Sanjeev Srivastava ના ડાન્સની ભારતીય સમાજ પર પડનારી અસરો

0
314
Photo Courtesy: YouTube

મધ્યપ્રદેશમાં રહેતા અને પ્રોફેસર તરીકે કામ કરતા Sanjeev Srivastava ના એક ડાન્સ વિડીયોએ ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. દરેક આ વિડીયો જોઇને આટલી ઉમરે પણ આવા ડાન્સ મુવ કરીને જિદાદિલ રહેતા Sanjeev Srivastava નાં ખોબલે ને ખોબલે વખાણ થઇ રહ્યા છે પણ આગળ જતા આ ડાન્સ મુવ્ઝથી ભારતીય સમાજ ને શું ફાયદો થશે અને શું નુકશાન થશે તેનું કોઈ આકલન કાઢી રહ્યું નથી. તો આવો વાંચીએ Sanjeev Srivastava નાં ડાન્સ સ્ટેપ્સથી ભારતીય સમાજ પર પડનારી અસર પર એક નિબંધ.

Photo Courtesy: YouTube

સંજીવભાઈનાં ડાન્સ સ્ટેપ્સ જોઈને મોટા ભાગની પત્નીઓ પોતાના પતિઓને આ વિડીયો મોકલીને જાણેકે કોણી મારી રહી છે કે જોયું આ અંકલ કેટલો સરસ ડાન્સ કરે છે અને એક અમારા ‘’ઈ” છે સ્ટેજ ઉપર ડાન્સ કરવા લઈ જાઓ તો ખાલી ઉભા રહે હાલે પણ નહીં. આ તો સારું છે સંજીવ ભાઈનું વજન થોડું વધારે છે બાકી સમાજ નાં કેટલાય પરણેલા પુરૂષોએ સંજીવ ભાઈને સમક્શ થવા વજન પણ ઉતારવું પડત. આ ડાન્સ સ્ટેપ્સ નાં ઘણા પ્રત્યાઘાતો આગળ જતા પણ સમાજમાં જરૂર પડવાના એવું અમારું માનવું છે.

Sanjeev Srivastava એટલા ફેમસ થઇ ગયા છે તો કોઈ ગુજરાતી એમના ફોટાનો ઉપયોગ કરીને પોતાની ગુટખા ની બ્રાન્ડ પણ બનાવી લેશે અને લખશે કે “કાકાનો ફોટો જોઇને જ ખરીદવો” અને લોકો એ ગુટખા એ હિસાબથી ખાશે કે આ ગુટખાથી સંજીવકાકા જેવો જોશ અને જુસ્સો આવી જશે .

કોલેજમાં ભણતા કેટલાય વિધાર્થીઓ પોતાના પ્રોફેસરને આ વિડીયો બતાવીને કહેશે કે જોયું તમે રોજ ભણવાનું મહત્વ સમજાવો છો પણ સમાજમાં પ્રોફેસરને ભણાવીને અને વિધાર્થીને ભણીને કોઈ નામના મળતી નથી કારણકે નામના તો ફક્ત ને ફક્ત કઈક અલગ કરવાથી મળે છે. ટૂંકમાં પ્રોફેસર સમાજ ને સંજીવભાઈના કારણે મેંણાટોણા સાંભળવાનાં આવશે.

ફેમિનીસ્ટ લોકો આ વિડીયોનો વિરોધ કરશે કેમકે વિડીયોમાં સંજીવકાકા એકલાજ ડાન્સ કરતા હોય એવું દેખાડવામાં આવ્યું છે એમના ધર્મપત્ની ફક્ત સાઈડમાં ઉભા રહ્યા છે અથવાતો વચ્ચે વચ્ચે થોડુંક નાચી લે છે. ફેમીનીસ્ટ લોકોને એક મુદ્દો મળી જશે કે પુરૂષો ક્યારેય સ્ત્રીને આગળ આવવા દેતા નથી અને પોતાની પ્રતિભા બતાવવા દેતા નથી. જ્યારે સ્ત્રી અને પુરૂષ સાથે સ્ટેજ શેર કરતા હોવા છતાં સ્ત્રીઓ ને શોભા નાં ગાઠીયા ની જેમ ઉભું રહેવું પડે છે શું આ સ્ત્રીઓ જોડે અન્યાય નથી? કેટલાય સ્ત્રી સંગઠનોને આંદોલન કરવાનો મસાલો મળી જશે.

મધ્યપ્રદેશ સરકારના મુખ્યમંત્રીએ Sanjeev Srivastava નાં ડાન્સ મુવ્ઝ પાછળ મધ્યપ્રદેશનું પાણી જવાબદાર છે એવું લખ્યું જે અંગે કેટલાય ગુજરાતીઓ વિરોધ કરશે કેમકે મધ્યપ્રદેશમાં થઈને એ પાણી ગુજરાતમાં જ આવે છે તો ગુજરાતમાં આવો ડાન્સીગ પ્રોફેસર કેમ નથી? કેમકે મધ્યપ્રદેશનાં પાણીમાં આલ્કોહોલ ભેળવવા ની છૂટ છે જયારે ગુજરાતમાં દારૂબંધી છે, આથી કેટલાય બુદ્ધિજીવીઓ આ મુદ્દે સરકાર ને દારૂબંધી હટાવવા અંગે ઘેરી લેશે.

Sanjeev Srivastava  નું શોર્ટ નામ કરો તો Sanju થાય છે એટલે કેટલાક લોકો એવું માની રહ્યા છે કે Sanju નાં ટ્રેલર લોન્ચ પછી તરત જ બીજા Sanju નો વિડીયો વાઈરલ થવો એ Sanju ની PR ટીમની જ કોઈ ચાલ હશે કેમકે ગોવિંદા અને સંજય દત્તે ઘણા મુવી સાથે કર્યા છે એટલે Sanju નાં પ્રમોશન માટે ડુપ્લીકેટ ગોવિંદા તરીકે Sanjeev Srivastava ને લોન્ચ કરાયા છે.

Sanjeev Srivastava જેવા મોટાભાગનાં સ્ટારની કદર બોલીવુડ ક્યારેય કરતુ નથી પણ હોલિવુડમાં આગળ જતા Sanjeev Srivastava ને ચાન્સ મળી જશે. મોટા ભાગે Marvel Studios નાં Avengers Infinity War નાં ભાગ – 2 માં તમે Sanjeev Srivastava ને Thanos ની સામે પોતાના સુપર ડાન્સ પાવરથી લડતા જોશો અને જ્યારે થાનોસ થોર ઉપર હુમલો કરતો હશે ત્યારે Sanjeev Srivastava પોતાની ફાંદ વચ્ચે લાવી દઈને થોરનું રક્ષણ કરશે એવા સીન પણ આ મુવીમાં હોઈ શકે છે.

મને તો એ બીક છે કે Oppo અને VIVO વાળા આમિરખાન જેવા સ્ટાર ને પોતાની જાહેરાતમાંથી કાઢી ને Sanjeev Srivastava ને લઇ લેશે તો હવે Oppo અને VIVO ની નવી જાહેરાતના હોર્ડિગ્સ લગાવવા પૃથ્વી ઉપર જગ્યા નથી આનાથી બ્રહ્માંડ ને નુકશાન થશે અને પર્યાવરણને પણ, અને પર્યાવરણ દિવસ પણ નજીક આવતો હોવાથી કેટલાય પર્યાવરણના જાણકાર પણ Sanjeev Srivastava અને Oppo અને Vivo નાં આ જોડાણ નો પણ વિરોધ કરશે.

ઓવર ઓલ Sanjeev Srivastava નાં આ ડાન્સીગ વિડીયો થી Priya Prakash ની આંખો મારવાની અદા અને તૈમુર ઉપરથી પણ મીડિયાનું ધ્યાન ભંગ થશે અને ભારતીય સમાજની દ્રષ્ટિ ધરમૂળથી બદલાઈ જશે.

Sanjeev Srivastava Dance Video Part I

 

અજ્ઞાન ગંગા

મિત્ર એક : Sanjeev Srivastava આ ઉંમરે આટલું સારું કેવી રીતે નાચી લે છે??
મિત્ર બે : ગાંડા ઉમર ગમે તેટલી હોય બાજુમાં પત્ની ઉભી હોય એટલે પરણેલા પુરુષે જિંદગીભર નાચવું જ પડે.

લી – વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી

eછાપું

તમને ગમશે: પ્રેમ જો અધિકાર છે તો એ સેવા કેમ ન હોઈ શકે?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here