આવો Viral થયેલી કેટલીક Mobile Gamesની વિરલ દુનિયામાં પધારો

0
327
Photo Courtesy: adweek.com

Video હોય કે Ice Bucket Challenge કે પછી Spin The Bottleનો એક અજીબોગરીબ Trend આપણે સમય સમય પર અજીબોગરીબ Trends Viral કરવામાં મહારથ મેળવી લીધી છે. દુનિયાભરના Gamersને આજકાલ એક નવી જ Gameનું ઘેલું લાગ્યું છે. Gameનું ટૂંકું નામ PUBG છે અને આજે આપણે અહીંયા PUBG અને એ સાથે થોડા સમય પહેલા Viral થયેલી Games વિષે ચર્ચા કરીશું.

PUBG

Photo Courtesy: aolcdn.com

સહુથી પહેલા તો આ PUBG એટલે શું એ વિષે વાત કરીયે તો Gameનું આખું નામ Player Unknown’s Battelgrounds છે અને આ એક War Based Stratergy Game છે. થોડા સમય પહેલા Clash Of Clans ખુબ જ viral થઇ હતી યાદ છે ? જો હા તો બસ અમુક અંશે આ Game એની Sequel જ છે. PUBG માટે સહુથી પહેલા તો તમારે Uninturrputed Internet Connection હોવું જરૂરી છે કેમ કે આ GAME સતત Online રહીને જ રમવી પડતી હોય છે. આ સિવાય Graphics પણ અદભૂત હોય છે. તમારા મોબાઈલમાં સારું Processor અને 2 GB RAM પણ અનિવાર્ય છે. હવે મુદ્દાની વાત કે આ GAME માં કરવાનું શું? હવે અહીંયા બહુ સરળ નિયમ છે. Last Man Standing Is The Winner. 8×8 ના એક ટાપુ ઉપર અઢળક લોકોની સાથે તમારે લડાઈ કરવાની છે અને જે લોકો સાથે તમે લડાઈ કરો છો એ લોકો Real Live Game રમતા લોકો જ છે એટલે Continue Internet ના સહારે તમારે લડાઈઓ લડવાની છે, હા તમારું આખું Group બનાવી અને તમે લડાઈ પણ કરી શકો છો. ઘણાબધા Misson પુરા કરવાના છે, Mission પુરા કરો, અમુક Distance નું Travelling કરો તો તમને Coins મળે અને એ Coins થી તમે Game માં ઘણુંબધું Purchase કરી શકો છો. સામાન્યતઃ એક Stage અથવા તો એક Level પૂરું કરતા તમને અડધો કલાક જેટલો સમય લાગી શકે છે. હકીકતે આ ખુબ જ Addictive Game છે એક વખત શરુ કર્યા પછી જલ્દીથી છોડી નહીં શકો 😉 એટલે જો તમે આ Game રમવાનું વિચારતા હોય તો સહુથી પહેલા તો એક Power Bank પણ સાથે રાખજો 😉

Click Here To Download This Game For Android

Click Here To Download This Game For iOS

Clash Of Clans

Photo Courtesy: supercell.com

આમતો PUBG અને Fortnight ના આવ્યા બાદ તથા આ જ Gameના ઘણા નવા Versions viral થયા બાદ આ Original Game થોડી જૂની થઇ ગઈ છે પણ હજુ ય Old Is Gold ની જેમ આના પણ ઘણા આશિકો છે. Stratergy અને Team Bulding માં મહારત મેળવવી હોય તો આ શ્રેષ્ઠ Game છે. PUBG જેવું almost same Gameplay છે પણ અહીંયા એક Twist એ છે કે તમે તમારું Battelground જાતે બનાવી શકો છો અને તેમાં તમારા મિત્રોને જોડી અને બીજા Clans પર હુમલો કરી શકો છો અને બસ કોઈ વખત એવું પણ બને કે તમે શાંતિથી સુઈ રહ્યા હોય અને તમારા Clan પર હુમલો થાય એ બધું જ સફાચટ થઇ જાય 😛 😛 😛 બસ આટલે થી જ નહીં અટકે પણ હા બીજું ય ઘણું બધું મળશે પણ એના માટે નીચે આપેલી Link પર Click કરી અને Game Download કરવી પડશે.

Click Here To Download This Game For Android

Click Here To Download This Game For iOS

Pokemon Go

Photo Courtesy: gamerant.com

Jio આવ્યું એના થોડા સમય પહેલા જ Pokemon Go નામની Game ખૂબ viral થઇ હતી અને અમુક સમયે તો લોકો ગજ્જબ કરતા અડધી રાત્રે Pokemon પકડવા બહાર નીકળી પડતા હતા. Gameplay બહુ સરળ અને આસાન હતો. તમારે Game માં Geographic Locations પર Eggs વેરાયેલા પડ્યા હોય અને Spin થી એ Eggs ને ફોડવાના અને અંદર રહેલ Pokemon Charecter મેળવવાનું બસ આ Simple Gameplay હતો. જોકે આપણે તો ઘણી વખત એવું ય જોયેલું છે કે અમુક લોકો માત્ર આ Pokemon પકડવા આખો Area ફરી લે અને પછી જ એમને હાંશ થાય.

Click Here To Download This Game For Android

Click Here To Download This Game For iOS

Candy Crush

Photo Courtesy: adweek.com

આ ગેમ પણ ખુબ જ Viral થઇ હતી અને અહીંયા પણ Gameplay બહુ જ સરળ અને આસાન હતો. દરેક Stage માં તમારે અમુક Fruits, Jelly Blocks ને હટાવવાના અને Game પુરી કરવાની. Same Color ના 3 Block થાય તો વધુ Points મળે, Same Color ના 5 Block થાય તો એક Special Jelly મળે અને એવી 2 Special Jelly નો Use કરો તો પણ વધુ Points મળે. Colorbomb મળે જેના લીધે કોઈ એક ખાસ Color ની બધી જ Jelly તમે એક સાથે ફોડી શકો.  Facebook પર લોકોને Game રમવાનું Invitation આપી શકો અને એમના પાસેથી Game રમવા માટે Life પણ લઇ શકો. આ Game પણ બહુ જ Addictive હતી અને મારા અમુક મિત્રોએ તો બે વખત આ Game પુરી કરી દીધી છે.

Click Here To Download This Game For Android

Click Here To Download This Game For iOS

તો તમે આજે કઈ Viral Game Try કરશો? આવતા સપ્તાહે Game સિરીઝ નો છેલ્લો હપ્તો અને એમાં Wintage કમ્પ્યુટર Games વિષે વાત કરવી છે, ધારી રાખજો કે કઈ કઈ games આવવાની છે.

eછાપું

તમને ગમશે: કંકોત્રીમાં આમંત્રણ એક વ્યક્તિનું અને Canada PM સહકુટુંબ પહોંચી ગયા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here