Veere Di Wedding – ઓપન કલ્ચરને નામે સંસ્કારોનું વસ્ત્રાહરણ

2
539
Photo Courtesy: indianexpress.com

ગઈ કાલે, એટલે કે 25 મી એપ્રિલ, 2018 એ  રીલીઝ થયેલું Veere Di Wedding નું ટ્રેલર “મિલિયન્સ ઓફ વ્યૂઅર્સ” એ જોયું હશે. એમાંની એક હું પણ. મૂવી બોલીવુડનું હોય કે હોલીવૂડનું, પહેલાં દિવસે જો ન જોવાય તો અન્ય દિવસોમાં પણ સમય કાઢીને જોવાનું એટલે જોવાનું જ. પણ ગઈ કાલે જેવું VDW (Veere Di Wedding નું શોર્ટ ફોર્મ) નું ટ્રેલર જોયું, હું આ વિશે લેખ લખવા પ્રેરાઈ જ ગઈ.

Photo Courtesy: indianexpress.com

Veere Di Wedding ફિલ્મની ખાસિયતો જોઈએ તો, એક તો આ ફિલ્મ “અનિલ કપૂર પ્રોડક્શન” ની. બીજું એ કે આ ફિલ્મ એકતા કપૂર જેવા માંધાતાઓએ પ્રોડ્યૂસ કરેલી છે, અને ત્રીજું અને સૌથી વધુ ફોકસ જેમની ઉપર છે, તેવી આપણી લોકલાડીલી કપૂર અભિનેત્રીઓ, સોનમ અને કરીના. (હું સ્વરા ભાસ્કર અને શિખા તલસાણીયા વિશે વાત આ લેખમાં નથી કરવા માંગતી.) બાકી સ્ટોરી, સ્ક્રીનપ્લે એ તો બધું આખી ફિલ્મ જોઈએ ત્યારે જ ખબર પડે. પણ , ટ્રેલર જોયા પછી મને નથી લાગતું કે મારું એ સ્વપ્ન વાસ્તવિકતા સુધી પહોંચવાનું છે.

Veere Di Wedding નું ટ્રેલર જો તમે ધ્યાનથી, “જોયું” અને “સાંભળ્યું” હશે તો તમને એમાં એક મોર્ડન પ્લોટ, ચાર બહેનપણીઓ, જેમાં એકનાં લગ્ન થઈ ગયા છે, એકનાં ડાઇવોર્સ થવાનાં છે, એકનાં લગ્ન થવાના છે અને એક……ખબર નથી શું કરશે, તેવું સમજાય. વળી તેમાં મોર્ડન કપડાં, મોર્ડન વિચારસરણી ધરાવતી છોકરીઓ, તેમનાં સલાહ સૂચન કરતાં પેરેંટ્સ, એક લગ્ન વિશે ચર્ચા, અને સૌથી મહત્વની વાત, “વાતવાતમાં બોલાતી ગાળો”, આ બધું સમજાયું હશે.

મેં પણ એક્દમ “શું હશે મૂવી થીમ” ની તાલાવેલીમાં Veere Di Wedding નું ટ્રેલર જોયું. પહેલાં તો, સામાન્ય વ્યક્તિની જેમ ઘરમાં બધાં વચ્ચે મોબાઇલ લઈને બેઠી હતી. એટલે ખ્યાલ નહોતો આવ્યો કે આ ટ્રેલર હું સાંભળીશ ત્યારે આજુબાજુ જોઈ લેવું જોઈતું હતું. મોબાઇલનો ફુલ વોલ્યૂમ. શરૂ થયું ટ્રેલર. અનિલ કપૂર પ્રોડક્શન, બાલાજી મોશન પિક્ચર્સ પ્રસ્તુત, Veere Di Wedding. મનમાં થયું, “વાહ”. પછી પહેલાં જ સીનમાં મને વાંધો પડયો. કરીનાના ડાયલૉગ પ્રમાણે તે સ્વરાને પૂછે છે કે “What!! You slept with him?” એટલે સોનમ કુમારી, જાણે ભલી ભોળી છોકરીની એક્ટિંગ કરતી હોય, એમ કહે છે કે “મને ખબર છે, એ 12th પાસ પણ નથી”. અને પછી આવે છે, શિખાનો શોકિંગ ડાયલૉગ. તેનાં ડાયલૉગનું અર્થઘટન કરીએ તો એવું થાય કે “કોઈની સાથે સુવા માટે ડીગ્રી પણ જોઈએ?” અને પછી ચારેય કન્યાઓ વચ્ચે હાસ્યનું મોજું ફરી વળ્યું…. અને મારા કાનમાં હેડફોન્સ આવી ગ્યાં.

બસ, આટલાથી નહોતી ધરાઈ, એટલે મેં આ ટ્રેલર જોવાનું ચાલુ રાખ્યું. અને પછી શરૂ થયો “ગાળાગાળીનો સિલસિલો”. “I haven’t had sex in a year”, “ફીર તેરે લિયે રાજમા ચાવલ કૌન બનાયેગા, you, NRI C***!!”, “કીતના ભી પઢલો, ગ્રજૂએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન, પર જબ તક યે B******* મંગળસૂત્ર ગલે મેં નહીં પડતા, તબ તક લાઇફ કમ્પલીટ નહીં હોતી”. ઇંતેજારીનો અંત આવી ગયો હતો. આખા મૂવીનો કોન્સેપ્ટ સમજાઈ ગયો હતો. કરીનાને મોઢેથી “F***” જેવી ભાષા જરાય શોભતી નહોતી. આ ફિલ્મનાં ક્રિએટિવ ડાઇરેક્ટર લગ્ન નક્કી થયા પછીના સંજોગો ભલે બતાવવા માંગતા હોય,  પણ એમાં ગાળો જ બોલવી જરૂરી છે?

માનો કે કોઈ છોકરીને લગ્ન નથી કરવા, બહેનપણીઓ સાથે ફરવું છે, બાળકોની જવાબદારી નથી લેવી, ભણેલો છોકરો જોઈએ, વિગેરે વિગેરે સપના અને ઇચ્છા હોય, પણ એમાં 70 mm સ્ક્રીન પર આવીને ગાળો શું કામ બોલવાની? શું આપણે એટલાં મોર્ડન છીએ કે ગાળો બોલીએ તો જ સોસાયટી આપણને સ્વીકારે?

એક સીનમાં તો સોનમ કપૂર બળજબરીથી કોઈની પાસે જતી બતાવવામાં આવી છે. એ છોકરો તેને કદાચ ભાવ નહીં આપતો હોય એટલે પછીના ડાયલૉગ આ પ્રમાણે લખવામાં આવ્યા છે કે, ” જા અપની મમ્મી કે પાસ!! બલ્કે મમ્મી સે હિ શાદી કરલે. B***** મધર લવર!!!” સિરિયસલી?????? “મધર લવર”?????

ફાઇનલી એક અત્યંત ખરાબ ડાયલૉગ સાથે જ્યારે આ ટ્રેલર પૂરું થયું ત્યારે આવા કાંઈક વિચારોનું વમળ ચડયું મારા મગજમાં. આ એ જ અભિનેત્રીઓ છે જેમણે આસિફાને ન્યાય અપાવવા માટે” હું શરમ અનુભવું છું! ” એવાં કાર્ડ બનાવ્યા હતાં? જો ખરેખર શરમ આવતી હતી અને આસિફાના રેપીસ્ટને સજા અપાવવી જ હતી તો એવો વિચાર કેમ ન આવ્યો કે “અમે આ ફિલ્મ આસિફાના રેપીસ્ટને સજા થશે પછી જ રિલીઝ કરશું?” હસવું આવતું હશે તમને કે આ શું અસંભવ વસ્તુઓ વિશે ચર્ચા કરવા તૈયાર થઈ?

છોકરીઓને ” ગમે તેવા” કરતાં “ગમ્મે તેવા” કપડાં પહેરવામાં વધારે રસ હોય છે. એમાં પણ ઓપન કલ્ચરને નામે ગાળો બોલવાની. લગ્ન કરવા કે ન કરવા, ડાઇવોર્સ લેવા કે નહીં, ક્વોલિફિકેશન કેવું અને કેટલું હોવું જોઈએ, રિવાજો અનુસરવા કે નહીં, તે બધું ભલે આપણે નક્કી કરીએ, પણ વાસ્તવિકતાથી જોજનો દૂર એવાં ફેન્ટાસી લેન્ડમાં રચતી કુંવરીઓ માટે જ્યારે લગ્ન પછીની વાસ્તવિકતા નજરે આવે છે ત્યારે તેઓ પોતાની સાથે જોડાયેલા તમામ લોકોને દોષી જાહેર કરે છે, પણ પોતાનામાં રહેલી ક્ષતિઓ સ્વીકારવાની ત્રેવડ તેમનામાં હોતી નથી.

છોકરીઓનાં દારુ કે સિગરેટ પીવાના સીન અત્યારે કૉમન ગણાય છે, પણ ગાળાગાળીનો વરસાદ વરસ્યો હોય તેવું ભાગ્યે જ જોવા મળે છે. આવા નીચલા લેવલના ડાયલૉગ લખનાર પણ મારી દ્રષ્ટિએ તેટલા જ ગુનેગાર છે. વાર્તાઓ લખવી, એક કળા છે. પણ વાર્તાના સંવાદ લખવા માટે એક સક્ષમ હૃદય અને મગજ જોઈએ. વલ્ગર દૃશ્યો અને સંવાદ લખીને પબ્લિસિટી મેળવવી, એ આપણું કલ્ચર નથી.

આ અભિનેત્રીઓ પોતે આર્ટને નામે ગાળો બોલે તેનો વાંધો નહીં પણ દર્શકોમાંથી કોઈ બે ચાર ગાળો આપે તો તરત યાદ કરાવશે, “તમારા ઘરમાં મમ્મી કે બહેન નથી?”

હું તો આ ફિલ્મનો બહિષ્કાર મારી સંસ્કૃતિ પ્રત્યેની લાગણી અને માન ખાતર કરીશ. તમારે શું કરવું, તે તમે નક્કી કરજો. બાકી તમારા બાળકોને તો ખાસ દૂર રાખજો. સેંસર સર્ટિફિકેટ જોયા વગર ફિલ્મ જોવા ન જવાય એવી નોંધ અવશ્ય લેજો. અને ટ્રેલર જુઓ તો તમારો અભિપ્રાય ચોક્કસ આપજો.

અસ્તુ!!

eછાપું

તમને ગમશે: ટ્રેનની વેઇટિંગ લીસ્ટની ટીકીટ ક્યારે કન્ફર્મ થશે તે જાણવું સરળ બનશે 

2 COMMENTS

  1. ‘પ્રાપ્તિ’બેન,

    હજુ ગઈકાલે જ લોન્ચ થયેલું ‘ટ્રેઇલર’ જોઈને તમે ‘સંસ્કૃતિ’ના નામે ‘સંસ્કારોનું વસ્ત્રાહરણ’ ટાઇટલ હેઠળ રિએક્શન આપો તો એ લોકોને કેટલું લાગી આવે ને?

    શું તમને નથી લાગતું કે એમની બા ખીજાશે?!!?!

    માત્ર ટ્રેઈલર જોઈને આખેઆખી ફિલ્મની પ્રિ-સમીક્ષા કરી તમે પણ અત્યારથી જ પ્રમોટ કરવાની પેરવીમાં જોડાઈ ચુક્યા. એ પણ ટોટલ ફ્રિ, સાવ મફ્ફત! અને એમને એ જ તો જોઈએ છે કે ‘સંસ્કૃતિવાળા જેવાં બીજાં ઘણાં પ્રાપ્તિબેનો’ ચર્ચાના ખર્ચામાં જાતે જ ઉતરે.

    એમનું કામ થઇ ગયું. તમને શેની પ્રાપ્તિ થઇ?- ચરમ સુખ્ખ કે ચર્મ સુખ? 🙂 😛

  2. લેખની વચ્ચોવચ્ચ ટ્રેનની જાણકારી આપવી જરૂરી હતી ?????

    Right click is not allow on this website.
    કેમ બીજા ટેબ માં ખોલે તો એમાં શું વાંધો ???
    વચારે આવી સંદર્ભ વગરની માહિતીઓ શા માટે ?????
    અમથો અમથો રસભંગ થાય

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here