ફેસબુક સાથે યૂઝર્સની મિત્રતા, વોલ પોસ્ટથી મેસેંજર સુધી…

0
348
Photo Courtesy: pixel.nymag.com

પ્રિય વાંચક મિત્રો, ‘ફેસબુક સાથે યૂઝર્સની મિત્રતા, વોલ પોસ્ટથી મેસેંજર સુધી??’ તમને એમ થશે કે આ વિષય સાથે આપણો શું સંબંધ છે? સીધો સંબંધ છે. “સ્ત્રી અને પુરુષ” વિશેની મારી પરિભાષામાં “સ્ત્રી” એટલે કુદરતની એક એવી ભેટ, જેને પરિણામે એક “પુરુષ” ની, એક કુટુંબની, એક સમાજની, કસોટી વારંવાર થતી રહે છે.

Photo Courtesy: pixel.nymag.com

આપણે “સીધી બાત, નો બકવાસ” ના સ્લોગનને ફોલો કરીએ. સોશિયલ મીડિયાએ દુનિયાને પ્રગતિના પંથે ચાલતી કરી. લોકો દુનિયાના ગમે તે ખૂણામાં હોય, એકબીજાની નજીક આવ્યા. જુના સંબંધો તાજા થયા. એકબીજાની લાઇફની રજેરજની માહિતી આ સોશિયલ મીડિયાએ આપવાની શરૂ કરી. પણ, આપણને એ હકીકત જાણીને આશ્ચર્ય પણ થાય સોશિયલ મીડિયાનો ઉપયોગ કરનાર ઓલમોસ્ટ દરેક વ્યક્તિએ કોઈને કોઈ વ્યક્તિને બ્લોક કરી જ હશે.

પુરુષોને હેરાનગતિ આ બાબતમાં જરા ઓછી હશે પણ સ્ત્રીઓ બહુ ફરિયાદ કરે. મેં પોતે ઘણાં બધાં મહાનુભાવોને બ્લોક કરી રાખ્યા છે એટલે આ મુદ્દા વિશે લખવું જ રહ્યું. જો તમે સોશિયલ મીડિયાના કીડા છો, તો આ મુદ્દા ધ્યાનમાં રાખીને તેનો ઉપયોગ કરીએ તો આપણને અને બીજાને કનડગત ઓછી રહે.

કૉમન ફ્રેન્ડ્સ જુઓ :

જરૂરી નથી કે હંમેશા આપણા જાણીતા જ આપણને ફ્રેન્ડ્સ રીક્વેસ્ટ મોકલે. આપણને અજાણ્યા શખ્સો પણ ફ્રેન્ડ્સ રીક્વેસ્ટ મોકલતા હોય છે. મિત્રતા રીક્વેસ્ટ ડાયરેક્ટ સ્વીકારતા પહેલાં આપણી અને તેમની વચ્ચે રહેલાં કૉમન ફ્રેન્ડ્સનું લિસ્ટ જુઓ અને પછી સ્વીકારો.

મિત્રતા તેમની સાથે કરો જે તમને તમારા વિચારો અને કામ માટે વખાણે

કામ માટે? કયા કામ માટે? જો આવા પ્રશ્નો થાય તો તાત્કાલિક સોશિયલ મીડિયાનો ત્યાગ કરજો. કારણકે આજકાલ “કામ” વગર ભાગ્યે જ કોઈ મિત્રતા રાખે છે એવું મોટે ભાગે માનવું પડે. આપણે સારું વિચારી જ શકીએ છીએ. થેન્ક્સ ટુ સોશિયલ મીડિયા, આપણું રીડિંગ વધ્યું છે. સાથે સાથે, વિચારધારા પણ કાંઈક અંશે બદલાઈ ગઈ છે. તો પછી સારા વિચારો ધરાવવાની સાથે તેને અમલમાં મૂકી મિત્રતા કરવી હિતાવહ છે. જે – તે અજાણી વ્યક્તિને ફ્રેન્ડ્સ લિસ્ટમાંથી બાકાત રાખો. જોકે દરેક વખતે એ શક્ય નથી. ઘણી વાર નોર્મલ લાગતી વ્યક્તિ ક્યારે એબનોર્મલ વર્તન કરે, તેનું માપદંડ નથી.

પોતાનાં ફોટા પબ્લિશ કરો પણ પ્રાઇવસી સેટિંગ્સ સાથે

ઘણી વ્યક્તિઓ સૂઈને ઊઠે કે પછી સૂવા જાય ત્યાં સુધીની પોસ્ટ મુક્યા કરે છે. ખાસ કરીને સ્ત્રીઓ માટે સ્ટેટસ અપડેટ કરવું એ એક ટાસ્ક છે. (એ તો હું પણ કરું છું, પણ મારી પર્સનલ લાઇફ હંમેશા દુર રાખીને). ઘણી જગ્યાએ વાંચીએ છીએ કે ફોટા અપલોડ કરીએ અને પ્રાઇવસી સેટિંગ્સમાં ફેરફાર ન કરીએ તો તેનો દુરુપયોગ થઈ શકે છે. આ બાબતને ગંભીરતાથી લઈ, તમારા ફોટા મુકો. આપણું મિત્રવર્તુળ જોઈ શકે તેવા સેટિંગ્સ ઓપ્શન આપણે જાણીએ જ છીએ.

મેસેંજરમાં આવતા મેસેજ ઓળખો

આપણી સાથે એટલે કે સ્ત્રીઓ સાથે મોટેભાગે એવું બનતું હોય છે કે ફ્રેન્ડ્સ રીક્વેસ્ટ સ્વીકારો એટલે મેસેંજરમાં “Hi” એવો મેસેજ આવે. પછી તેમાં એવું પણ બને કે વાત કરવાની કોશિશ થાય. દા. ત. “Hi”, “Thanks for accepting my request”, અને સુંદર છોકરીનું પ્રોફાઇલ હોય તો ક્યારેક ક્યારેક તો, “You are beautiful” સુધી વાત પહોંચી જાય. હવે આમાંથી મિત્રતા જેવી વાસ્તવિકતાથી નજીક અમુક જ મેસેજ હોય. બાકીના બધા વાતચીત આગળ વધારવા માટે કરવામાં આવે.

“આપણે તો દીકરીનો અવતાર, આપણે તો સહન કરવું જ પડે”, “સહનશીલતા એ સ્ત્રીનું સબળું પાસું છે”,  અને આના જેવા બીજા કેટકેટલાં “સુવિચાર” આપણે સાંભળ્યા હશે. મને એમ થાય કે આનાથી પણ આગળ એક દુનિયા છે. રસોડામાં કામ કરતી સ્ત્રી સ્પેસ સુધી પહોંચી ગઈ, પણ પૃથ્વી પર જીવતા મનુષ્યો ડબ્બામાંથી બહાર નીકળી નથી શકતા. એવી જ રીતે, પુરુષનું ધ્યાન માત્ર દોરવા માટે જાતજાતના પ્રયોગો કરતી સ્ત્રીઓની પણ આપણી આસપાસ કમી નથી.

વિચારજો

શું આપણી આસપાસ રહેતાં કે પછી બહાર જઈએ ત્યારે આપણી આસપાસ દેખાતાં તમામ પ્રકારના લોકો સાથે આપણે વાત કરીએ છીએ? આપણા ફોટા કે વિગતો, આપણા મિત્રોના મિત્રો, અને તેમનાં મિત્રો જુએ તેમાં આપણને શું ફાયદો છે? આપણી પોસ્ટ કે પછી આપણા વિચારો જો કોઇને આપણા તરફ એટ્રેક્ટ કરવા માટે હોય તો આપણું મૂલ્યાંકન આપણે ત્યાં જ કરી દઈએ છીએ. ત્યારે પારકા પુરૂષોને દોષ દેવો પણ યોગ્ય નથી.

ફેસબુક કે પછી સોશિયલ મીડિયાનું કોઈ પણ પ્લેટફોર્મ આપણી ઓળખ ઊભી કરી શકે છે. જો સંયમ ન રાખીએ તો અસ્તિત્વ નાબૂદ પણ કરવા માટે તે સક્ષમ છે.

અસ્તુ!!

eછાપું

તમને ગમશે: વર્ષ 2017ના પોકેટ ફ્રેન્ડલી બજેટ વાળા સ્માર્ટફોન્સ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here