કાર રેસિંગ ગેમ ની અનોખી દુનિયામાં આવો રેસ લગાવીએ!!

0
2501
Photo Courtesy: codecanyon.net

મોબાઈલ કાર રેસિંગ ગેમ એ હકીકતે સહુનો પ્રિય વિષય રહ્યો છે. સવારે ઉઠીને ઘડીક નવરા પડીએ અથવા તો Travelling Time પર થોડા કંટાળીયે એટલે આપણે તરત કાર રેસિંગ ગેમ ચાલુ કરી દેતા હોઈએ છીએ. Technology નો મહત્તમ ઉપયોગ જો કોઈએ કર્યો હોય તો તે Game Developers છે. સતત નવી નવી કાર રેસિંગ ગેમ ના ઢગલા થતા રહે છે અને બાળકોથી વયોવૃદ્ધ આ મોબાઈલ ગેમ ના ચક્કરમાં વ્યસ્ત રહેતા હોય છે. થોડા સમય પહેલા આવેલી Candy Crush હોય કે Pokemon આ ગેમ્સ ના દિવાનાઓ તમને સતત જોવા મળી રહેતા હોય છે. આજથી આપણે  eChhapuની આ ‘ટેક કોલમમાં’ મોબાઈલ ગેમ ની એક સિરીઝ શરુ કરી રહ્યા છીએ જ્યાં આવનારા થોડા સમય સુધી તમને સતત મોબાઈલ ગેમ ની જ વાતો વાંચવા મળશે. સહુ પહેલા કાર રેસિંગ ગેમની વાત કરીશું

Asphalt

Photo Courtesy: winudf.com

કાર રેસિંગ ગેમ ની વાત કરીએ અને એમાં જો Asphalt વિષે વાત ન થાય એ શક્ય જ નથી. અદભુત Graphics આ ગેમને ખુબ જ મજેદાર બનાવે છે. Foreign Locations ના Game Roads અને એના ઉપર પાણીની જેમ જતી Cars એટલે આંખોનો આહલાદક અનુભવ. સમયાન્તરે આવતી updates આ game ને ખુબ જ રસપ્રદ બનાવે છે. જોકે દરેક updates માં તમને અઢળક નવા features મળતા હોય છે અને એના માટે તમારે ખિસ્સું હળવું કરવાની તૈયારી પણ રાખવાની રહેતી હોય છે. Asphalt Games ખુબ જ High Graphics ધરાવતી હોય તમારે તમારા Phone માં ખાસ્સી એવી જગ્યા રાખવી પડશે તથા Battery પણ જલ્દી ઉતરશે તેનો ખાસ ખ્યાલ રાખવો.

Asphalt સિરીઝમાં તમને Asphalt Extreme, Asphalt Nitro અને Asphalt Airborne Games મળશે.

Download From here for Android

Download From here for iOS

Need For Speed

Photo Courtesy: appinformers.com

Asphalt જો અત્યાધુનિક કાર રેસિંગ ગેમ હોય તો Need For Speed is Vintage Hero. એક સમયે PC Games માં Need For Speed એ Nascar ને ટક્કર આપતી હતી. PC ગેમમાં Car Racing નવુંસવું હતું ત્યારે Need For Speed નું એક અલગ જ માર્કેટ હતું અને એના રસિયાઓ આજે ય તેના એટલા જ ચાહક છે. PC Games તો Need For Speed હવે ખાસ્સું આગળ નીકળી ગયું છે પણ સાથે સાથે હવે મોબાઈલ ગેમ્સમાં પણ ખાસું એવું કાઠું કાઢ્યું છે. 30 Seconds Drift Challenge હોય કે Last Car Standing જેવા અત્યંત ફાસ્ટ અને રોમાંચક Game Plays ને લીધે Need For Speed આજે Asphalt નો મુકાબલો કરી શકે છે. અહીંયા પણ In Built App Purchase માટે ખિસ્સું હળવું કરવું પડતું હોય છે. Graphics ની દ્રષ્ટિ એ આ પણ Asphalt ની જેમ જ અત્યંત Heavy Graphics ધરાવતી હોય Storage માં વધુ જગ્યા રોકશે તથા battery પણ વધુ જલ્દી ઉતરશે તે નક્કી છે.

Download From here for Android

Download From here for iOS

Real Racing 3

Photo Courtesy: macrumors.com

ઉપરોક્ત બંને કાર રેસિંગ ગેમ વિષે લખતા લખતા Real Racing 3 Download કરી અને બંદા Game રમવામાં ખોવાઈ ગયા 😛 જોકે Asphalt અને Need For Speed ના વારસાને અમુક અંશે Real Racing 3 આગળ વધારે છે. Real Roads અને Real Cars નો અનુભવ થાય તે હદ સુધીના સારા Graphics તમને અહીંયા મળશે અને તેની સાથે સાથે Real Players સાથે તમે અહીંયા જમાવટ કરશો એ ય નક્કી છે એટલે એમાં પણ મજ્જા પડવાની છે. અલગ અલગ Camera Views તમે પોતે Car Drive કરી રહ્યા છોતેવો અનુભવ કરાવશે. ચોક્કસપણે અહીંયા પણ Graphics એકદમ Top Class હોય અંદાજિત 1.5 GB જેટલી જગ્યા આ Game તમારા Phone માં રોકી લેશે, પણ હા Game રમ્યા બાદ બંદાને યાદ ચોક્કસથી કરશો એ નક્કી છે 😀

Download From here for Android 

Download From here for iOS

CSR Racing

Photo Courtesy: androidshock.com

કાર રેસિંગ ગેમનો વણથંભ્યો સિલસિલો CSR Racing સુધી પહોંચી ગયો છે. જો તમે Drifting Games ના ચાહક હોય તો આ Game તમારા માટે જ બની છે. Drifting અને Draging ના ચાહકો માટે આ Game એટલે અદભુત આનંદ જેવી વાત છે. McLaren, Bugatti, Aston Martin, Hennessey અને Koenigsegg જેવી Top Class Cars ને વિશ્વના અદભુત રસ્તાઓ પર Drift કરાવવાની મજ્જા આ Game તમને આપે છે. Real Player Game માં અલગ અલગ Stage પર રહેલા Boss ને હરાવો અને જે-તે રસ્તાના નવા માલિક બનવાનો અદભુત રોમાંચ આ Game તમને આપશે.

Download From here for Android 

Download From here for iOS

ઉપર લખેલી તમામ કાર રેસિંગ ગેમ ના અઢળક Versions તથા Modded Files તમને Google થી મળી જશે પણ શક્ય હોય ત્યાં સુધી Original અને Authentic Games જ Download કરવી તથા અસલી મજ્જા લેવી હોય તો Modded Files નો ઉપયોગ ટાળવો. Modded Files તમારી આખી Game ને Unlock કરી નાખશે તથા Unlimited Points અને Game Money આપી દેશે જેથી છેલ્લે એ સ્પર્ધા કે આનંદ જેવું ન રહી જતા માત્ર એક Game બની જશે. ઉપર જે કાર રેસિંગ ગેમ લખી છે તે તો હજુ પાશેરામાં પહેલી પૂણી જેવું કામ છે. કાર રેસિંગ ગેમ ની દુનિયા અદભુત છે અને એમાં અઢળક games હાજર છે એમાંથી આપણે તો અમુકની જ વાતો આજે કરી છે. આવતા સપ્તાહે ભારતની સહુથી પ્રિય એવી ક્રિકેટ ગેમ વિષે વાતો કરીશું.

eછાપું

તમને ગમશે: બિટકોઈન એટલે શું એ તમને ખબર છે?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here