શું Digital India નિષ્ફળ છે?: પૂછો મુન્નાર કેરળના કૂલી શ્રીનાથ કે ને

0
298
Photo Courtesy: news18.com

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ પ્રોજેક્ટ્સમાંથી એક છે Digital India. તેમના વિરોધીઓ આંખો બંધ કરીને મોદી સરકારની અન્ય સફળ યોજનાઓની જેમજ Digital Indiaને પણ નિષ્ફળ ગણાવીને તેની હાંસી ઉડાવી ચૂક્યા છે. પરંતુ Digital Indiaના ટીકાકારોને જડબાતોડ જવાબ આપ્યો છે કેરળના મુન્નાર સ્ટેશનના કૂલી શ્રીનાથ કે એ.

Photo Courtesy: news18.com

જો તમે મુન્નાર સ્ટેશને ઉતરો અને તમારો સમાન શ્રીનાથ કે ઉપાડીને લઇ જતા હોય તો તમને તે સામાન્ય અથવાતો અન્ય રેલવે કૂલી જેવા જ લાગે. પરંતુ શ્રીનાથ કે એવા અનોખા કૂલી છે જેમણે કેરળની જાહેર સેવા આયોગની પરીક્ષા પસાર કરી છે. આપણને જાણીને નવાઈ લાગશે કે શ્રીનાથ કે એ આ પરીક્ષા મુન્નાર સ્ટેશન પર ઉપલબ્ધ મફત WiFi સુવિધાનો સદુપયોગ કરીને પસાર કરી છે.

આ વર્ષે શ્રીનાથની આ ત્રીજી કોશિશ હતી જેમાં તે કામયાબ થયા છે. શ્રીનાથ જ્યારે તમારો સમાન લઇ જતા હોય ત્યારે તમે તેમના કાનમાં અચૂક ઈયરફોન્સ ભરાવેલા જોશો. આ ઈયરફોન્સ વડે શ્રીનાથ YouTube પર કે પોતે ડાઉનલોડ કરેલા ટ્યુટોરીયલ્સ સાંભળતા રહેતા હોય છે. શ્રીનાથ આખો દિવસ આ જ રીતે પોતાને જરૂરી એવું સ્ટડી મટીરીયલ સ્ટેશન પર ઉપલબ્ધ એવા ફ્રી WiFiનો ઉપયોગ કરીને ડાઉનલોડ કરીને સાંભળતા રહેતા હોય છે અને રાત્રે ઘરે ગયા બાદ જો પુરતો સમય હોય તો તેઓ તેનું પુનરાવર્તન પણ કરતા હોય છે.

2016માં Digital India કાર્યક્રમ અંતર્ગત જ્યારે દેશના તમામ રેલવે સ્ટેશનો પર મફત WiFi ની સુવિધા ઉપલબ્ધ કરવાનો નિર્ણય મોદી સરકારે લીધો ત્યારે મુન્નાર રેલવે સ્ટેશનને પણ તેનો ફાયદો થયો પરંતુ આ ફાયદાનો સહુથી મોટો સદુપયોગ શ્રીનાથે કર્યો. આ સુવિધા મળવાની સાથેજ શ્રીનાથે નક્કી કર્યું કે તે પોતાનું કૂલીનું કામ જે તેને રોજી રળી આપે છે તે કરવાની સાથે કેરળ જાહેર સેવા આયોગની પરીક્ષા માટે પણ તૈયારી કરશે અને છેવટે આ સુવિધાની મદદથી ત્રીજા પ્રયાસે શ્રીનાથ પાસ થઇ ગયા હતા.

હજી જોકે શ્રીનાથને નોકરી મળવા અગાઉ પરીક્ષાનો એક બીજો રાઉન્ડ પણ પસાર કરવાનો છે. જો આ પરીક્ષા પણ તે પાસ કરી દેશે તો ત્યારબાદ કેરળના રેવન્યુ ડીપાર્ટમેન્ટ હેઠળ તેમને ગ્રામ્ય વિસ્તારમાં આસિસ્ટન્ટની નોકરી મળી જશે.

અમુક વર્ષો અગાઉ જ્યારે અગાઉની સરકારના સમયમાં માત્ર અમુક જ સ્ટેશનો પર ફ્રી WiFi ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું ત્યારે ખાસ સ્ટેશનો પર લોકો તેનો ઉપયોગ પોર્ન સાઈટ્સ જોવા માટે કરતા હોવાના રિપોર્ટ્સ મળ્યા હતા. પરંતુ જેવી આ સુવિધા નાના કેન્દ્રોમાં પહોંચી કે આપણી સમક્ષ શ્રીનાથ જેવા હકારાત્મક કિસ્સાઓ પણ સામે આવ્યા છે જે કેન્દ્ર સરકારના Digital India જેવા પ્રયાસોને પોતાને મળેલી મફત સુવિધાનો સદુપયોગ કરીને તેને બળ આપે છે.

શું આ વાંચીને તમને એવું નથી લાગતું કે સરકારના એકતરફી ટીકાકારોએ પણ હવેથી માત્ર Digital India જ નહીં પરંતુ અન્ય યોજનાઓની ટીકા પણ કોઈ મજબૂત કારણ વગર કરવાનું બંધ કરવું જોઈએ?

eછાપું

તમને ગમશે: પેશન્ટ નં.26 – નિરાશ દર્દીમાં જોમ ભરતી એક ડોક્ટરની હકારાત્મક લઘુકથા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here