તમારા હાથ અને પગને ચમકતા કરવા માટેની આ રહી કેટલીક સચોટ ટિપ્સ

0
367
Photo Courtesy: Google

ઉનાળાની ગરમીમાં પણ તમે તમારો ચહેરો ચમકતો રાખી શકો છો પરંતુ તમારા હાથ અને પગને ચમકતા રાખવામાં તમને કાયમ નિષ્ફળતા મળે છે રાઈટ? આ પ્રકારે ચહેરા અને હાથ-પગની ચામડી વચ્ચે પડેલા કુદરતી ફરકને લીધે તમને કદાચ અમુક પ્રકારના કપડા પહેરતા પણ શરમ આવતી હોય તે શક્ય છે.

તમે ગમેતે કરો પરંતુ વૈજ્ઞાનિક રીતે એ સાબિત થઇ ચૂક્યું છે કે ચમકતા ચહેરા કરતા હાથ અને પગનો ચળકાટ હંમેશા ઓછો થતો જ જતો હોય છે. આ પાછળનું કારણ એવું છે કે સૂર્યકિરણોથી રક્ષા આપવા માટે આપણું શરીર મેલેનીન નામનું તત્વ ઉત્પન્ન કરે છે. જેટલું મેલેનીન વધુ એટલી ચામડી વધારે કાળી. બસ, આ જ કારણ છે કે આપણા હાથ અને પગમાં મેલેનીન વધુ ઉત્પન્ન થતું હોવાથી તે લાંબો સમય સુધી ચમકતા રહી શકતા નથી.

પરંતુ તમારે ચિંતા કરવાની જરૂર નથી, અમે તમને અહીં કેટલાક એવા ઉપાયો બતાવવાના છીએ કે જેનો અમલ તમે તમારા ઘરમાં જ ઉપલબ્ધ સાધનોની મદદ લઈને કરી શકશો અને તમારા હાથ અને પગ સદાય ચમકતા રહેશે.

લીંબુ

Photo Courtesy: shutterstock.com

કોઇપણ ઘરમાં તમને લીંબુ આસાનીથી મળી રહેશે. લીંબુમાં નેચરલ બ્લીચીંગ એજન્ટ્સ રહેલા છે જે તમારી ચામડીને ચળકતી કરી શકવા માટે સમર્થ છે. તમારે માત્ર એટલુંજ કરવાનું છે કે તમારા સમગ્ર હાથ અને પગ પર લીંબુના થોડાંક ટીપાં છાંટીને તેને હળવે હાથે માલીશ કરવાની છે. ત્યારબાદ લગભગ પંદર મિનીટ બાદ તેને સામાન્ય પાણીથી ધોઈ નાખવાના છે. મહિનામાં આ પ્રકારે વારંવાર કરવાથી તમારા હાથ અને પગ ફરીથી ચમકતા થઇ જશે.

દહીં

Photo Courtesy: beautyeditor.ca

દહીંમાં લેક્ટિક એસિડ હોય છે જે નેચરલ બ્લીચીંગ એજન્ટ ગણાય છે. તમારા હાથ અને પગ પર જ્યાં પણ ડાર્ક સ્પોટ્સ હોય ત્યાં દહીંને હળવેથી ઘસો અને ત્યારબાદ તેના સુકાવાની રાહ જોવો અની પછી તેને પાણીથી ધોઈ નાખો અને જેને લીધે તમારા હાથપગ ને ફરીથી ચમકતા થવાની તક મળશે.

કાકડી

Photo Courtesy: aljamila.com

કાકડીમાં રહેલું કુદરતી તત્વ ચામડીને ચમકાવે છે અને તેમાં રહેલું વિટામીન A મેલેનીનને ઘટાડે છે. કાકડીને છીણીને તેને હાથ પગના ડાર્ક ભાગ પર પંદર મિનીટ સુધી રાખી મૂક્યા બાદ તેને વ્યવસ્થિતરીતે ધોઈ નાખવી. આ જ પ્રક્રિયા મહિનામાં વારંવાર કરવાથી હાથ અને પગમાં ચમક વધી હોવાનું સાબિત થયું છે.

નારંગી

Photo Courtesy: videoblocks.com

નારંગીમાં વિટામીન C હોય છે જે ત્વચા પરની કાળાશ દૂર કરવામાં અત્યંત મદદરૂપ થાય છે. આ ઉપરાંત તે હાઈપરપીગમેન્ટેશનને પણ મદદ કરે છે જેનાથી ચામડીને ચમકવા માં મદદ મળે છે. ઉપર જણાવેલા ઉપાયોની જેમજ નારંગીનો રસ તમારા હાથ અને પગ પર હળવેથી ઘસીને પંદર મિનીટ બાદ પાણીથી ધોઈ નાખવાનો છે. આ પ્રક્રિયા રિપીટ કરશો તો મનગમતું પરિણામ જરૂરથી મળશે.

ટમેટું

Photo Courtesy: effectiveremediescom

ટમેટામાં લાયકોપીન નામનું તત્વ ભરપૂર માત્રામાં હોય છે જેનાથી ચામડીને સૂર્યકિરણોથી થતા નુકશાનને રોકવામાં મદદ મળે છે. આ ઉપરાંત આ તત્વ અલ્ટ્રાવાયોલેટ કિરણોની અસર પર ઘટાડે છે. ટમેટાને પણ આગળ આપેલી સલાહ અનુસાર જો પંદર મિનીટ સુધી હાથ અને પગ પરના કાળાશ પડતા ભાગ પર ઘસવાથી અને બાદમાં તેને પાણીથી ધોઈ નાખવાથી તે ચમકતા થઇ શકે છે.

eછાપું

તમને ગમશે: યાદ આવે છે મને એ ધબકતી પોળ અને તેની ધબકતી સવાર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here