આ PMS એટલેકે પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસ પ્રોવાઇડર વળી કઈ બલાનું નામ છે?

0
837
Photo Courtesy: rgconsultants.org

શેરબજારમાં નાણા કેમ રોકવા એની એક્સપર્ટ દ્વારા જે સલાહ આપવામાં આવે છે એને પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસ પ્રોવાઇડર કહે છે. આ સલાહ બે રીતે અપાય છે એક પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસ પ્રોવાઇડર એ છે કે જે માત્ર સલાહ જ આપે કે કઈ કંપનીના શેર ખરીદવા અને લીધા હોય તો ક્યારે વેચવા આને નોન ડિસ્ક્રિએશનરી સલાહ કહેવાય છે. જયારે ડિસ્ક્રીએશનરી સલાહ આપનાર પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસ પ્રોવાઇડરને આપણે એને શેર લે વેચ કરવાની સત્તા આપીએ છીએ.

 

Photo Courtesy: rgconsultants.org

સિકયુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, ટુંકમાં SEBI જે આપણા શેરબજારનું નિયમન કરે છે એણે આ પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસ પ્રોવાઇડર માટે સખત નિયમો બનાવ્યા છે અને એ નિયમ અનુસાર PMS પ્રોવાઇડર એ સેબીનું રજીસ્ટ્રેશન લેવું ફરજીયાત છે. પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસ પ્રોવાઇડર પાસે બે કરોડની નેટવર્થ હોવી જોઈએ અને ઓછામાંઓછા 25 લાખની રકમ અસીલ પાસે લઇ એ મેનેજ કરવાની સત્તા મેળવે છે. આનાથી ઓછી રકમ માટે એ ડીસ્ક્રીએશનરી સલાહ આપી શકતો નથી

ડીસ્ક્રિએશનરી સલાહમાં શેર અસીલના નામે હોય એના નામે ડીમેટ ખાતું ખોલાવામાં આવે છે અને અસીલ પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસ પ્રોવાઇડરને શેર લેવેચ કરવાની સત્તા આપે છે. આ માટે PMS પોતાની સર્વિસ માટે ફી લે છે જે મોટાભાગે NAV ના બે ટકા જેટલી હોય છે

પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસ પ્રોવાઇડરની સર્વિસ ડીસ્ક્રિએશનરી હોય કે નોનડીસ્ક્રીએશનરી એ “સબ્જેક્ટ ટુ માર્કેટ રિસ્ક”  હોય છે એટલેકે જો નફો થાય તો આપણો અને નુકશાન જાય તો ય આપણું. આમ અહી એ એક્સપર્ટ ઉપરનો આપણો વિશ્વાસ મહત્વનો છે તો આવા PMS સલાહકાર અંગે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એ આપણે જોઈએ.

સૌ પ્રથમ તો એની પાસે પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસ પ્રોવાઇડર તરીકેનું  SEBI હેઠળનું લાયસન્સ છે કે નહીં એ ચકાસી લેવું જોઈએ. આનો અર્થ એવો થશે કે જે-તે PMS પોતે નાણાંકીયરીતે સમર્થ છે અને જો કઈ વિવાદ ઉભો થાય તો આપણે SEBIમાં એની વિરુદ્ધ ફરિયાદ કરી શકીએ છીએ.

લાગતું વળગતું: જીવન વીમો એ ખર્ચ નથી પરંતુ જીવનજરૂરી રોકાણ જરૂર છે

બીજું PMS જયારે શેરની લેવેચ આપણા નામે કરે ત્યારે એ અંગેના લેખિત કોન્ટ્રાક્ટ એ આપણને આપે એની તકેદારી રાખવી જેથી આપણને ખ્યાલ રહે કે એણે કઈ કંપનીના શેર લીધા કે વેચ્યા અને એનો રેકોર્ડ રહે. આ રેકોર્ડ આવકવેરા કાયદા હેઠળ પણ જરૂરી છે, વળી એથી આપણને જાણ થાય છે કે એ શેરબજારમાં આપણા પૈસે કઈ રીતે રમે છે.

જેમ બને એમ આવી સર્વિસ લેતી વખતે પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસ પ્રોવાઇડર ફ્યુચર અને ઓપ્શન હેઠળ ન રમે એ જોવું હિતાવહ છે કારણકે એમાં જોખમ ખુબ વધુ હોય છે. આને સમજવું હોય તો ફ્યુચર અને ઓપ્શન માટે શેરબજારમાં રોકાણ કરનાર વિશ્વનો સૌથી ધનિક વ્યક્તિ વોરન બફે શું કહે છે એ જોઈએ એમના કહેવા અનુસાર “ડેરાઈવેટીસ આર ફાયનાન્સીયલ વેપન્સ ઓફ માસ ડીશટ્રકશન.“

આ PMS પ્રોવાઇડર આપણા નામે કયા શેર ખરીદે છે એ જોઇને જ આપણને ખ્યાલ આવે કે એ સારી સારી કંપનીના શેર લે છે કે ખરાબ કંપનીના અને એ આપણું જોખમ જુદી જુદી ઇન્ડસ્ટ્રીઝમાં સ્પ્રેડ કરે છે કે નહીં અને એની પણ આપણને જાણ થાય છે કે આ ખરીદી વેચાણ રીસર્ચ બેઝ્ડ છે કે માત્ર ટીપ ને આધારે. જો એ ખરીદી વેચાણ માત્ર ટીપને આધારે હોય તો જોખમ વધુ પરંતુ જો રીસર્ચ બેઝ્ડ હોય તો જોખમ ઓછું અને વળતર પણ લાંબાગાળે વધુ રીસર્ચ બેઝ્ડ ખરીદી વેચાણ માટે એની પાસે પોતાનું અલગ રીસર્ચ ડીપાર્ટમેન્ટ રહેશે જે સતત કંપની અંગે માહિતીઓ ભેગી કરતા રહી રીસર્ચ કરતા રહેતા હોય છે.

પ્રતિષ્ઠિત શેર રીસર્ચ હાઉસમાં આજે સારી સલાહ મળી રહે છે અને એમાં નાણા મ્યુચ્યુઅલ ફંડ જેટલા જ ઓછાં જોખમી છે ઇન ફેક્ટ આ એક પ્રકારે મ્યુચ્યુઅલફંડ જ છે કારણકે મ્યુચ્યુઅલફંડ પણ આપણી પાસે નાણા લઇ શેરબજારમાં રોકે છે અને એ માટે એ અમુક ફી એ ખર્ચ પેઠે બાદ કરતા જ હોય છે. ટૂંકમાં અહી મ્યુચ્યુઅલફંડો કરતા ખર્ચ ઓછો છે અને પર્સનાલાઈઝડ સેવા મળે છે.

આ કોલમમાં આપવામાં આવતી રોકાણ અંગેની સલાહો અને તેના વિચારો શ્રી નરેશ વણજારાના પોતાના છે જે  મુંબઈ સ્થિત એક ઇન્વેસ્ટમેન્ટ નિષ્ણાત છે અને eછાપું  અહીં આપેલી સલાહને પોતાના તરફથી  કોઈ પણ પ્રકારનું અનુમોદન આપતું નથી. વધુ માહિતી માટે વાચક તેમનો સીધો સંપર્ક તેમના મોબાઈલ નંબર 98217-28704 પર કોલ કરી અને યોગ્ય માર્ગદર્શન મેળવી શકે છે.

eછાપું

તમને ગમશે: સાઉથ ઇન્ડિયન ફૂડ: ઈડલી, ઢોંસાથી પણ વધુ મોટી છે તેની દુનિયા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here