પ્રિયંકા અને નિક : ના ઉમ્ર કી સીમા હો… ના જન્મ કા હો બંધન…

2
323
Photo Courtesy: hearstapps.com

મોટી રાધા ને નાનો કાન…. લેખની શરૂઆત જ એક્દમ સામાન્ય. આમાં શું નવું છે? પ્રિયંકા અને નિક જોનાસ (કે પછી યોનાસ?) ની સગાઈના સમાચાર વાંચીને યાદ આવ્યું કે રાધા અને કૃષ્ણના સમયથી ઉંમરનો ભેદ ચાલ્યો આવ્યો છે. અને મારા નોલેજમાં કસ્તુરબા – ગાંધીજી, અંજલિ – સચિન તેંડુલકર, ઐશ્વર્યા – અભિષેક બચ્ચન, નરગીસ – સુનિલ દત્ત વિગેરે જેવાં ફેમસ કપલ્સ છે કે જેમણે આજીવન સંબંધ નિભાવ્યા છે કે પછી નિભાવી રહ્યાં છે. હા, અમૃતા સિંહ – સૈફ અલી ખાન, અધૂના – ફરહાન અખ્તર, મેહર – અર્જુન રામપાલ જેવાં પણ કપલ્સ છે કે જેઓ એક યા બીજા કારણોથી છુટા પડી ગયાં છે.

અહીંયા વાત છે તાજેતરમાં જ પ્રિયંકા ચોપરા અને નિક જોનાસની સગાઈ થઈ, તેની. એમણે તો બહુ હોહાપો ન થવા દીધો, પરંતુ મીડિયાએ પૂરેપૂરી માહિતી પીરસી હતી. એ બે દિવસ તો સોશિયલ મીડિયા પર #PriyankaNickEngagement  ના Hashtag ની ધૂમ મચી ગઈ હતી. પ્રિયંકાએ શું પહેર્યું, નિકએ શું ગિફ્ટ આપી, એન્ગેજમેંટ રીંગ વિશે પણ જાતજાતની અટકળો ચાલી રહી હતી. અને બસ, સગાઈ કરીને બંને પોતપોતાની લાઇફમાં વ્યસ્ત.

સ્વાભાવિક રીતે રૂટીન પ્રથા કરતા કાંઈક અલગ હોય એટલે આપણને એના વિશે વાત કરવાની ઇચ્છા થાય. ઇંડિયન કલ્ચરમાં જેમ અગાઉ વાત કરી તેમ સ્ત્રી અને પુરુષ વચ્ચે ઉંમરનો ભેદ હોય એટલે બધા એના વિશે ચર્ચા કરે. લગ્ન માટે સ્ત્રી – પુરુષની ઉંમરમાં તફાવત હવે ગૌણ બની ગયો છે. છોકરી નાની હોય તો તો વાંધો નથી જ આવતો પણ હવે તો મોટી છોકરી હોય એ ફેશન ગણાય છે. થેન્ક્સ ટુ સેલિબ્રિટી કપલ્સ.

મુદ્દો એ છે કે શું આ તફાવત યોગ્ય છે? એનાથી સંબંધમાં કોઈ ફેરફાર આવી શકે ખરો? એકબીજાનાં માન – સમ્માનમાં ભેદ આવી શકે ખરો? આ બધા જ સવાલોનો જવાબ સમય જ આપી શકે તેમ છે. મોટી ઉંમરે લગ્ન કરવા એ પણ એક નવો ચીલો છે. સેલિબ્રિટી હો તો તમને લીવ ઈન રિલેશનશિપમાં રહેવામાં અડચણો આવતી નથી. સમાજ પ્રશ્નો કરે તો કોઈ ફેર પડતો નથી. જેમકે સૈફ અને કરીના. પાંચ વર્ષ સુધી લીવ ઈન રિલેશનશિપમાં રહ્યાં બાદ પરણી ગ્યા અને હજી એકબીજાની સાથે છે. વળી સૈફની ઉંમર તો કરીના કરતાં ઘણી વધારે છે પણ આપણા દેશમાં પુરુષ ગમે તેટલો મોટો હોય, તે સ્વીકાર્ય છે જ. બધાના ભવાં ત્યારે જ ઉંચા થાય જ્યારે સ્ત્રી મોટી હોય.

લાગતું વળગતું: સફળતા કે નિષ્ફળતા પચાવવા પ્રિયંકા ચોપરા સમજાવે છે 12 નિયમો

પ્રિયંકા ચોપરાએ સફળતાનાં શિખરો સર કર્યાં છે. પહેલાં મિસ વર્લ્ડ, પછી બોલીવુડ અને હવે હોલીવૂડ. એણે એની કેરિયરમાં ક્યાંય પાછું વાળીને જોયું નથી. એક વર્સેટાઈલ અદાકારા તરીકે તેણે ઘણી સારી ફિલ્મો કરી છે. બોલીવુડમાં પોતાનું અડગ સ્થાન બનાવ્યા બાદ તેણે વિદેશમાં પણ સફળતા પ્રાપ્ત કરી છે. પરંતુ આ બધું પ્રાપ્ત કરવામાં તે 36 વર્ષની થઈ ગઈ. હવે વિચારો, જે સ્ત્રીઓ financial અને social independence ભોગવતી હોય તેમને માટે લગ્ન માટે યોગ્ય મુરતિયો શોધવો પણ અઘરો છે. મોટે ભાગે બિઝનેસ મેન હોય, સ્પોર્ટ્સ પર્સન હોય અથવા તો ફિલ્મ સ્ટાર હોય તો જ આવી વ્યક્તિઓ લગ્ન કરવા તૈયાર થાય.

પણ પ્રિયંકા માટે હોલીવૂડે જાણે મુરતિયો શોધવામાં મદદ કરી. Met Gala, 2017 માં સાથે એંટ્રી માર્યા પછી નિક પ્રિયંકા તરફ આકર્ષાયો અને પછી જે થયું તે આપણે જાણીએ જ છીએ. મહિનાઓ સુધી સંબંધ છુપાવીને અંતે સગાઈ સુધી આ કપલ પહોંચ્યું. પ્રિયંકા 36 ની છે અને નિક 25 નો. પુરા 11 વર્ષનો તફાવત. પ્રેમ કરનાર જાતિ, ધર્મ, સંસ્કૃતિ, અને ઉંમર પણ જોતો નથી તેનું આ શ્રેષ્ઠ ઉદાહરણ ફરી એક વાર જોવા મળ્યું. આમાં કોઈના એક્સપર્ટ વિચારો કામે લાગતાં નથી. “ફેમ” તમને વિવાદોમાં ઘેરે છે તો “ફેમ” જ તમને  વિવાદોથી દૂર રાખે છે. એવામાં જો ફેમિલી પણ ઘણો સપોર્ટ કરે, તો પછી આગળ શું વિચારવાનું?

લગ્ન પછી પણ જો ઉંમરનો આ ભેદ, ઇગો તરીકે વચ્ચે ન આવે તો એક સક્સેસફુલ મેરેજનું ઉદાહરણ આ જ કપલ આપશે. કહેવાય છે કે Maturity comes with Experience, not Age. એટલે એકબીજા સાથેનો અનુભવ જ સંબંધને આગળ વધારે છે. કદાચ આપણે પણ આપણા સંબંધોને આ જ રીતે મૂલવતાં હશું. કલ્ચરલ ફ્રીડમ અને ટ્રેડીશન અપનાવવી એટલી જ અગત્યની છે. ફક્ત પ્રેમ કરીને લગ્ન કરવા પૂરતાં આ બંધનો સીમિત નથી. આપણે એક એવા સમાજમાં જીવીએ છીએ જ્યાં સેલિબ્રિટી ભગવાનની જગ્યાએ પૂજાય છે. યંગસ્ટર્સ ફિલ્મ સ્ટાર્સ, સ્પોર્ટ્સ પર્સન્સ વિગેરેને અનુસરે છે. પણ એ જ અનુયાયીઓ જ્યારે ફેમસ પર્સનાલિટીએ પોતાનાં અંગત જીવનમાં લીધેલાં નિર્ણયોનું અનુકરણ કરવા બેસે છે ત્યારે ઘણીવાર પસ્તાય છે. માટે નવીનીકરણને અપનાવજો પણ ભવિષ્યની રચના સાથે. બાકી પ્રેમને તો સીમાઓ, સમાજ, ઉંમર કાંઈ નડતું નથી એનાં ઘણાં દાખલા છે.

ફિનિશ લાઇન : નઈ રીત ચલાકર તુમ…. યે રીત અમર કર દો…!!

અસ્તુ..

eછાપું

તમને ગમશે: સ્ત્રી અને પુરુષ વચ્ચેની ફ્રેન્ડશિપ- પવિત્રતા અને મર્યાદાનું ઝરણું

2 COMMENTS

  1. પ્રિયંકા બોલીવૂડ થી હોલીવૂડ તરફ આગળ વધી ગઇ ત્યાર પછી ના તેને થયેલા અનુભવો ( જાહેર થયેલા અને ન થયેલા) પછી એની પાસે આ એક જ ઓપ્શન બાકી રહેતો હતો. વર અને કન્યા રાજી હોય તયારે ગોરે તો પરણાવવા સિવાય છૂટકો નહિ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here