શેરનો ભાવ નક્કી કરવા થતું ટેકનીકલ એનાલીસીસ મદદરૂપ થાય ખરું?

0
566
Photo Courtesy: level3edu.com

શેરબજારમાં શેરનો ભાવ શું હશે એ જાણવા નવાસવા રોકાણકારને સૌથી મૂંઝવતો શબ્દ છે ‘ચાર્ટ’. ચાર્ટ એટલે શેરનો અથવા ઈન્ડેક્સનો એના ચોક્કસ સમય માટે ભાવની વધઘટ દર્શાવતો ડાયાગ્રામ. આ ચોક્કસ સમય અમુક એક દિવસનો હોય અઠવાડિયાનો હોય કે મહિનાનો કે વાર્ષિક હોઈ શકે અરે દસ વર્ષનો પણ હોઈ શકે!

જે વ્યક્તિ આ ચાર્ટનો અભ્યાસ કરી શેરની લેવેચ કરે એને ટેકનીકલ એનાલીસ્ટ કહે છે. આ ટેકનીકલ એનાલીસ્ટ ના મતાનુસાર શેરના ભાવમાં  ચાર તબક્કા આવે છે જે આ મુજબ છે.

એક્યુમલેશન: આ પહેલો તબક્કો છે ઘણાં સમયથી સુસ્ત શેરના ભાવમાં થોડો સળવળાટ થાય છે અને શેરનો ભાવ થોડો વધે છે.

માર્કઅપ: આ તબક્કામાં શેનો ભાવ સારોએવો વધે છે પરંતુ ભાવ વધવાથી જેમની પાસે એ શેર હોય એ લોકો એને વેચવા બજારમાં આવે છે અને આવા સમયે ખરીદી કરનારા વેચનારા કરતા વધુ હોવાથી શેરનો ભાવ વધારે વધે છે.

ડીસ્ટ્રીબ્યુશન: આ ત્રીજા તબક્કામાં જેમણે પહેલા શેર લેવાનું શરુ કર્યું હોય તેઓ વેચવા માંડે છે અને પ્રોફિટ બુક કરે છે પરંતુ નવા ખરીદદારો શેર ખરીદતા રહે છે.

પેનિક લીક્વીડેશન: આ ચોથા તબક્કામાં ખરીદી કરનારા કરતા વેચનારની સંખ્યા વધી જાય છે અને એથી શેરના ભાવ ગગડવા માંડે છે કારણકે દરેક જણ એમાંથી નીકળી જવા માંગતા હોય છે.

ટેકનીકલ એનાલીસ્ટ આ દરેક તબક્કામાં શેરનો ભાવ અને એનું વોલ્યુમ એટલેકે એની સંખ્યા ના આધારે તબક્કા ઓળખવાનો પ્રયત્ન કરતા હોય છે.

ચાર્ટ સમજવો સહેલું છે પરંતુ એના તબક્કાનો અભ્યાસ કરી એના આધારે લેવેચ ના નિર્ણય લેવા મુશ્કેલ કામ છે. એ માટે ધીરજ અને ગંભીરતાથી અભ્યાસ કરી નિર્ણય લેવો પડે છે. હાલ કમ્પ્યુટર દ્વારા આ ચાર્ટ એક સેકન્ડમાં તૈયાર થઇ જાય છે એ સાચું પરંતુ એનો અભ્યાસ એટલો જ મુશ્કેલ છે કારણકે ચાર્ટની પોતાની મર્યાદાઓ છે.

સૌથી પહેલા તો આને કોઈ વૈજ્ઞાનિક સપોર્ટ નથી, અહી અર્થશાસ્ત્રનો નિયમ માંગ વધે એટલે ભાવ વધે એ લાગુ પડે છે પરંતુ અહી આ તબક્કાઓ પસાર થઇ ગયા પછી જ તે સહેલાઇથી ઓળખાય છે. પરંતુ એક તબક્કો ક્યારે પૂરો થયો અને બીજાની શરૂઆત થઇ કે નહીં એ ઓળખવું મુશ્કેલ કામ છે. કઈ રીતે? એ જોઈએ

પહેલો તબક્કો એક્યુમલેશન આ તબક્કો કયારે શરુ થાય એ જ ઓળખવું મુશ્કેલ છે. શેરનો ભાવ વધવા પાછળ ઘણાં કારણો હોય છે જેમકે બજારમાં તેજી આવે, કંપનીમાં નફો દેખાય, એ ઇન્ડસ્ટ્રીમાં તેજી દેખાય કે એમાં આ કંપની પ્રખ્યાત હોય. આવા સમયે આપણે એકાદ કંપનીના ભાવ જોતા હોઈએ અને બજાર સાથે સરખાવતા હોઈએ છીએ પરંતુ આપણે ખાસ તો એકાદ કંપની માટે જ જોવાનું હોય છે અને તેમાં એક્યુમલેશન શરુ થયું કે નહીં એ જોવાનું છે તો એ કળવું મુશ્કેલ એ શક્ય છે કે શેર બજારમાં તેજી છે પણ અમુક કંપનીએ ખોટ કરી તો એના ભાવ દબાશે, થોડાઘણા ઘટશે અથવા બજાર જોડે તાલ મિલાવતા વધે પણ ખરા.

પરંતુ આપણા માટે તો આપણે એ કંપનીના ભાવ જોડે જ સંબંધ હોય એના જ ભાવનો અભ્યાસ કરવાનો હોઈ આવા સમયે શક્ય છે કે મેન્યુપ્લેટર એ કંપનીમાં સક્રિય થાય અને ખરીદી કરવા માંડે એથી ભાવ ઉંચકાય. હર્ષદ મહેતા કે કેતન પારેખે આમ જ શેરની ખરીદીઓ જથ્થામાં કરી ભાવ ઉચક્યા હતા અને ગોટાળા કર્યા હતા. આવા સંજોગોમાં શેરનો ભાવ અને તેનું એનાલિસીસ કરનાર ચાર્ટીસ્ટ કશુંજ કરી ન શકે. એનું રીડીંગ ખોટું જ પડે ટુકમાં શેર મેન્યુપ્લેટરો શેરના ભાવ વધારી ઘટાડી શકે અને એથી અહી અભ્યાસ કામ ન આવે એવું બની શકે કારણકે આવા મેન્યુપ્લેટીંગ એકદમ ગુપ્તતાથી થતા હોય છે.

અહી એક તબક્કો ક્યારે પૂરો થાય અને બીજો કયારે શરુ થાય એ સમજવું જાણવું મહત્વનું છે પરંતુ એ જ ઓળખાવું મુશ્કેલ છે.

આપણે જો આ ચાર્ટીસ્ટના જાર્ગ્ન્સ જોઈએ તો સમજાય કે તેઓ શું કહેવા માંગે છે એમનું કહેવું એમ હોય છે કે શેરના ભાવ વધે છે કારણકે ભાવ વધે છે અને ભાવ ઘટે છે કારણકે ભાવ ઘટવા માંડે છે હવે જયારે મોટાભાગના રોકાણકારો ચાર્ટના આધારે ખરીદવા કે વેચવા માંડે ત્યારે એની અસરકારકતા ઓછી થઇ જાય છે એટલેકે આ તબક્કાઓ એકબીજામાં ભેળસેળ થઇ જાય છે અને તે ચોક્કસ તબક્કા રહેતા નથી.

લાગતું વળગતું: પબ્લિક પ્રોવિડંડ ફંડ એટલેકે PPF એક લાંબાગાળાનું ઉત્તમ રોકાણ

એથી જેમણે શેરબજારમાં રોજ લેવેચ કરીને નફો રળવો છે એમને આ ચાર્ટ મુબારક પરંતુ જેમણે શેરબજારમાં ખરેખર રોકાણ કરવું છે એમણે લાંબાગાળા નો અભ્યાસ કરવો આવશ્યક છે. એ માટે તો કંપનીના ફન્ડામેન્ટલસ નો અભ્યાસ જ જરૂરી બની જાય છે ફન્ડામેન્ટલસ એટલે એની નફાશક્તિ ભવિષ્યના પ્રોજેક્ટ માર્કેટમાં એના માલની ડીમાન્ડ મેનેજમેન્ટની ક્વોલીટી વગેરે નો અભ્યાસ.

જે કંપનીના ફન્ડામેન્ટલસ મજબુત છે એના શેરનો ભાવ આ ચાર્ટ મુજબ વધઘટ થવાનો જ પરંતુ લાંબાગાળા માટે તો એ શેરનો ભાવ વધવાનો જ. જયારે આ ચાર્ટ શોર્ટટર્મની વધઘટ જ બતાવશે. આવા સમયે શેરનો ભાવ ઘટતા વેચી દેવું એક મુર્ખામી કહેવાય એવું ન બનવું જોઈએ કે શોર્ટટર્મમાં ભાવ ઘટતા જોઇને આપણે પેનીકીમાં શેર વેચી દઈએ અને લાંબાગાળાનું રોકાણ ચુકી જઈએ. વાસ્તવમાં આપણા માટે આવે સમયે એ શેર લેવાની તક હોય છે.

ટેકનીકલ એનાલીસીસ ત્રણ મુખ્ય અનુમાન કહો કે ધારણા ને આધારે કામ કરે છે આ ધારણા જોતા ખ્યાલ આવશે કે એના પર અવલંબવું મુશ્કેલ બાબત છે તો જોઈએ અને સમજીએ.

પહેલી ધારણા એ છે કે “માર્કેટ ડિસ્કાઉન્ટસ એવરીથીંગ “ આનો અર્થ માર્કેટમાં શેરનો જે ભાવ છે એ તમામ શક્યતાઓ માપી અને સમજીને એને આધારે ભાવ બોલાય છે. જોકે વાસ્તવમાં આ શક્ય નથી. આ શક્યતા માત્ર સેન્સેક્સના શેરમાં હોઈ શકે કે સેન્સેક્સ બાબત શક્ય બને છતાં પણ અમુક કંપનીઓ માટે એ શક્ય નથી અથવા એમાં અપવાદો હોઈ શકે કે અમુક કંપનીના તમામ ફન્ડામેન્ટલસ જોવામાં ન પણ આવ્યા હોય અથવા એની હિડન સ્ટ્રેન્થની માર્કેટમાં જાણ ના હોય તો આવા સમયે ઇનસાઇડર જ કંપનીની આ સ્ટ્રેન્થ કે વિકનેસ જાણતા હોય.

બીજી ધારણા એ છે કે “માર્કેટ મુવ્સ ઇન ટ્રેન્ડ“ આનો અર્થ માર્કેટ વધવા કે ઘટવું એ એક ટ્રેન્ડમાં હોય છે એ ગમેએમ વધઘટ નથી થતી એટલે કે તેજીમાં ભાવ વધવા માંડે તેજીનો ટ્રેન્ડ ચાલે અને મંદીમાં ભાવ ઘટવા માંડે મંદીનો ટ્રેન્ડ બેસે એથી ભાવ ઘટવા માંડે પરંતુ આવું માર્કેટ માટે શક્ય બની શકે. પરંતુ ઘણી કંપનીઓના શેરની વધઘટ માર્કેટ ટ્રેન્ડ કરતા સામસામે ચાલે એ પણ શક્ય છે. માર્કેટ ઘટે પણ અમુક કંપનીના શેરનો ભાવ વધે કારણકે એનું પરફોર્મન્સ સારું હોય અથવા એમાં મેન્યુપ્લેટર સક્રિય હોય એ પણ શક્યતા છે.

ત્રીજી ધારણા છે “હિસ્ટ્રી કીપ્સ રીપીટીંગ ઈટસેલ્ફ“ આનો અર્થ તેજીમાં ભાવો વધતા રહે અને મંદીમાં ભાવો ઘટતા રહે એવો કુદરતી ક્રમ ચાલતો રહે એમાં ઇતિહાસનું પુનરાવર્તન થતું રહે પરંતુ અમુક કંપનીના ભાવ એવા હોય કે લાંબા ગાળા દરમ્યાન એ વધતા જ રહે અથવા ઘટવા જ માંડે વધઘટ માત્ર ટુંકા ગાળા માટે જ હોય અને એથી જેઓ લાંબાગાળા માટે ના રોકાણકારો છે એમના માટે તો રોકાણ ખરીદી જ યોગ્ય હોય અને ટુંકા ગાળામાં ભાવ ઘટતા એ લેવાનો અવસર હોય એવું બની શકે.

આમ આ ધારણાઓ અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ બરોબર હોઈ શકે પરંતુ પ્રેક્ટીકલી એને અનુસરવું મુશ્કેલ બાબત છે અને આપણે જે કંપનીમાં રોકાણ કરવા માંગીએ છીએ એમાં આ ધારણાઓ આવરી લેવાઈ છે  કે નહીં એ કળવું મુશ્કેલ બને છે.

આમ ટેકનીકલ એનાલીસીસ ની એની એક મર્યાદા છે અને એ માત્ર શેરની રોજ લેવેચ કરનારા માટે અસરકારક થઇ શકે પરંતુ લાંબાગાળાના રોકાણકારો માટે એ અસરકારક નથી. એમાં તો કંપની ફન્ડામેન્ટલસ જ કામ આવે છે અને આ ફન્ડામેન્ટલસ ના રીસર્ચ ને આધારે જો શેર ખરીદી શકાય તો એમાં નુકશાન થવાની શક્યતા ઘટી જાય છે અને સરવાળે લાભ જ થાય છે.

આ કોલમમાં આપવામાં આવતી રોકાણ અંગેની સલાહો અને તેના વિચારો શ્રી નરેશ વણજારાના પોતાના છે જે  મુંબઈ સ્થિત એક ઇન્વેસ્ટમેન્ટ નિષ્ણાત છે અને eછાપું  અહીં આપેલી સલાહને પોતાના તરફથી  કોઈ પણ પ્રકારનું અનુમોદન આપતું નથી. વધુ માહિતી માટે વાચક તેમનો સીધો સંપર્ક તેમના મોબાઈલ નંબર- 98217-28704 પર કોલ કરી અને યોગ્ય માર્ગદર્શન મેળવી શકે છે.

eછાપું

તમને ગમશે: શું વિશ્વ યોગ દિવસે જે યોગ કરે એને જ યોગી કહેવાય કે પછી….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here