ગુજરાતમાં જાહેર થયેલા નવરાત્રી વેકેશન અંગે એક મૂર્ધન્ય સાહિત્યકાર નું મંતવ્ય

0
313
Photo Courtesy: cloudfront.net

મિત્રો,  આપણે fryday ફ્રાયમ્સમાં અલગ અલગ ક્ષેત્રની ખ્યાતનામ વ્યક્તિઓને આમંત્રિત કરીએ  છીએ પણ હજુ સુધી આપણે કોઈ સાહિત્ય ક્ષેત્રની હસ્તીને આમંત્રિત નથી કર્યા…. અને fryday ફ્રાયમ્સ આજે એ મહેણું ભાંગી રહ્યું છે… તો દોસ્તો… fryday ફ્રાયમ્સમાં આજે આપણી સાથે ઉપસ્થિત છે… ખ્યાતનામ સાહિત્યકાર …… શાનદાર સ્વાગત છે….

પંકજ પંડ્યા : સુસ્વાગતમ  સર, fryday ફ્રાયમ્સમાં આપના જેવા મૂર્ધન્ય સાહિત્યકારનું સ્વાગત કરતાં મુ ધન્ય થઈ ગયો…….

મૂર્ધન્ય સાહિત્યકાર  : આભાર….

પંકજ પંડ્યા : સાહિત્ય માટે તમારું શું માનવું છે ?

મૂ.. સા. : સાહિત્ય એક તપસ્યા છે… સાધના છે….

પંકજ પંડ્યા : ઓહ…… એટલે જ તમે સાહિત્ય પ્રત્યે આકર્ષિત થયા ?

મૂર્ધન્ય સાહિત્યકાર : તમે તમારા મનમાં શું સમજો છો…  what આકર્ષિત ? સાહિત્ય કો નહિ સમજને વાલે તુમ્હારે જૈસે લોગ સાહિત્યમેં કર shit કરતે હૈ… તભી આજ યે હાલત હુઈ હૈ.. ઐસે તો સાહિત્ય… સાહિત્ય ન રહે કર સાહત્યા બન કર રહ જાયેગા…

પંકજ પંડ્યા : અરે સર તમે તો ગુસ્સે થઈ ગયા…  જરા ટાઢા થાઓ…. લો ઠંડુ પાણી પીઓ.. બાય ધ વે મને કેમ ઇન્ટરવ્યુ માટે આજે જલ્દીથી બોલાવ્યો ?

મૂ.. સા.  : એ માટે સોરી…. પણ આજે મારે ડોક્ટરની એપોઇન્ટમેન્ટ હતી અને જો સર્જરી કરાવવી પડે તો આપણો ઇન્ટરવ્યુ ચાર પાંચ અઠવાડિયા માટે ઠેલાઈ જાત… બસ એટલે જ…

પંકજ પંડ્યા : ઓપરેશન ? શાનું ઓપરેશન ?

મૂર્ધન્ય સાહિત્યકાર : કંઈ નહીં.. ફેમિલી ડોક્ટરે ઊંચા રક્ત ચાપના લીધે દિલ અને દિમાગ વચ્ચે બેલેન્સ રાખવાની સલાહ આપેલી

પંકજ પંડ્યા : ઊંચો રક્ત ચાપ ?

મૂ.. સા.  : હાઈ બ્લડ પ્રેશર…

પંકજ પંડ્યા :ઓહ… પણ એમાં ઓપરેશન શાનું ?

મૂર્ધન્ય સાહિત્યકાર : મેં વિચાર્યું કે કોઈ મોટા સર્જનને બતાવી દિલ અને દિમાગની વચ્ચે એટલે કે ગળામાં બે-લેન્સ નંખાવી દઉં

પંકજ પંડ્યા :  આંખો પર બે લેન્સ એટલે કે ચશ્માં પહેરશો પોઝીટીવીટીના….. તો પણ કામ પતી જશે….

મૂ. સા. : હા એ સારો આઈડિયા છે… મને જલ્દીથી પોઝીટીવીટીનું સરનામું આપી દો….

પંકજ પંડ્યા : ક્યાંય જવાની જરૂર નથી…. તમે જે જમણી આંખ બંધ કરીને માત્ર ડાબી આંખે જુઓ છો…. એની જગ્યાએ બંને આંખો ખુલ્લી રાખો… બધું જ બરાબર થઈ જશે…

મૂ.સા. : ખરેખર?

પંકજ પંડ્યા : તો શું ખોટેખોટ ? અમે ખોટનો ધંધો નથી કરતા….. btw  કોઈ પણ ક્ષેત્રના નવોદિતોને તમે શું કહેવા ઈચ્છશો ?

મૂર્ધન્ય સાહિત્યકાર    : નવોદિતો હોય કે દસોદિતો… મને કોઈ ફરક નથી પડતો..

પંકજ પંડ્યા : હાહાહાહા…. મારું કામ તમે ઉપાડી લીધું…

મૂ.. સા.  : એવું કંઈ નથી… અને રહી વાત નવોદિતોની… આપણા દેશમાં એટલી બધી વસ્તી છે અને એના લીધે દરેક ક્ષેત્રે હરિફાઈનું પ્રમાણ એટલું ઊંચું હોય છે કે ક્યાંય પણ તમને નવોદિત હોવાનો લાભ ન મળે…. હંમેશાં સતર્ક રહેવું પડે…. જાત નિચોવી નાખવી પડે તો જ ધાર્યું ફળ મળે… કદાચ…

પંકજ પંડ્યા : સહમત…. ટીકા કરવા વિશે તમારું શું માનવું છે ?

મૂર્ધન્ય સાહિત્યકાર : ટીકા ત્રણ પ્રકારે થાય …

પંકજ પંડ્યા : એમ ? કઈ રીતે ?

મૂ.. સા.  : એક તો કપાળમાં થતો ટીકો… જેને તિલક પણ કહેવાય…..

પંકજ પંડ્યા : બીજું ?

મૂર્ધન્ય સાહિત્યકાર : રસીને પણ ટીકા કહેવાય છે..

પંકજ પંડ્યા :  અને ત્રીજું ?

મૂ.. સા.  : ટીકા ટિપ્પણી… જે પ્રમાણસર હોય તો બરાબર.. નહીં તો ટીકા કરનાર જ ટીકા પાત્ર બની જાય…

પંકજ પંડ્યા : ટૂંકમાં ટીકા( ચાંલ્લો)  બેલા (નામની સ્ત્રી) ને પણ હોય … રુબેલા (રસી) પણ હોય ને ઉબેલા પણ હોય…

મૂ.. સા.  : હાહાહા…..

પંકજ પંડ્યા : હમણાં જ ગુજરાત સરકારે નવરાત્રી વેકેશનની જાહેરાત કરી… એ અંગે આપનું શું કહેવું છે?

મૂર્ધન્ય સાહિત્યકાર : આપનું શું કહેવું છે એ મને શું કામ પૂછો છો ? કેજરીવાલને પૂછો…

પંકજ પંડ્યા : આપનું એટલે કે તમારું…

મૂ.. સા.  : એમ કહોને? મારા માટે તો આ બાબત અત્યંત દુઃખદ છે… હું ઈચ્છું છું કે બાળકો વધુમાં વધુ અને સારામાં સારું ભણે…. વાંચવાની આદત પાડે….

પંકજ પંડ્યા : તમારી આ વ્યથામાંથી કોઈ કવિતા ના ઊગી નીકળે ?

મૂર્ધન્ય સાહિત્યકાર : ચોક્કસ……

પંકજ પંડ્યા : તો થવા દો…

મૂ.. સા.  : ચોક્કસ…

નવલાં નોરતે ભલે ગરબે ઘૂમતું….

ભલે ને ગુજરાત નાચે..

ચાલો આ પણ મ્હેણું ભાંગે,

હવે તો ગુજરાત વાંચે..

પંકજ પંડ્યા : વાહ… ખૂબ મજા આવી….  તમે ગુજરાતના સાહિત્યને જેટલું પણ પ્રદાન કર્યું છે તેનાથી અનેકગણું કરતા રહો અને યુવા લેખકો અને કવિઓને તમારા અસીમ અનુભવ થી પ્રોત્સાહિત કરતા રહો એ જ અભ્યર્થના…..

મૂર્ધન્ય સાહિત્યકાર : આભાર…….

(Disclaimer : The contains here are absolutely imaginary and has nothing to do with reality.. There is no intention to hurt anyone  as it has only created for pun and fun by default… If someone is still hurt, please take care)

eછાપું.

તમને ગમશે: રોકાણ દ્વારા કમાણી કરવી છે? તો પહેલા બચત કરતા શીખો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here