ઘોરાડ અને સુરખાબની સુંદરતા – મારુ વન્ય સમૃદ્ધ ગુજરાત શું તમે જોયું છે?

1
989
Photo Courtesy: Late Mr. Ashwin Pomal

ગુજરાતની વન્ય સૃષ્ટિ કોઈને પણ આકર્ષી શકે તેવી સમૃદ્ધ છે. આજે આપણે ગુજરાતના જ બની ગયેલા બે સુંદર પક્ષીઓ ઘોરાડ અને સુરખાબ વિષે જાણીશું. વક્રોક્તિ એવી છે કે આમાંથી એક પક્ષી પોતાના અસ્તિત્વ માટે લડી રહ્યું છે જ્યારે બીજાને આવી કોઈજ ચિંતા, હાલપૂરતી તો નથી જ. આપણે આ આર્ટીકલમાં આ બંને પક્ષીઓ ગુજરાતમાં ક્યાં ક્યાં જોવા મળશે તેના વિષે પૂરતી માહિતી લઈશું.

Great Indian Bustard (Ardeotis nigriceps) ઘોરાડ

Photo Courtesy: Mr. Ashok Chaudhary

જેનું નામ જ “ગ્રેટ ઇન્ડિયન” થી શુરુઆત થાય છે એવું ઘોરાડ પુરા ભારતમાં રાજસ્થાન બાદ કચ્છ – ગુજરાતમાં વધુ જોવા  મળે છે.  3.5 થી 4 ફિટની હાઈટ ધરાવતા આ પક્ષીને ગ્રાસલેન્ડનો રાજા સંબોધવામાં છે. એક સમયે રાષ્ટ્રીય પક્ષીની દોડમાં રહેલું ઘોરાડ હાલ માં ગુજરાતમાંથી લુપ્ત થવા ની તૈયારી માં છે. ભારત પક્ષીજગતના ભીષ્મપિતામહ એવા ડો. સલીમ અલી દ્વારા ઘોરાડને રાષ્ટ્રીય પક્ષી ઘોષત કરવા ની ભલામણ કરી હતી પણ છેવટે મોર બાજી મારી ગયું હતું.

લાગતું વળગતું: આ વર્ષે પ્રવાસીઓ સાથે ‘ગીર નરેશ’ કેમ સંતાકૂકડી રમી રહ્યા છે?

આમ જોઈએ તો ભારતના મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશમાં ઘોરાડ એકલ દોકલ જ બચ્યા છે ત્યારે, આપણા કચ્છમાં અત્યારે સરકારી કાગળ પર તો 25 દર્શવાય છે પરંતુ હકીકતમાં અહીં પણ 10 થી વધારે ઘોરાડ ન હોવા ની શક્યતા તો પક્ષીવિદો સ્વીકારી રહ્યા છે. સમગ્ર  વિશ્વમાં 200ની આસપાસ પક્ષીઓ જીવન ટકાવી રાખવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. પાકિસ્તાનમાં શિકારી પ્રવુતિનો ઘોરાડ વધુ પ્રમાણમાં ભોગ બન્યા, જયારે ભારતમાં આડેધડ લગાવાતી પવનચક્કીના વીજ વાયરો, ખેતીમાં કીટનાશક ના વધુ પડતા ઉપયોગ, ગ્રાસલેન્ડની જમીનો ખેતી અથવા ઉદ્યોગ ના ઉપયોગ માં લેવાઈ રહી છે તેને લીધે ઘોરાડને સહન કરવું પડ્યું છે.

એક સમયે તો મધ્યપ્રદેશમાં જોવા મળતું ઘોરાડ ત્યાંથી લુપ્ત થતા સરકારે તો ઘોરાડ માટે ની સંરક્ષિત જમીનો રદ કરી ને વિકાસના નામે હડપી લીધી હતી. ગુજરાતની શાન એવા ઘોરાડ હવે કચ્છમાં એક જ નર પક્ષી ના આધારે જીવન વિતાવશે એવી પરિસ્થિતિ આવીને ઉભી રહી છે.

The greater flamingo (Phoenicopterus roseus) સુરખાબ

Photo Courtesy: Late Mr. Ashwin Pomal

હંજ જેવા નામથી કોઈ ગુજરાતી અજાણ ન જ હોય કેમ કે એ આપણું રાજ્ય પક્ષી છે. ગુજરાતમાં નાના સુરખાનબ અને મોટા સુરખાબ એમ બે પ્રજાતિ જોવા મળે છે. કચ્છના મોટા રણમાં લાખોની સંખ્યામાં મોટા સુરખાબ પ્રજનન પણ કરે છે એ જગ્યા તો ફ્લેમિંગો સિટીના નામથી પ્રખ્યાત છે અને દરેક પક્ષીવિદ્દનું ત્યાં જવાનું એક સપનુ હોય છે. જન્મ સમયે ફ્લેમિંગો સફેદ રંગના હોય છે અને ગુલાબી રંગ તેમના શરીરમાં રહેલા સજીવોના કેરોટિનોઇડ રંજકદ્રવ્યોમાંથી આવે છે.  નાના હંજ પ્રજનન દરમિયાન એક પ્રકારનો અદભુત ડાન્સ કરતા જોવા મળે છે. આ પક્ષી કાદવ અને દરિયા કિનારાના ખારા પાણીમાં રહે છે.

સુરખાબ તેના પગનો ઉપયોગ કરીને, પક્ષી કાદવમાંથી નાના ઝીંગા, બીજ, વાદળી લીલો શેવાળ, માઇક્રોસ્કોપિક સજીવો અને મોલોસ્ક ફિલ્ટર કરે છે અને આરોગે છે.  તે આફ્રિકા, દક્ષિણ એશિયા (બાંગ્લાદેશ અને પાકિસ્તાન, ભારત અને શ્રીલંકાના દરિયાઇ વિસ્તારો), મધ્ય પૂર્વ (તુર્કી, ઇઝરાયેલ, લેબનોન, સંયુક્ત અરબ અમીરાત, કુવૈત અને બેહરીન) અને દક્ષિણ યુરોપના ભાગોમાં જોવા મળે છે જેમાં સ્પેન, અલ્બેનિયા, મેકેડોનિયા, ગ્રીસ, સાયપ્રસ, પોર્ટુગલ, ઇટાલી, અને ફ્રાન્સના કેમર્ગુ પ્રદેશ સામેલ છે. પશ્ચિમ જર્મનીમાં ઝ્લ્લબ્રૉકર વેનસંવર્ધન સ્થળ છે, જે નેધરલેન્ડ્સની સરહદની નજીક છે. અમદાવાદની નજીકમાં થોળ, નળસરોવર, અને અન્ય તળાવોમાં પણ તમને ફ્લેમીંગો જોવા મળશે અને હવે અમુક ફ્લેમિંગો તો ગુજરાત મૂકી ને જતા પણ નથી અહીં ના કાયમ ના રહેવાસી થઇ ગયા છે.

આશા છે કે આવનારા દિવસોમાં ઘોરાડ પોતાની વસ્તી વધારવા માટે સક્ષમ બનશે અને ફ્લેમિંગો એટલેકે સુરખાબ પોતાની સુંદરતા આવી જ રીતે ફેલાવતું રહેશે. ગુજરાતની વન્ય સમૃદ્ધિ અંગે વધુ માહિતી આપણે બહુ જલ્દીથી જાણીશું.

eછાપું

તમને ગમશે: માર્ચ એન્ડિંગ – જુદા છે પ્રકારો હિસાબે હિસાબે!

1 COMMENT

  1. Great article Mr. Kartik Pomal. Hope all the nature conservaters and govt. will take necessary steps for conserving the GIB’s.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here