ઉનાળામાં ગરમ થયેલા આત્માને તૃપ્ત કરીને ઠંડક આપતા આઈસ્ક્રીમ

0
404
Photo Courtesy: quericavida.com

ગરમીએ હવે એનો પગદંડો બરાબરનો જમાવી દીધો છે અને સાથે સાથે વેકેશનની સીઝન પણ આવી ગઈ છે એટલે ફેમીલી આઉટીંગ, ફ્રેન્ડસ નાઇટ-આઉટ વગેરે વગેરેનું પ્રમાણ પણ વધ્યું. પરિણામે બરફગોળા, શેરડીનો રસ, આઈસ્ક્રીમ વગેરેનું કન્ઝમ્પશન પણ વધ્યું.

સોશિયલ મીડિયામાં નજીકના ભૂતકાળમાં થયેલા ગાંઠીયા-ફાફડા અને હાલમાં થયેલા બરફગોળા વિવાદને પગલે આજે એક અલગ ચર્ચા અહી માંડીએ, એ છે આઈસ્ક્રીમના કન્ઝમ્પશનની.

Photo Courtesy: quericavida.com

થોડાક સમય પહેલા થયેલા એક સર્વે પ્રમાણે, ભારત એ આઈસ્ક્રીમના કન્ઝમ્પશનમાં દુનિયામાં ચોથું સ્થાન ધરાવે છે (અમેરિકા, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા પછી). ભારતભરમાં થતા આઈસ્ક્રીમના કુલ વપરાશના 30% વપરાશ ગુજરાત અને દિલ્હીમાં થાય છે, અને એમાંનો 35% આઈસ્ક્રીમનો વપરાશ ખાલી અમદાવાદમાં થાય છે, જે ભારતના અર્બન કન્ઝમ્પ્શનમાં સૌથી વધુ છે!

અમદાવાદીઓની આ ઘેલછા પાછળનું કારણ એ છે કે અહી અલગ અલગ જાતના, અલગ અલગ કવોલીટીના, અવનવી ફ્લેવર્સનાં અનેક વિકલ્પ અવેલેબલ છે. અહી હજુ આજે પણ અસલ દેશી પદ્ધતિથી બનાવેલો સંચાનો આઈસ્ક્રીમ પણ એટલા જ પ્રેમથી ખવાય છે જેટલા પ્રેમથી જીલેટો કે ફ્રોઝન ડેઝર્ટ ખવાય છે. અહી વેનીલા, બી.પી.કે. અને કાજુદ્રાક્ષ જેવી જાણીતી ફ્લેવર જેટલો જ ઉપાડ હેવમોરના ગુલાબજાંબુ કે શંકર્સના ચીઝકેક આઈસ્ક્રીમનો છે. તાઈવાનમાં હજી હમણાં ચીલી ફલેવરનો આઈસ્ક્રીમ આવ્યો છે, જ્યારે અમદાવાદમાં આદુ-મરચાનો લગભગ બે-અઢી દાયકાથી મળે છે. હમણાં હમણાં નાઈટ્રોજન આઈસ્ક્રીમની જેમજ તવા આઈસ્ક્રીમ પણ અહી એટલા જ પ્રખ્યાત થાય છે અને કુલ્ફી તો હંમેશાથી લોકપ્રિય રહી છે.

વાડીલાલ અને હેવમોર જેવી અમદાવાદમાં નાના પાયે શરૂ થયેલી આઈસ્ક્રીમ બ્રાન્ડ્સ આજે મલ્ટી-મિલિયન બ્રાન્ડ્સ બની ગઈ છે. તો એની સામે પટેલ કે જયસિંહ કે પછી ઘરગથ્થું શરૂ થયેલી આઈસ્ક્રીમ બ્રાન્ડ ક્વોલિટી કે જે દેરાણી-જેઠાણીના નામે જાણીતી છે (જેની શરૂઆત પાછળની વાર્તા પણ તેમના આઈસ્ક્રીમ જેટલી જ દિલચસ્પ છે, પણ તે ક્યારેક ફરી)  તે પણ એટલી જ લોકપ્રિય છે અને અન્ય રાજ્યમાંથી આવતા પોતાના મહેમાનોને અહી આઈસ્ક્રીમ ખવડાવવાનું એક એવરેજ અમદાવાદી ચૂકતો નથી.

તો આ ઉનાળામાં let’s celebrate this ultimate craze of city! ચીઝ અને મેયોનીઝ તો આવે-જાય, આઈસ્ક્રીમ હંમેશા આ શહેરની પહેલી પસંદ રહેશે!

 

પોમોગ્રેનેટ નો-ચર્ન આઈસ્ક્રીમ

સામગ્રી:

3 દાડમ

1 લીંબુનો રસ

1 ½ કપ આઇસિંગ સુગર

2 કપ હેવી ક્રીમ

રીત:

  1. બે દાડમનો રસ કાઢી, તેમાં લીંબુનો રસ ભેળવી, તેને બરાબર ગાળી લો.
  2. તેમાં આઇસિંગ સુગર ઉમેરી તે ઓગળે ત્યાંસુધી બરાબર ભેળવો.
  3. બીજા એક બાઉલમાં હેવી ક્રીમ લઇ, તેને સોફ્ટ પીક થાય ત્યાંસુધી ફેંટી લો.
  4. તેમાં દાડમ-લીંબુનો રસનું મિશ્રણ, આછા ગુલાબી રંગ પકડાય ત્યાંસુધી, ધીરે ધીરે ઉમેરો.
  5. મિશ્રણને એક એર-ટાઈટ કન્ટેનરમાં ભરી લગભગ 4 કલાક માટે ફ્રીજમાં સેટ થવા દો.
  6. સર્વ કરતા પહેલા દાડમના દાણાથી સજાવીને પીરસો.

 

ડેઅરી-ફ્રી મેંગો આઈસ્ક્રીમ

સામગ્રી:

1 કપ કેરીના ટુકડા, ફ્રોઝન

2 કેળા, છોલી ને ફ્રીઝ કરેલા

સજાવટ માટે ડાર્ક ચોકલેટ

 

રીત:

  1. કેળા અને કેરીના ટુકડાને બ્લેન્ડરમાં એકરસ થાય ત્યાંસુધી ફેરવી દો.
  2. ડાર્ક ચોકલેટ થી સજાવી, તરત જ પીરસો

 

મેંગો પરફે

સામગ્રી:

1 કપ વેનીલા આઈસ્ક્રીમ, ફેંટીને સ્મૂધ કરેલો

2 ટેસ્પૂન બદામનો ભૂકો

1 કેરી, પ્યુરી કરેલી
થોડા ડ્રાયફ્રૂટ, બારીક કાપેલા
રીત:

  1. કાચના એક ગ્લાસમાં નીચે આઇસક્રીમ ભરો, લગભગ ૨-૩ ટેસ્પૂન જેટલો
  2. તેના પર લગભગ અડધા જેટલી કેરીની પ્યુરી ભરો.
  3. તેના પર ડ્રાયફ્રુટ ગોઠવો.
  4. ફરીથી આ જ પ્રમાણે લેયર બનાવો.
  5. લગભગ 1 કલાક માટે ઠંડુ કરી, સર્વ કરો.

eછાપું 

તમને ગમશે: સ્ત્રીઓના એ 15 લક્ષણ જેનાથી પુરુષો આકર્ષિત થાય છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here