Apple Event એટલે શું અને આ વર્ષે આ પ્રસંગે કયા ધૂમધડાકા થશે?

0
387
Photo Courtesy: theverge.com

દરવર્ષે સપ્ટેમ્બર મહિનો એટલે એપલ ના નવા નક્કોર Phone Launch થાય. આમ તો દરવર્ષે જૂન મહિનામાં એપલ ની Developers Community ભેગી થાય એમાં જ આવનારી Operating System અને નવા iPhone વિશે અઢળક ચર્ચાઓ થતી હોય છે તેમ છતાં Apple Fans September મહિનાની આતુરતાથી રાહ જોતા હોય છે.

આ વર્ષે એપલ દ્વારા 12 September ના રોજ iPhone XS, iPhone 9 તથા અન્ય એક મોડેલ પણ લોન્ચ કરવામાં આવશે. આ સિવાય Apple Watch Series 4 પણ લોન્ચ કરવામાં આવશે. ઈન્ટરનેટ પર થતી ખણખોદનું સાચું માનીએ તો નવા iPad અને નવું Macbook પણ લોન્ચ થઈ શકે છે.

iPhone 9 અને XS વિશેની અત્યારે જે ધારણાઓ થઈ રહી છે તે મુજબ iPhone 9 5.8 Inch તથા iPhone XS 6.5 ની Screen Size ધરાવે છે. બન્ને iPhone માં સહુથી મોટો ફરક એ હશે કે iPhone XS માં Apple Pencil પણ Support કરશે.

બંને iPhone માં પાછળના iPhone ના A11 ને બદલે A12 Chipset હશે. બંને iPhone OLED Display ધરાવતા હશે તથા હવે iPhone પણ Gesture Based Controls ને Support કરશે. પાછળના iPhone ની જેમ આ બંને iPhone પણ Face ID ધરાવતા હશે. એક સમયે જયારે વિશ્વમાં Dual SIM Phone ની બોલબાલા છે ત્યારે અત્યાર સુધી એપલ દ્વારા Single Sim સાથે જ iPhone લોન્ચ કરવામાં આવતા હતા ત્યારે આ વર્ષે Apple iPhone XS Dual SIM ધરાવતો હશે તેવું કહેવાય છે.

લાગતું વળગતું: સેમસંગ ની વિશ્વની સહુથી મોટી મોબાઈલ ફેક્ટરી અંગે કેટલીક રોચક હકીકતો

આ સિવાય જે ત્રીજું મોડેલ લોન્ચ થવા જઈ રહ્યું છે તેના વિશે હાલ કોઈ અફવાઓ બહાર નથી પણ એવું કહેવાય છે કે તે બજેટ ઓરીએન્ટેડ iPhone હશે. ગતવર્ષે iPhone X માં સાથે આવેલ Notch પણ આ વર્ષે હટાવી દેવાય તેવી શક્યતાઓ દેખાય રહી છે. આ સિવાય હવે iPhone Users પણ Bluetooth દ્વારા File Transfers ની મજ્જા લઈ શકે છે.

Apple Invite જોતા આ વખતે Gold Color પર વધુ ધ્યાન દેવાયું છે તેવું લાગે છે. જોકે નવા iPhone ની અંદાજિત કિંમત પણ ધ્યાન ખેંચે તેવી જ છે. Apple iPhone 9 રૂપિયા 57,000 માં જ્યારે iPhone XS રૂપિયા71,500 માં મળશે.

છેલ્લા કેટલાક સમયથી Appleના iPhone ના વહેંચાણમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. આ વર્ષે Trade પંડિતોનું માનીએ તો નવા iPhone માં Apple કિંમત બાબતે વધુ ધ્યાન આપી અને ગ્રાહકોને આકર્ષવા પ્રયત્ન કરશે.

આ ત્રણ iPhone તથા Apple Watch અને એ સિવાય બીજું શું લોન્ચ થશે તે તો 12 સપ્ટેમ્બરે જ ખબર પડશે પણ આવનારા આર્ટિકલમાં Apple Event વિશે ની વિસ્તૃત માહિતી આપને આપીશું.

eછાપું

તમને ગમશે: તમારો CA અને રોકાણ સલાહકારની સલાહો તદ્દન વિરોધાભાસી હોઈ શકે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here