સમાજ દર્પણ – ગામડાઓમાં થતી સાટુ પ્રથા કે લગ્ન સંસ્થા માટે ખતરો

9
616
Photo Courtesy: bbc.co.uk

વાત શરૂ કરતાં પેહલા ની વાત. મોકો મળવો મુશ્કેલ છે મળે તો ગુમાવશો નહીં. સમાજ દર્પણ એટલે લખ્યું કે હું જે છેલ્લા 27 વર્ષ થી જોતો આવ્યો છું અને અનુભવ્યું છે એ લખવા જઈ રહ્યો છું.  કદાચ લાબું લચક થશે પણ તમને મજા આવશે.

લોકો કહે છે કે ગામડાનું જીવન સુખશાંતિ અને નિરાંતનું જીવન પણ ખરેખર ખોરડાંમાં શું ધરબાયેલું છે એતો ખોરડાંનો માલિક જ જાણે.

હું બીજા સમાજ ઉપર આરોપ પ્રત્યારોપ નહીં કરું હું મારા જ અનુભવની વાતો કરીશ. મેં એવો ગામડાંનો સમાજ જોયો છે જ્યાં સાટા લગ્નો થાય છે . સાટા એટલે બે ઘર અને તેમના દીકરા દીકરી ના સામ સામે લગ્નો. સામ સાટું ઘણાં તો ત્રણ કે પાંચ પણ ગૂંથાયેલું જાળું હોય. કદાચ તમારા માટે આ બહુ આશ્ચર્યજનક વાત હશે હા પણ હજુ આ ચાલે છે.

Photo Courtesy: bbc.co.uk

સમાજ માં આજે પણ આવા સાટા લગ્નોને કારણે એકને ન ગમતું હોય તો ચાર લોકોની લગ્ન લાઈફ બગડે છે અને હા છૂટાછેડા! સાહેબ જધન્ય અપરાધ છે, હા કદાચ શહેરમાં આજે ન ગમતું હોય તો હસીખુશીથી છુટા પડી શકાય છે પણ આજે પણ ગામડાંમાં કારકિર્દી કરતા લગ્નને વધુ મહત્વ આપાય છે. અમુક જિલ્લાઓમાં જાગૃતિ આવી છે. લગ્ન જોવાનું ગોઠવે છે બાકી આજે પણ આ યુગમાં માંડવામાં જ વરવધુ એકબીજાને પહેલીવાર મળે છે… ચોંકી ના જશો આ 2018ના એક સમાજ ની જ વાત છે .

આજે પણ  ઘણા સમાજમાં બાળકના અભ્યાસ કરતાં તેના લગ્નને વધારે મહત્વ આપવામાં આવે છે. એ કઈ કોલેજમાં દાખલો લેશે એ નહીં પણ એ ક્યાં લગ્ન કરશે એ ધોરણ 10થી નક્કી કરવામાં આવે છે.

આ લેખ વિશે બધાના મંતવ્ય અલગ અલગ હોઈ શકે, પરંતુ સત્ય હંમેશા મિથક વાતોથી ઉપર રહેશે. આ લેખ સૌથી એવા ઘણા બધા સમાજને લાગુ પડશે કે જે 21મી સદીમાં પણ 18મી સદીના વિચારો ધરાવે છે.

અરેન્જ મેરેજ = ફિક્સ કરેલી મેચ કે જેમાં બોર્ડ (પરિવારવાળા)  નિર્ણય કરે એમ કરવાનું થાય. તમે જેને ઓળખાતા પણ નથી જેના વિચારો જાણતાં પણ નથી તેની સાથે 1 કે 2 કલાકની મુલાકાત કરાવી અને જીવનભર લગ્ન ના તાંતણે બાંધી દેવાય છે. તો અમુક સમાજ માં મોઢાં પણ બતાવ્યા વગર ઠેકાણે પાડી દેવામાં આવે છે. સાહેબને ખબર જ ન હોય કે તમારી જીવનસંગીની ગૃહલક્ષ્મી બનશે કે ગૃહકંકાસીની? અને આ બધું પાર પાડી દીધા પછી જો ગૃહકલેશ થાય તો જો હુકમી સંસ્થાના કહેવાતા માનનીય આગેવાનશ્રીઓ બળજબરીથી ગાંઠ મારેલા સંબધ કે જે મનથી તો તૂટી ગયો તેને ગાંઠો મારી મારી અને ચલાવે રાખવાની ફરજ પાડતા હોય છે.

સૌથી ખતરનાક અને ભયાનક કાંઈ વસ્તુ હોય તો સોદાબાજીના લગ્નો…સાટું. સમાજ એને બહુજ સારી રીતે સમજાવે છે. આપણી છોકરી સામેને ઘરે અને સામાવાળાની દીકરી આપણી ઘરે. તો બંને ઘરમાં એકબીજાનું જોવે. સાહેબ કોન્સેપ્ટ સરસ છે પણ કેટલા લોકો આનાથી સંતુષ્ટ કે સુખી છે? 5% કદાચ 1%?  કર્યું એટલે ગમે તે કરી ચલાવવું પડે. મતલબ સાહેબ કાંઈ પણ થાય ચાલવું જ રહ્યું. એટલે એવું કે ભલે આંગળી સડે તો કાપવી નહીં ભલે આખો હાથ સડે અને પછી ધીમે ધીમે શરીર.

માણસ ભલે ને માનસિકરીતે ખતમ થઈ જાય પણ સમાજ માં સડેલી જેવી ઈજ્જત સચવાઈ રેવી જોઈએ. સાહેબ આ વિદેશીઓ આપણાથી આગળ કેમ છે ખબર? સાહેબ એમને ખબર છે કે સંબંધો કોની જોડે બાંધવો અને કોની જોડેથી કાપી નાખવો અને સૌથી મહત્વની વાત બીજાની વાતમાં ટાંટિયા લાંબા ન કરવા.

અત્યારે 10% લોકો સુધર્યા છે કે જે બાળકોની પસંદ ને ધ્યાને લે છે અને સમય આપે છે કે બંને પાત્ર એકબીજાને સમજી શકે અને નક્કી કરી શકે કે જીવન સાથે વિતાવી શકશે કે નહીં. હું એમ નથી કહેતો કે માત્ર સમાજ નો વાંક છે. 110% માતા-પિતાની ઉતાવળ અને સમાજે ઉભી કરેલી કાલ્પનિક ચિંતા કે છોકરી નહીં મળેની નીતિ જવાબદાર છે.

ચાલો સમાજ નથી કહેતો કે સાટું કરો પણ આ કુપ્રથા દૂર કરવા સમાજે શું પગલાં લીધા? ઉપરથી સમાજના કહેવાતા ઠેકેદારો પ્રોત્સાહક વાતો કરે કે સાટું તો કરવું પડે ને? આપણે 2018માં પણ હજુ 18મી સદીના જડ વિચારોમાં જીવ્યે છીએ.

લગ્ન એટલે બે આત્માઓનું  મિલન પણ અહીં મન તો મળતાં નથી ત્યાં આત્મા ક્યાંથી મળે? જીવન કાઢવાનું છે કંઈ ડાંગરના સોદા નથી કરવાના અને તમે તો એમાં પણ કાચા છો. તમારા વડીલોએ  તમારી જોડે એવું કર્યું મતલબ તમારે પણ તમારા બાળકો જોડે એવું કરવું એમ નક્કી થોડું છે? કોઈ આખી જિંદગી માનસિક યાતનાઓમાં વિતાવે છે એ તો વિચારો?

અરેન્જ મેરેજ બિલકુલ કરવા જોઈએ પણ બાળકોની લાગણીઓના ભોગે અને સમાજ ના ડરથી તો ક્યારેય નહીં. મિત્રો કજોડા ઉભા થાય એના કરતાં લગ્ન ન કરવા સારા.

એક માટલું લેવું હોય ને તો પણ આપણે 10 વખત ચેક કરીયે છીએ તો આતો સાત જન્મોની (હું ભલે તેમાં વિશ્વાસ નથી કરતો) વાત છે. ઘર સારું છે અને એના મા-બાપ ખાધેપીધે સુખી છે તો શું માં-બાપને જોઈને લગ્ન કરવા? છોકરાઓને જિંદગી  વિતાવાની છે તમારે વેવાઈઓ ને નહીં. તમને બે વડીલ દંપત ને  ગમે એટલે કરી દેવાનું? હા માં-બાપ અને સંબંધી તમારું ખોટું ના વિચારે 100% પણ સારું પણ ક્યાં થાય છે? જિંદગીના મહત્વપૂર્ણ નિર્ણય તો છોકરાઓને જાતે લેવા દો.  હા ખોટો નિર્ણય હોય તો ચોક્કસ પ્રેમથી સમજાવજો કે બેટા/દીકરી તું ખોટો/ખોટી છે પણ એક વખત એમની લાગણી સમજજો બાકી હવે ગાંધર્વ લગ્નની નવાઈ નથી.

એક મિત્રએ સરસ કોમેન્ટ કરી છે. રાજકારણી જેવી પણ 10% સિવાય કોઈને પસંદગીનો ઓપ્શન મળે છે? સતર્કતાથી પસંદગી કરવી જોઈએ પણ એ તક મળવી જોઈએ ને. જે લોકોને આ વિચારો તથ્ય હીન લાગતાં હોય એ ધ્યાન આપે કે પહેલાં લગ્ન માટે સ્વયંવરો યોજાતા હતાં અને શ્રી કૃષ્ણજી એ  ગાંધર્વ લગ્ન કરેલા. મનુ સ્મૃતિ અને વેદ પણ કહે છે કે પસંદગીના લગ્ન જ સફળ દામ્પત્ય આપી શકે.

સમાજ ની આ પ્રથા(સાટું અને  ફિક્સિંગ મેરેજ) ચાલુ રહી તો માં-બાપ ની ઈચ્છા વિરુદ્ધ થતા લગ્નો વધશે અને સમાજ વેર વિખેર થશે તો હજુ સમજી જાઓ સમય છે, ક્યાંક એવું ન થાય કે યુવાનો હતાશામાં ચાલ્યા જાય.

કપ્તાન જેક સ્પેરો ઉવાચ

મારા વિચારો તમને ન પણ લાગુ પડે  પણ સમાજ એક મોટા વર્ગને  લાગુ પડે છે. મારા વિચારો પૂર્ણ ન હોઈ શકે પણ તે કડવું સત્ય તો છે જ.

eછાપું

તમને ગમશે: માર્વેલ સ્ટુડીઓઝ: યહાં કે હમ સિકંદર

9 COMMENTS

  1. તમારા વિચારો સાથે અમે સંમત છીયે કપ્તાન જેક સ્પેરો…

  2. આપની વાત સાથે શતપ્રતિશત સહમત પરંતુ આ જ સાટાપદ્ધતિ કેટલાક અંશે માત્ર દીકરા ના જ જન્મ ની ગાંડી અપેક્ષાઓ કે ઘેલછા ને બીજી તરફ દીકરી ના ગર્ભપાત ની વધતી જતી સંખ્યા સાથે પણ સંકલાયેલી હોય એવું નથી જણાતું ???

    • આમ તો બંને અલગ મુદ્દા છે પણ….. સાટું ની પદ્ધતિ સમય જતાં દૂર થવી જોઈતી હતી

  3. વસ્તુની પદ્ધતિ સફળ રહી હોતતો નાણાંનુ સર્જન થાતજ નહીં,પહેલાના જમાનાથીજ ચીજવસ્તુઓની અદલાબદલી તદ્દન નિષ્ફળ રહી હતીતો આતો વ્યક્તિઓની અદલાબદલી થઈ, આજેય ઘણાને આવામાં રીબાતા જોઉ છું…

  4. વસ્તુની સાટા પદ્ધતિ સફળ રહી હોતતો નાણાંનુ સર્જન થાતજ નહીં. ચીજવસ્તુઓની સાટા પદ્ધતિ તદ્દન નિષ્ફળ રહી હતીતો આતો વ્યક્તિઓની અદલાબદલી થઈ, આજેય ઘણાને આવામાં રીબાતા જોઉ છું….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here