જો હુકુમ મેરે આકા!! કહેશો એમ કરશે તમારા Smart Phoneનો Smart Assistant

0
859
Photo Courtesy: money.cnn.com

Push buttons થી શરુ કરીને Touch Screen અને હવે Smart Assistant, ટેક્નોલોજીએ આપણા જીવનને વધુને વધુ સરળ બનાવવાનો જાણેકે કોન્ટ્રેક્ટ લઇ લીધો હોય એવું તમને નથી લાગતું?

Photo Courtesy: money.cnn.com

1 July 1995 ના રોજ ભારતમાં મોબાઈલ ફોન નો પ્રવેશ થયો અને ત્યારથી Mobile Phone આપણું એક અભિન્ન અંગ બની ગયો છે. એક સમયે નોર્મલ ફોન અને નોર્મલ રિંગટોન થી અપગ્રેડ થઇ આપણે MP3 Ringtone અને Camera Phone વાપરતા થયા અને ધીમે ધીમે Smartphones આપણા માટે હવે એક આદત બની ગઈ છે. આ આદત એટલી હદે આગળ વધી ચુકી છે કે હવે દરેક નાનામાંનાનું કામ પણ આપણે આપણા Smartphone પાસે કરાવી લઇએ છીએ. અત્યાર સુધી આપણે દરેક Reminder કે Alarm કે Notes માટે જાતે જ મહેનત કરી અને એ બધું save કરતા હતા પણ હવે તો ત્યાં ય Technology તમારી મદદે ઉભી છે. Android હોય તો Google Assistant કે પછી Apple હોય તો SIRI અને Windows માટે Cortana તમારી મદદે ઉભા છે. આજે આપણે અહીંયા આ Smart Assistants વિષે જ વાતો કરવાના છીએ.

Apple SIRI

14 October 2011 ના રોજ Steve Jobs એ SIRI નામક Smart Assistant લોન્ચ કર્યું હતું અને એ સમયે એમનો ઉદ્દેશ્ય હતો કે વ્યક્તિ માત્રના અવાજ થી જ Phone નો વપરાશ થઇ શકે. જોકે શરૂઆતના સમયમાં Voice Accent ને લીધે SIRI ના ઉપયોગમાં ખુબ જ તકલીફ પડતી હતી, ખાસ કરીને ભારતીય ઉપભોક્તાઓને વધુ તકલીફ પડતી હતી પરંતુ સમય જતા Technology નો સદુપયોગ થયો અને હવે SIRI એટલું Smart થઇ ચૂક્યું છે કે ભારતીય ભાષા સમજી પણ શકે છે અને સાથે સાથે તમારા માટે OLA, UBER જેવી CAB પણ Book કરી આપે. તમારી Meetings Set કરી આપે અને ત્યાં સુધી કે તમારે Selfie લેવી હોય તો એ ય SIRI તમને કરી આપે બોલો. બસ તમારે ખાલી SIRI ને Hey SIRI આટલું જ કહેવાનું અને SIRI તમારી બધી જ મદદ કરી આપશે. By Default SIRI નો અવાજ એ એક મહિલા નો અવાજ છે પણ તમે ઈચ્છો તો Settings માં જઈને એ પણ બદલાવી શકો છો.

Google Assistant

Apple SIRI ને ટક્કર આપવા Google દ્વારા 18 May 2016 માં  તેનું ખુદનું Smart Assistant, Google Now Launch કરવામાં આવ્યું અને બસ એ જ ઘડીથી Android Users આનંદમાં આવી ગયા કારણકે હવે તેઓ પણ Apple Users સામે ઝીંક ઝીલી શકતા હતા. જે રીતે Hey SIRI કહેવા થી SIRI Activate થાય છે એ જ રીતે Ok Google બોલો અને તમારું Google Assistant તમારી મદદે આવીને ઉભું રહી જશે અથવા તો તમારા Phone માં પણ Google Assistant ની Application ઓપન કરી અને તમે Google Assistant ની મદદ લઈ શકો છો. Google ના Pixel Phones માં તો Phone ને સહેજ Tight પકડવાથી પણ Google Assistant Active થઇ જાય છે. SIRI જેટલું તો નહિ પણ મહદંશે Google Assistant પણ સ્માર્ટ છે અને તમારા માટે કોઈને ફોન કરવો અથવા તો Whatsapp Message અને Email કરવા માટે પણ Google Assistant તમારી મદદે આવી શકે છે. તમે કશે Car Park કરી છે અથવા તો કોઈ નો નંબર તમારે થોડી ક્ષણો માટે જ યાદ રાખવો છે તો તમે Google Assistant ને તમારા માટે યાદ રાખવા કહી શકો છો. આ સિવાય તમારે કશે બહાર જવું છે અને Maps નો સહારો લેવો છે તો તે માટે પણ Google Assistant ને કહી શકો છો. વિદેશમાં ફરવા જાઓ ત્યારે 1 USD એટલે ketla INR તો એના માટે પણ Google Assistant ની મદદ તમે લઈ શકો છો.

Amazon Alexa

Smart Assistant ની દુનિયામાં હવે Amazon પણ કૂદી ચૂક્યું છે અને Amazon Alexa દ્વારા તેઓ પણ હવે SIRI અને Google Assistant ને ટક્કર આપી રહ્યા છે. Amazon Alexa નો ઉપયોગ Amazon Echo નામના Wireless Smart Hub માં થાય છે. Alexa દ્વારા પણ તમે લગભગ એ બધું જ કરી શકો છો જે SIRI અને Google Assistant ની મદદ થી કરતા હતા. Alexa તમને Football અથવા Cricket Match નો Score કહી શકે છે, તમારું મનપસંદ Music વગાડી શકે છે અને તમે કહો તો તમારા માટે Amazon થી Shopping પણ કરી શકે છે, અલબત્ત Shopping નું બિલ તમારે જાતે જ ભરવું પડશે!!

 

આ સિવાય Windows Phones માટે Cortanaના નામે એક Smart Assistant  પણ છે અને અન્ય અઢળક Third Party Applications હાજર છે જેનો તમે Smart Assistant તરીકે ઉપયોગ કરી શકો છો. એક ખાસ વાત એ નોંધવી કે આ તમામ Smart Assistants તમે તેમને જે પૂછશો એ બધું જ Save કરશે અને જે તે Application Developer અથવા તો Particular Company સુધી આ બધો જ Data પહોંચશે એ નક્કી છે એટલે અત્યંત Private વસ્તુઓ કે બાબતો માટે આમની સહાય લેવી નહિ અને લો તો પછી Data Leak જેવા મામલે આપણે બહુ મગજ દોડાવવું નહિ.

Final Conclusion એવું થઇ શકે કે આ તમામ Smart Assistants ખરેખર ખુબ જ smart છે અને યોગ્ય સમયે જો એનો ઉપયોગ કરવામાં આવે તો તે ખરેખર ખુબ જ મહત્વના છે.

eછાપું 

તમને ગમશે: તમારા બાળકને હોમવર્ક કરવાની હકારાત્મક આદત કેવી રીતે પાડશો?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here