આવો આપણી બાળપણની યાદ તાજી કરીએ આ Vintage Classic Games દ્વારા

0
370
Photo Courtesy: boonfair.lk

Games સિરીઝમાં આપણે Car Games વિષે વાત કરી, Cricket, Football અને Strategy Games વિષે પણ અઢળક વાતો કરી છે, હજુ પણ ઘણા એવા પ્રકાર છે જેના પર બહુ વાતો થઇ શકે છે પરંતુ આજે Games Series માં આ છેલ્લો હપ્તો છે અને એમાં મારે Vintage Computer Games ની વાત કરવી છે. કેવો એ સમય હતો જયારે મોટા ડબલા જેવું મોનિટર આવતું અને એના પર આપણે Freecell અથવા તો Spider Soliter અથવા તો Minesweeper જેવી અદભૂત Games નો આનંદ લેતા હતા. જોકે સમય બદલાતા PC Games માં પણ કેટકેટલી Games આવી ગઈ અને આજે તો એમાં પણ ઉત્તમ Games આવી ગઈ છે. આજે આપણે Vintage PC Games ની વાત કરશું.

EA Sports Cricket 2007

Photo Courtesy: downloadpcgames88.com

 

પહેલા કહ્યું હતું એમ Sports Games ની વાત આવે એમાં EA સહુથી આગળ જ હોય છે. 1996 માં EA દ્વારા સહુપ્રથમ વખત Cricket Game ને મુકવામાં આવી અને એ પછી એ સિલસિલો 2007 સુધી ચાલ્યો. અસ્સલ Stadium જેવું તો નહિ પણ એક અદભૂત મનોરંજન મળતું હતું EA ની Cricket Games દ્વારા. ત્રણ અલગ અલગ ડિફિકલ્ટી લેવલ હોય, ટેસ્ટ મેચ, વનડે, વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી જેવી ક્રિકેટિંગ ટુર્નામેન્ટ્સ તમને ટેસડો કરાવી આપે. Mark Nicholas અને Richie Benaud ના દમદાર અવાજમાં તમને Cricket Commentary પણ સાંભળવા મળે અને વરસાદ પડે તો એ ય તમને Screen પર જોવા મળે એટલી ગજ્જબ મજ્જા હતી. સમય જતા Developers દ્વારા ઘણા બદલાવ થયા, જોકે દરેકનું મૂળ તો 2007 ની જ રમત રહી. અત્યારે પણ 2018 ના નામે તેમાં ઘણા બદલાવ કરવામાં આવ્યા છે પણ એને લીધે એ 2007 નું જે Version હતું એ કશે ખોવાઈ ગયું હોય એવું લાગે છે. EA સિવાય પણ ઘણી Company દ્વારા Cricket ને મુકવામાં આવી પણ એમાં એ મજ્જા મળી નથી. જો અફવા ફેલાવતા ઈ-ભમરાઓનું સાચું માણીયે તો 2019 માં EA Sports એમની Classic Cricket ને ઘણા બદલાવ સાથે ફરી લાવી રહ્યું છે, જો આ હકીકત હોય તો આપણે એ Game લેવા માટે અત્યારથી જ તૈયાર છીએ.

Grand Theft Auto

Photo Courtesy: Wikipedia

 

Computer Games ના આશિકો માટે GTA એ આશીર્વાદ સમાન હતું. ગમ્મે તેવો Stress હોય કે કોઈ પર ગુસ્સો હોય તો તેનાથી નીજાદ મેળવવા આ Game બહુ જ Perfect છે. તમે America ના નાગરિક હોય અને રસ્તે જતી કોઈ પણ ગાડી તમે ચોરી શકો અને પછી એ ગાડી લઇ અને શહેરભરના રસ્તાઓ પર મૌજ કરી શકો એવો અદભૂત Gameplay હતો. અલગ અલગ missions પુરા કરી તમે આખું શહેર કબ્જે કરી શકો. છત પર અથવા તો ઊંચી ઇમારત પરથી શહેર પર રીતસરનો આતંકવાદી હુમલો સુદ્ધા કરી શકો. તમારા Criminal Level મુજબ Police તમને પકડવા મથામણ કરે અને જો 5 Star Level પર પહોંચી જાઓ તો Army તમને પકડવા આવે. જોકે મજ્જા ની વાત એ છે કે Game ના Cheat Code Google પર હાજર છે. Cheat Code Enter કરો એટલે 5 Star Criminal માંથી તરત જ તમે એક Innocent Citizen બની જાઓ અને તમારા દરેક પાપ-ગુનાહ બધું જ એક જ ઘડીમાં સાફ થઇ જાય. આ Game ના પણ ઘણા બધા Version આવી ચુક્યા છે. Grand Theft Auto Vice City પછી San Andreas કે પછી હમણાં આવેલ GTA 5 આ તમામ Versions માં Gameplay સરખો જ છે બસ Location, Players અને Missions બદલાય છે.

લાગતું વળગતું: આવો Viral થયેલી કેટલીક Mobile Gamesની વિરલ દુનિયામાં પધારો

DOOM

Photo Courtesy: i.kinja-img.com

 

1993 માં આ Game આવેલી અને એનું mission અને Gameplay બહુ જ સરળ હતું. Mystery Box ના અલગ અલગ દરવાજા ખોલો અને તેમાં રહેલ દુશ્મનને ઢેર કરો. જોકે એના Graphics ને માટે થઇને ખાસ્સો એવો વિવાદ પણ જાગ્યો હતો. આજે પણ આ Game ના અનેક ચાહક હાજર છે.

Age Of Empires

Photo Courtesy: boonfair.lk

 

PUBG કે પછી Clash Of Clans ના પરમપૂજ્ય પિતાશ્રી એટલે Age Of Empires અને એના અલગ અલગ levals. અહીંયા પણ Gameplay બહુ સરળ છે, જોકે Game એટલી જ અઘરી છે. તમે પોતે એક સૈન્યના વડા છો તમારે અન્ય સેનાઓ પર કબ્જો કરવાનો છે અને તમારું વર્ચસ્વ વધારવાનું છે. સૈન્ય માટે રહેવાનું ઘર, તાલીમશાળા, જમવા માટે ખેતર આ બધું જ જાતે સંભાળવાનું અને એમાં પણ દુશ્મન સેના ગમ્મે ત્યારે હુમલો કરે તો તેને પણ જડબાતોડ જવાબ આપવાના. જો જીવનમાં ધીરજ અને એક સાથે બહુ બધા કામ કેમ કરવા એ શીખવું હોય તો આ Game સર્વોત્તમ છે.

Road Rash

Photo Courtesy: mensxp.com

 

Vintage Games ની વાત થાય અને Road Rash તો કઈ રીતે ભૂલી શકાય. Motor Bikes ની સૌથી શ્રેષ્ઠ Game હતી. Bike Racing ની સાથે સાથે સ્પર્ધકોને ચાલુ Bike પર Chain, ચપ્પુ કે પછી લાત કેમ મારવી એ આ game ની મજ્જા હતી. હમણાં થોડા સમય પહેલા ફરી આ Game ને Relaunch કરવામાં આવી છે, જોકે અસ્સલ જેવી મજ્જા નહિ પણ તો ય સંતોષ જરૂર મળશે.

Prince Of Persia

Photo Courtesy: playdos.games

1989 જયારે MS DOS Operating System હતી એ સમયની Classic Game હતી. હું મારા નાનપણમાં બહુ જ રમ્યો છું. બહુ જ સરળ Gameplay હતો. તમે Prince છો અને તમારે તમારી Princess ને બચાવવા ની છે. જાતે જ બંધ થઇ જતી Jail હોય કે પછી જમીનમાં અચાનક જ નીકળી આવતા કાંટા. કેટકેટલું દૂર ગયા પછી તમને તલવાર મળે અને એ પછી તમારે દુશ્મન રાજા સામે યુદ્ધ કરીને તમારી Princess પાસે પહોંચવાનું.

અહાહા ટેસડો પડી ગયોને જૂની જૂની games વિષે જાણીને? હજુ તો Need For Speed કે પછી Dave અને Sky વિષે તો વાત જ નથી કરી આપણે. આજે તમે તમારી પસંદગીની Games વિષે વાતો કરીને તમારું Monday Blues દૂર કરી શકો છો. નીચે Comments માં આવવા જ દો આજે તો.

eછાપું 

તમને ગમશે: હુલાહુપ એટલે તન અને મનને બેલેન્સ કરતો ડાન્સ: શિલ્પા ગણાત્રા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here