ટીચર અને સ્ટુડન્ટ આ પવિત્ર સંબંધ અંગે પ્રેક્ટીકલ થવાનો સમય પાકી ગયો છે

0
384
Photo Courtesy: scoopwhoop.com

જસ્ટ બે દિવસ પહેલાં જ મુંબઈની એક શાળાનાં ટીચર ને ત્રણ વર્ષની જેલની સજા થઈ. એનો ગુનો હતો, સ્કૂલનાં બાળકોને અશ્લીલ રીતે અડવાનો. 2013થી આ શિક્ષકે સ્ટુડન્ટ્સને અડપલાં કરવાની હિંમત કરી હતી. બહુ બધા કિસ્સા બહાર આવ્યાં પણ માત્ર ત્રણ જણાએ સ્કૂલના પ્રિન્સિપલ સાથે જઈને FIR કરાવવાની માંગ કરી. પ્રિન્સિપલએ સાથ આપ્યો તો તેમને પણ સ્કૂલ સંચાલકો દ્વારા રાજીનામું આપવા માટે દબાણ થયું. પરંતુ 2017ના કોર્ટના આદેશ મુજબ આ પ્રિન્સિપલને પાછા સ્કૂલમાં લેવામાં આવ્યા.

Photo Courtesy: scoopwhoop.com

કદાચ બહુ જ ઓછા વાક્યોમાં મેં આ મુદ્દાને આવરી લીધો પણ આ મુદ્દાની એ પીડિત બાળકો પરની અસર શબ્દોમાં વર્ણવી મુશ્કેલ છે. સ્કૂલ જતાં બાળકના એક પેરેંટ તરીકે વિચારું તો કમકમાટી છૂટી જાય છે. આવા સંજોગો દરેકે દરેક ક્ષેત્રે છે પણ “વિદ્યામંદિર” માં આવું કૃત્ય થાય એ સામાજિક રીતે આવતી મંદી દર્શાવે છે. બાળકની ઉંમર સાથે જાણે હવે વાસનાને કોઈ લેવાદેવા જ નથી.

માતાપિતા પછી, કે કદાચ, સરખું સ્થાન જો કોઈનું છે તો તે શિક્ષકનું છે. એડમિશન આપતી અને લેતી વખતે પણ આ જ ભાવનાને પ્રમોટ કરવામાં આવે છે કે સ્કૂલ ટીચર પણ માતાપિતા જ છે અથવા ટીચર એ બીજી મા છે. “અને માં વઢે પણ પણ ખરી અને પ્રેમ પણ કરે” આ વાકયને ઘર ઘરમાં ટેગલાઇન બનાવવામાં આવી છે. પણ જ્યાં સુધી હું માનું છું ત્યાં સુધી હવેનાં સંજોગોમાં “માતા અને પિતા ” ના પ્રેમ અને સ્પર્શ સાથે કોઈ પણ સંબંધની કંપેરીઝન કરવી વ્યર્થ છે. જે જે લોકો ન્યૂઝ પેપર વાંચતા હશો તેઓ મારી વાત સાથે સંમત થશો જ. કોઈ પણ ન્યૂઝ પેપરની હેડલાઈન્સ જોઈએ તો અમુક જ પ્રકારના ન્યૂઝ વાંચવા મળે. ગુનો થાય તેની ખબર આપવાની સાથે સાથે તેને કેમ રોકાય તે વિશે ગુનો થયા બાદ જ ન્યૂઝ ચેનલ પર ચર્ચા કરવામાં આવે છે.

લાગતું વળગતું: ટીચર સાથે આપણા બાળકના સંબંધ કેવા હોવા જોઈએ, ક્યારેય વિચાર્યું છે?

બાળકોને સ્પર્શ ઉપરથી માણસની ઓળખ શીખવાડી દેવી, એ પેરેંટ્સ તરીકેની પહેલી ફરજ છે. YouTube અને ઓનલાઇન બીજી ઘણી પદ્ધતિઓ ઉપલબ્ધ છે એના વિશે ચર્ચા કરવા માટે. ખાસ કરીને નાના બાળકોને સમજાવવાની રીતો પણ અવેલેબલ છે. જરૂરી નથી કે સ્કૂલમાં બાળક સેફ જ છે. આપણે કોઈ પણ ટીચરની માનસિકતા છતી થતાં જોઈ શકતાં નથી. કોઈના બાહ્ય દેખાવ કરતાં આંતરીક દેખાવ વિશે ભાગ્યે જ માહિતી લઈ શકાય છે તેવામાં બાળકોને નબળી મનોવૃતિ ધરાવતા લોકોને સોંપી દેવાની પેરેંટ્સ ભૂલ કરી બેસે છે. લાડ કરવાને બહાને બાળકોને અડપલાં કરતો પણ એક સમાજ છે જ. એવામાં કોઈ પણ જગ્યાએ બાળકનું શોષણ થઈ શકે છે.

આ તો વાત કરી આ દુષણોની. હવે વાત કરીએ એનાથી બચાવની. બાળક સાથે હંમેશા પોઝીટીવ કમ્યુનિકેશન રાખવું એ પ્રથમ પાસું છે. સ્કૂલથી બાળક આવે ત્યારે તે પેરેંટ્સને તે દિવસે સ્કૂલમાં બનેલ તમામ ઘટનાઓનું વર્ણન કરે તેની તકેદારી રાખવી જોઈએ. સ્કૂલમાં કોણ કોણ સ્ટાફ છે તેની જાણકારી રાખવી જોઈએ. આપણા બાળકે કોની સાથે ફ્રેન્ડશિપ કરી છે, કોની સાથે તે રમે છે, શું રમે છે અને ટીચરનો આપણા બાળક સાથેનો વ્યવહાર, એ બધું જ જાણવું, તે પેરેંટ્સનો હક અને ફરજ છે.

ઘણી વખત ટીચરના પર્સનલ ફેવરિટ સ્ટુડન્ટ્સ હોય છે, તો તેમની સાથે તેઓનો વ્યવહાર પણ પેરેંટ્સને ખબર હોવી જોઈએ. બાળક ટીચરથી ડરતું હોય તો વધારે ધ્યાન રાખવું જોઈએ. ટીચરનું કામ શિક્ષા આપવાનું છે એટલે બાકી બધાં જ રિલેશન્સ બાજુમાં રાખવા જોઈએ.

સામાન્ય રીતે, એક બાળક કોઈ પણ જાતના ડર વગર, કોઈ પણ પ્રકારના દબાવ વગર, નિડરતાથી તેની આસપાસના વાતાવરણ સાથે તાલમેલ બાંધે તો તે ઘણાં પ્રોબ્લેમ્સ પોતાની મેળે દુર કરવા માટે તૈયાર થઈ જાય છે. એક વિશ્વાસ જગાવવાની જરૂર છે, સંબંધોને સરળ કરવાની જરૂર છે, જેનાથી બાળકનું શોષણ થાશે નહીં અને બાળક બેબાક બનશે. ભવિષ્યની યોજનામાં આનો પણ સમાવેશ કરી શકાય છે.

કોઈ પણ અનિચ્છનીય બનાવ બાળકનાં માનસપટ પર આકરી છાપ છોડી જાય છે. બાળકો પણ ડિપ્રેશનના આસાનીથી ભોગ બને છે, એવામાં પેરેંટ્સનો સપોર્ટ મહત્વનો ભાગ ભજવે છે. કોઈ પણ પ્રકારના નેગેટીવ બનાવથી ડર્યા વગર એક અવાજ બનવામાં મજા છે. સ્ટુડન્ટ અને ટીચર એક આદર્શ જોડી છે, તેને આદર્શ જ રહેવા દઇએ અને તે કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી.

અસ્તુ!!

eછાપું

તમને ગમશે: Google I/O 2018માંથી એક સામાન્ય Android યુઝરને શું મળ્યું?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here