Mother’s Day Special: ગૃહિણીના કાર્યમાં ઓતપ્રોત મા નું આવું અપમાન?

1
317
Photo Courtesy: hindustantimes.com

બે-ત્રણ દિવસ પહેલા શ્રીદેવીની શ્રેષ્ડ ફિલ્મોમાંની એક અને ખુબ જ પસંદ આવેલી ફિલ્મ English-Vinglish જોઈ. ઘણા બધાએ આ ફિલ્મ જોઈ જ હશે તેમાં એક ગૃહિણીના જીવનને ખુબ જ સુંદર રીતે આલેખવામાં આવ્યું છે. એક ગૃહિણી કે જે એક મા,પત્ની, વહુ હોય છે. તેમાં ગૃહિણીના પાત્રને  શ્રીદેવીજીએ એકદમ જીવંત બનાવી દીધું હતું. તેમાં એક સામાન્ય ઘરની વહુ, પત્ની અને મા ની નાની-નાની ખુશીઓ, ઈચ્છાઓ અને અપેક્ષાઓને સુંદર રીતે ઝીલવામાં આવી છે.

Photo Courtesy: hindustantimes.com

આજે જયારે Mother’s Day આવી પહોંચ્યો છે ત્યારે આ ફિલ્મનો ઉલ્લેખ એટલા માટે કર્યો કે આ ફિલ્મમાં બે દ્રશ્યો છે પેલા દ્રશ્ય કે જેમાં દીકરીની સ્કૂલમાં પેરેન્ટ્સ મીટીંગ હોય છે અને તેના પિતા ન આવી શકતા તેની માતા એટલે કે ફિલ્મની શશીને લઈ જવી પડે છે. ત્યાં સ્કૂલમાં શશીની દીકરી કે જે engish mediam માં અભ્યાસ કરે છે તેને પોતાની english બોલી ન શકતી અને ગૃહિણીના જીવનને આત્મસાત કરી ચૂકેલી પોતાની માને સ્કૂલમા લઈ જવામાં શરમ અનુભવે છે.  વળી, આ હકીકત અંગેનો એનો ગુસ્સો પણ તે પોતાની માતા પર ઠાલવે છે. આ ઉપરાંત એક બીજું દ્રશ્ય કે જેમાં વિદેશમાં રહેલી શશીને તેની દીકરી પોતાની વસ્તુ ન મળતા ફોન કરે છે અને ગુસ્સો કરીને ફરીથી english ન બોલી શકવા  પર કટાક્ષ કરે છે અને અપમાનિત પણ કરે છે. આ બે દ્રશ્યનો ઉલ્લેખ એટલા માટે કર્યો કે આપણે સૌ પણ ક્યાંક ને ક્યાંક શશીની દીકરી જેવું વર્તન પોતાની માતા સાથે  કરીએ છીએ પછી ભલે તે અજાણતા કેમ ના હોય!!

આપણને સ્કૂલ, કોલેજ કે ઓફીસ જવામાં મોડું થતું હોય અને કોઈ વસ્તુ ન મળે ત્યારે આપણે પણ કારણ વિના પોતાની માતા કે પત્ની પર ગુસ્સે થઈ જઈએ છીએ અને ક્યાંક ને ક્યાંક તેને અપમાનિત પણ કરતા હોઈએ છીએ. આટલુંજ નહીં પરંતુ નાની બાબતો માટે કે કૈક ભૂલ માટે કે કૈક ન આવડવા માટે જાહેરમાં આપણા મિત્રો કે સગા-સંબધીઓની સામે તેમની મજાક ઉડાવીએ છીએ માત્ર એટલા માટે કારણકે તેણે માત્ર આપણા માટે ગૃહિણીના રોલને અપનાવી લીધો છે. આ બધી બાબતો હોય છે તો નાની, પણ ક્યારેય વિચાર્યું છે આ બધી મજાકની તેમના પર શું અસર થાય છે?

આપણું આ પ્રકારનું વર્તન તેમને કેટલું અપમાનિત ફિલ કરાવતું  હશે એ ક્યારેય વિચાર્યું છે? પછી ભલેને એ આપણે જાણી જોઈ ને ના કરતા હોઈએ! મે ઘણા એવા લોકોને જોયા છે કે જે પોતાની માતા કે પિતાની ખામીઓ માટે કે અણ-આવડત માટે જાહેરમાં ગુસ્સો કરતા કે હાંસી ઉડાવતા હોય છે. આ બાબત માટે ઘણીવાર આપણા માતા-પિતા  બોલતા પણ નથી અને તેને મશ્કરી સમજીને તે અપમાનને ગળી જાય છે. આપણે એ ભૂલી જઈએ છીએ એ પણ મનુષ્ય છે જેમ આપણામાં ખામીઓ છે તેમ એમનામાં પણ ખામીઓ હોઇ શકે છે!

આપણે એ વાત ક્યારેય ના ભૂલવી જોઈએ કે આ  એજ માતા છે જેણે ગૃહિણીના રોજીંદા કાર્યો કરતા કરતા પણ આપણને બધું શીખવ્યું છે. આટલુંજ નહીં તેણે ક્યારેય આપણને નહોતું કહ્યું કે રેહવા દે તને નહીં આવડે કે તારાથી નહીં થાય..તો ચાલો આજ થી જ નક્કી કરીએ કે આપણે ક્યારેય પણ આપણી માતા કે ઇવન પિતા પર તેમની ખામીઓ કે અણ-આવડત માટે તેમની  હાંસી નહીં ઉડાવીએ, કારણ કે આવી નાની વાતો આપણી જેમજ તેમને પણ ખુબ દુખ પહોચાડતી હોય છે.

બાકી   English-Vinglish ફિલ્મમાં શશી કહે છે એમ કે મને પ્રેમ નથી જોઈતો..જોઈએ છે તો માત્ર થોડું સન્માન!! તે પ્રમાણે જ કોઈ પણ વ્યક્તિને પ્રેમની સાથે સાથે સન્માન પણ જોઈતું હોય છે. ઘણી વાર ઘરની સ્ત્રીને પ્રેમ નહીં આપોને તો ચાલશે પણ સન્માન…વિના તો નહીં જ ચાલે..અને આ બાબત બીજી બધી વ્યક્તિ માટે પણ લાગુ પડે છે..

Happy Mother’s Day

ગૃહિણીના રોલમાં ઓતપ્રોત થઇ ગયેલી કે નોકરી કરીને પણ ઘર સંભાળતી દરેક પ્રેમાળ માતાને સાદર અર્પણ…

eછાપું

તમને ગમશે: મને ચિકનગુનિયા થયો……

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here