY ની Website અથવા Application પર જેવા આવશો અને કશું Search કરશો ને એટલે તરત જ TOP માં તમને Promoted ના banner સાથે પણ Hotel — Restaurant જોવા મળશે. હવે આ છે Income નો બીજો Source. તમારા Hotel – Restaurant ની જાહેરાત પણ SWIGGY કરે અને users ને એ બાજુ આકર્ષવા પૂરતા પ્રયાસ કરે અને હા તમારી પાસે થી પણ આ જાહેરાતના પૈસા વસુલ કરે. આ તો થયો બીજો Source અને હવે ત્રીજો અને અત્યંત મહત્વ નો Source જે અત્યારે તો SWIGGY નથી વાપરતું પણ Zomato એ એ બાજુ પણ હાથ મારી લીધો છે.

Minimum Order Value

અહીંયા હવે તમારા ઓછામાં ઓછા અમુક રૂપિયાનો ઓર્ડર તો આપવો જ પડશે અને તો જ જે તે કંપની તમને Free માં Food Delivery કરી આપશે. જો Minimum Order Value કરતા ઓછું Bill હશે તો Customer પાસેથી Company Delivery Charge વસૂલશે અને Hotel કે Restaurant owner ને એમાંથી એક પૈસો પણ નહીં આપવામાં આવે. આ સિવાય Zomato દ્વારા હવે Gold મેમ્બરશિપ પણ શરુ કરવામાં આવી છે જેમાં અમુક રકમ ભર્યા બાદ તમને Free Delivery ની સાથે સાથે Free Dessert અથવા અન્ય કોઈ Free Service આપવામાં આવે છે.

એક બાજુ જુઓ તો મારા અને તમારા જેવા ખાવાના શોખીનો માટે તો Zomato હોય કે SWIGGY એક આશીર્વાદ સમાન જ છે પણ વેપારીઓ માટે પણ તેઓ હકીકતે આશીર્વાદ સમાન બનીને આવ્યા છે. એક આંકડા મુજબ ૨૦૧૫ ના વર્ષમાં SWIGGY એ ૧ રૂપિયો કમાવવા માટે ૧.૩૫ રૂપિયાનો ખર્ચ કર્યો હતો એટલે એક જોતા ચોક્કસપણે નુકશાન માં ચાલતા હતા જોકે સમય બદલાતા તેમને નવા Investors મળ્યા, Services આપતા શહેરો પણ વધાર્યા અને અંતે અત્યારે તેઓ 235 મિલિયનનું રેવન્યુ જનરેટ કરી ચુક્યા છે જયારે 255 મિલિયન જેટલું Funding પણ મેળવી ચુક્યા છે અને અત્યારે 2300 કરતા પણ વધુ લોકો SWIGGY સાથે જોડાઈ અને પોતાનું ગુજરાન ચલાવે છે.

આ હતું SWIGGY નું Business Model અને તેઓએ હકીકતે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું Digital India નું  સપનું ધીમે ધીમે સાકાર કરી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે.

eછાપું

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here