Mobile અને ટેક્નોલોજીની દુનિયાની 5 કપોળકલ્પિત માન્યતાઓ

0
438
Photo Courtesy: indiantelecomnews.com

વર્ષ 2016 પહેલા Digital Transactions ને આપણે સૌ જ અછૂતું માનતા હતા ને? પણ આપણી એ માન્યતા કેટલી આસાનીથી દૂર થઇ ગઈ અને અત્યારે મોટાભાગના લોકો Digital Transactions ને વધુ મહત્વ આપવા લાગ્યા છે. આવું જ અદ્દલ Mobile અને Technology જોડે પણ થયું છે. જ્યારથી આપણે આ Mobile Phone અને Technologyના વપરાશે વળગ્યા છીએને ત્યારથી આપણા મનમાં અમુક માન્યતાઓ ઘર કરી ગઈ છે. આજે આપણે એ જ માન્યતાઓ દૂર કરવાના છીએ.

Photo Courtesy: indiantelecomnews.com

Mobile માં જેટલા Signal Bar એટલું વધુ Network

Mobile સાથે જોડાયેલી આ એક માન્યતા એવી છે કે ક્યારે ય પણ કોઈ આપણને Phone કરે અને વાત ના થાય એટલે આપણે કહીએ કે યાર Network નથી આવતું.  પછી mobile માં જુઓ તો ખબર પડે કે Signal Strength તો Full જ છે!! એટલે આપણે એમ માનીએ કે Signal તો છે જ પણ Phone માં કોઈ issue હશે. હકીકતે Phone બરાબર જ હોય છે અને જે-તે સમયે Network Issue જ હોય છે. તમારા mobile ની screen પર દેખાઈ રહેલ 5 Bar નો મતલબ એ નથી કે Signal Full આવી રહ્યા છે અથવા બરાબર જ છે, એ માત્ર એટલું દેખાડે છે કે તમે Network ની Range માં છો.

જેટલા વધુ Megapixel એટલો સારો Camera

Mobile સાથે થતી સહુ થી સામાન્ય માન્યતા આ છે. જેટલા વધુ Pixel એટલો સારો Camera હોય એ જરૂરી નથી. Camera ને સારો બનાવવા માટે માત્ર Pixel જ નહીં પણ Camera Lens, Lightning Sensor અને Image Processing Sensor પણ એટલો જ મહત્વનો ભાગ ભજવે છે. Pixel એટલે તો માત્ર નાના નાના ટપક જે લાખોની સંખ્યામાં જોડાય ત્યારે એક Photograph બને. જો વધુ Pixel એટલે સારો Camera એવું હોત તો થોડા સમય પહેલા Nokia એ 42 Megapixel નો Camera launch કર્યો હતો તો એ Phone માર્કેટમાં ધૂમ મચાવી દેતો ને? પણ ના એ એના થી ખાસ્સા ઓછા Megapixel ધરાવતા એવા Apple iPhone સાથે પણ તે ટકકર ન લઇ શક્યો, એટલે એ માન્યતા દૂર કરી દેવી કે જેટલા વધુ Megapixel એટલો સારો Camera અને હા અન્ય એક વાત DSLR ને ક્યારેય પણ Mobile થી Replace નહિ કરી શકાય.

Incognito એટલે તમારું Secret Browser

સહુથી પહેલા તો આ Incognito Tab એ દરેક Browser માં હોય જ છે અને એનો ખાસ કઈ ઉપયોગ હોતો નથી. ઘણા લોકોને એવી માન્યતા હોય છે કે Incognito Tab પર હું કઈ ખાંખાખોળા કરીશ તો કોઈ ને ખબર નહીં પડે અને ખાસ તો ઘણી વખત ‘એ વાળી Sites’ જોવા કે અન્ય કોઈ કામ માટે ઘણા લોકો Incognito Tab નો ઉપયોગ કરતા હોય છે. આ લોકોને કહેવાનું કે Incognito એ માત્ર તમારા ભ્રમ ખાતર એવું છે કે એમાં થઇ રહેલ Activity કોઈને ખબર ના પડે બાકી હકીકતે તમારા Internet Service Provider ને ખબર જ હોય કે તમે કેટલા વાગ્યે કઈ Site Open કરી અને ત્યાં શું કર્યું છે. આ સિવાય જો Office Computer હોય તો Network Administrator ને પણ બહુ જ સરળતાથી ખબર પડી જતી હોય છે.

જેટલા વધુ CORE એટલું સારું Performance

Mobile હોય કે Computer તેઓ Processor અને Cores પર કામ કરતા હોય છે. હાલ ત્રણ પ્રકારના Core ચાલી રહ્યા છે. Dual Core એટલે જેમાં 2 Core આવે, Quad Core માં 4 Core આવે અને Octa Core માં 8 Core આવે. આ Core એટલે જે તમારા Computer માં રહેલા Processor છે તે અને તેમને આપવામાં આવતા દરેક કામ તેઓ વહેંચી લે છે. હકીકતે દરેક Core અને Processor ની એક Limit અને એક Strength હોય છે અને એ એ મુજબ જ કામ કરતા હોય છે. Dual Core પર તમે High Graphics ધરાવતી Games રમવાનો પ્રયાસ કરશો તો એ ચોક્કસપણે અટકતી જ જશે એ જ રીતે High Processor પર તમે સામાન્ય Graphics વાળી Game અથવા Video જોશો તો એની એ મજા નહીં આવે જે તમને કદાચ Dual Core માં આવી શકે છે એટલે એવું ક્યારે ય ના માનવું કે વધુ Core છે એટલે આ જ શ્રેષ્ઠ છે.

Apple Systems માં Virus ની No Entry

Apple iPhone હોય કે iPad અથવા Macbook કે Mac PC આપણા સહુ પર એ માન્યતા છવાયેલી છે કે Apple Operating Systems માં ક્યારે પણ Virus ના આવી શકે. હકીકતે Virus એવી વસ્તુ છે કે એ ક્યારે પણ કોઈ નામાં કોઈ ભેદભાવ રાખતો નથી 😉 એ બસ આવે છે અને તબાહી મચાવીને જતો રહે છે. હા એ વસ્તુ અલગ છે કે Apple Operating Systems માં એ ઘટના જવલ્લે જ જોવા મળતી હોય છે અને એનું કારણ છે કે સમયાંતરે આવતા Upates અને Security Patches તથા Apple Operating System ની પાછળ કામ કરતી ભેજાબાજોની ટીમ.

ફાઇનલ કનકલ્યુઝન માં એટલું જ કહીશ કે All That Glitters Is Not Gold જેવું જ mobile અને ટેક્નોલોજીની દુનિયામાં પણ છે. જે દેખાય અને જે લોકો કહે હંમેશા સાચું જ ના હોય, ઘણી વખત એક માન્યતા પણ હોય છે. એટલે જયારે પણ કશું અજુગતું લાગે કે શંકા જેવું લાગે બિન્દાસ Google પર ખાંખાખોળા કરી જ લેવાના અને Google એક એવા ગુરુદેવ છે કે જે ક્યારે ય તમને ઉઠકબેઠક કે મુરઘો બનાવવાની સજા તો નહીં જ કરે 😉

eછાપું

તમને ગમશે: જો ખરેખર બટાકા માંથી સોનુ બને તો?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here