કેશ ઓન ડિલિવરી કરતા ઓનલાઈન પેમેન્ટનો વિકલ્પ વધારે હિતકારી

0
305
Photo Courtesy: gcoen.ac.in

ભારતમાં હવે ઓનલાઈન શપિંગનો સૂર્યોદય પૂર્ણકળાએ ખીલી ઉઠ્યો  છે.  તમારા ઘરમાં કોઈ  એક વસ્તુ તો એવી હશે જ કે જે તમે ઓનલાઈન  લીધી હશે  હવે લોકો  અલગઅલગ વેબ સાઈટમાંથી  ઘણી બધી વસ્તુ મંગાવે છે જેમ કે મોબાઇલ, કપડાં, વાસણ, ઘર વપરાશની ચીજ વસ્તુ, ચોકલેટ , અને હવે Swiggy અને Zomato ની મદદથી હવે તો નાસ્તો પણ ઓનલાઈન  મંગાવે છે.

Photo Courtesy: gcoen.ac.in

આવી ઘણીબધી ચીજવસ્તુ ઓનલાઈન મંગાવતા હોવ ત્યારે ઘણા બધા પ્રશ્નો ઉભા થતા હોય છે જેમાંથી એક પ્રશ્ન છે કે પેમન્ટ પહેલા કરવું કે પછી? મોટાભાગ ના લોકો જ્યાં સુધી કેશ  ઓન ડિલીવરી નો વિકલ્પ હોય ત્યાં સુધી બીજો કોઈ વિકલ્પ પસંદ કરતા નથી. પરંતુ આ લેખમાં તમને એવા કારણો જણાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે  કેશ ઓન ડિલિવરી  કરતા ઓનલાઈન પેમેન્ટ કરવું યોગ્ય રહેશે.

ઓનલાઈન ખરીદી કરવા માટે તમે કઈ  વેબસાઈટનો ઉપયોગ કરો છો તે ખુબજ મહત્વનું છે. તે કઈ રીતે નક્કી કરી  શકાય અને કઈ કઈ વેબસાઈટ વિશ્વાસપાત્ર છે તે જાણવું પણ અત્યંત જરૂરી છે પરંતુ એ અંગે આપણે આના પછી ના લેખમાં ચર્ચા કરીશું. આજે આપણે એકદમ વિશ્વાસુ એવી  Flipkart અને Amazon એમ બે વેબસાઈટને ધ્યાન માં રાખી ને ચર્ચા કરીશું.

લાગતું વળગતું: જો તમને Carding વિષે ખબર નથી તો તમને ભગવાન બચાવે

કેશ ઓન ડિલિવરી આ શબ્દ સાંભળતા જ આપણે એવી ગ્રંથી બંધાઈ જાય છે કે જો પ્રોડક્ટ ખોટી આવે તો આપણા પૈસા બચી જાય. પરંતુ તમે જોયું જ હશે અને અનુભવ્યું હશે કે જયારે કુરીઅર બોય તમારું પાર્સલ ડિલિવર કરવા આવે ત્યારે તે પહેલા પૈસા લેશે ગણશે અને પછી તમને પ્રોડક્ટ ખોલવા દેશે તો એમાંથી કદાચ કઈ ના નીકળે તો પણ તમે એને કઈ કહી ના શકો એટલે તમે જો ઓનલાઈન પેમેન્ટ કરી દીધું હોત તો પણ આનાથી કોઈ અલગ પરિસ્થિતિ ઉભી થવાની ન હોત.

કેશ ઓન ડિલિવરીમાં સ થી મોટો પ્રોબ્લેમ ત્યારે આવે છે કે જયારે  તમે  તે પ્રોડક્ટ રિટર્ન કરો છો.  જો તમે કેશ ઓન ડિલિવરી થી વસ્તુ મંગાવી હશે તો કંપની તમને ચેક આપશે અથવા તમારા કોઈ વોલેટમાં પૈસા જમા કરશે અને તેને તમારે તમારા એકાઉન્ટ માં જાતે ટ્રાન્સફર કરવા પડે છે. આ સમગ્ર પ્રક્રિયા થતા લગભગ અઠવાડીયા નો સમય કે પછી ઘણી વાર 1 મહિનો પણ લાગી જતો હોય છે. જયારે જો તમે ઓન લાઈન પેમેન્ટ કર્યું હોત તો 2-3 દિવસ માં અને હવે તો તરત જ પૈસા તમારા જે એકાઉન્ટ માંથી કાપ્યા હોય તે એકાઉન્ટ  તો જમા થઇ જાય છે.

આપણા બધા પાસે જાતજાતના ઈ-વોલેટ છે અને ઓનલાઈન પેમેન્ટ કરવાની પણ સુવિધા છે અને બધા નો પગાર પણ હવે ડાઇરેક્ટ એકાઉન્ટ માં જમા થયા છે એટલે જો  આપણે જો કેશ ઓન ડિલિવરી  સિલેક્ટ કરી હોય તો આપણે પૈસા ઉપાડવા ATM માં જવું પડશે અને તમને દર મહીને મળતા મેક્સિમમ પાંચ ATM ટ્રાન્ઝેક્શન બગડશે.  જે અને જો તમે કાર્ડ થી પેમેન્ટ કરો તો ઘણીવાર સ્વેપિંગ ચાર્જ પણ લાગતો હોય છે. જયારે જો તમે ઓન લાઈન પેમેન્ટ કર્યું હોય તો આ બધી માથાકૂટ રહેતી નથી.

જયારે નોટબંધી થઇ હતી ત્યારે એવા પણ કિસ્સા સામે આવ્યા હતા કે લોકો આગળ દિવસે પાર્સલ લેવા ATMમાંથી પૈસા ઉપાડ્યા  અને નોટબંધી થઇ.  ન કરે નારાયણ (સપનામાં પણ એવું હવે ના થાય ) પણ જો ફરીથી આવું કશું થઇ ગયું તો તમે પહેલેથીજ પેમન્ટ કર્યું હશે તો કોઈ વાંધો નહીં આવે.

ઓનલાઈન પેમેન્ટમાં બીજા ઘણા બધા ફાયદા રહેલા છે જેમ કે ઓનલાઈન પેમેન્ટમાં તમને ડિસ્કાઉન્ટ મળી શકે છે અને હપ્તા પણ થઇ શકે છે એ પણ વ્યાજ વગરના!

કુરિયર બોયનો સ્વભાવ તમે અગાઉથી જાણતા નથી હોતા એટલે કેશ ઓન ડિલીવરી હોય ત્યારે એની સાથે નાહક પંચાતમાં પડવા કરતા જો  તમે ઓનલાઇન પેમેન્ટ કર્યું હોય તો તમે વધારે માં વધારે 1 મિનિટ માં જ તેને મુક્ત કરી શકો છો તમારો ટાઈમ પણ બચે છે.

કેશ ઓન ડિલિવરી  માં જો તમે ઘરે રોકડ રાખવાનું ભૂલી ગયા હોવ તો તમારે અથવા તમારી પત્નીને પડોશી પાસેથી ઉધાર લેવા પડે અને એમ ન કરતા જો પાર્સલ કાલે લાવવાનું કહીને પાછું મોકલાવો તો 1 દિવસ વધારે બગડે તેના કરતા જો તમે ઓનલાઈન પેમેન્ટ કર્યું હોય તો તમે કોઈ પણ ને વિના સંકોચે તમારું પાર્સલ મેળવી શકો છો.

આવા ઘણા કારણો છે કે તમે કેશ ઓન ડિલિવરી કરતા ઓન લાઈન પેમેન્ટ કરવું યોગ્ય જણાશે.

આગળ કહયું તેમ કે ઓનલાઇન ખરીદી કરવા માટે તમારી પાસે વિશ્વાસપાત્ર વેબસાઈટ હોવી જરૂરી છે તેના પછી ઉપર ના કારણો કેશ ઓન ડિલિવરીમાં લાગુ પડે છે.

આમ કેશ ઓન ડિલિવરી એક સારો વિકલ્પ છે પરંતુ જો તમે ઓનલાઈન પેમેન્ટ કરો તો તમારા ખરીદેલા સામાનની  ડિલીવરી કદાચ વધારે સરળ અને સગવડ ભરી રહેશે.

eછાપું

તમને ગમશે: ફેસબુક DP કાળી કરવાની મુહિમ એટલે “જવા દેને બધ્ધા પુરુષો એવા જ હોય છે!”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here