RBIની સોવરેન ગોલ્ડ બોન્ડ્સ (SGB) સ્કીમ 2018-19 વિષે સંપૂર્ણ માહિતી

0
296
Photo Courtesy: moneycontrol.com

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ ગોલ્ડ બોન્ડ્સ ના ભરણા માટે કેલેન્ડર બહાર પાડ્યું છે જે નીચે મુજબ છે.

             બોન્ડની સ્કીમ             ભરણાની તારીખ ઇસ્યુ તારીખ
2018-19 સીરીઝ II ઓક્ટોબર 15-19 2018 23 ઓક્ટોબર 2018
2018-19 સીરીઝ III નવેમ્બર 05-09 2018 13 નવેમ્બર 2018
2018-19 સીરીઝ IV ડિસેમ્બર 24-28 2018 1 જાન્યુઆરી 2019
2018-19 સીરીઝ V જાન્યુઆરી 14-18 2019 22 જાન્યુઆરી 2019
2018-19 સીરીઝ VI ફેબ્રુઆરી  04-08 2019 12 ફેબ્રુઆરી 2019

આ ગોલ્ડ બોન્ડ્સ એક ગ્રામ સોનાના યુનિટમાં મળશે અને એના ગુણાંકમાં લેવાના રહેશે. ઓછામાં ઓછું એક ગ્રામ અને વધુમાં વધુ 4 કિલો સોનું વ્યક્તિ તથા HUF માટે રહેશે જયારે ટ્રસ્ટ 20 કિલો સુધી ખરીદી શકશે.

રોકાણકાર ભારતનો રેસીડન્ટ હોવો જોઈએ તેમજ જોઈન્ટ નામે પણ અરજી કરી શકાશે. ટ્રસ્ટ અને ધર્માદા સંસ્થા પણ આ ગોલ્ડ બોન્ડ્સ ખરીદવા માટે અરજી કરી શકશે. બાળક એટલેકે માયનરના નામે પણ રોકાણ કરી શકશે. વળી ગોલ્ડ બોન્ડ્સ ડીમેટ ફોર્મમાં પણ લઇ શકાશે.

ગોલ્ડ બોન્ડ્સનું વેચાણ ઉપરોક્ત ટેબલમાં દર્શાવવામાં આવેલી તારીખો દરમ્યાન બેંકો સ્ટોક હોલ્ડીંગ કોર્પોરેશન અમુક સિલેક્ટેડ પોસ્ટ ઓફીસ અને સ્ટોક એક્સચેન્જ દ્વારા પણ કરવામાં આવશે.u

બોન્ડ પર વાર્ષિક 2.5% વ્યાજ મળશે જે દર છ મહીને ચૂકવાશે. છેલ્લું વ્યાજ પાકતી મુદતે મુદ્દલ સાથે ચૂકવાશે.

લાગતું વળગતું: સોનામાં રોકાણ કરાય? હા તો કેમ અને જો ના તો કેમ? ચાલો જાણીએ

કેશમાં વધુમાં વધુ રૂ. 20,000 આપી શકાશે આ બોન્ડ્સ ૮ વર્ષે પાકશે, પાંચમા વર્ષ બાદ પ્રીમેચ્યોર રિડમ્પશન કરી શકાશે અને એ ટ્રાન્સફરેબલ છે જે ટ્રાન્સફર ફોર્મ ભરી કરી શકાશે અથવા ડીમેટ ફોર્મમાં પણ ટ્રાન્સફર થઇ શકશે. ટુંકમાં એના ખરીદ વેચાણ થઇ શકશે.

ઓનલાઈન અરજી અને ડીજીટલ પેમેન્ટ કરનારને ગ્રામ દીઠ રૂ. 50 ની રાહત આપવામાં આવશે ગ્રામ દીઠ ભાવ ભરણું ખુલે એના આગલા દિવશે જાહેર થશે અને એ ભાવ પર વ્યાજ ચૂકવાશે.

જેમણે સોનામાં રોકાણ કરવું છે એમના માટે આ ઉત્તમ સ્કીમ છે કારણકે આમાં ગ્રામ દીઠ રોકાણ છે અને પાકતી મુદતે રીઝર્વ બેંક તમને એટલું સોનું આપવા બંધાયેલ છે અથવા એનો એ સમયે જે ભાવ હોય એ ભાવ મળશે. વળી આ સોનાના હોલ્ડીંગ પર તમને 2.5% વ્યાજ પણ મળે છે અને લોન માટે એ કોલેટરલ સિક્યુરીટી તરીકે પણ મૂકી શકાશે આમ એની સામે લોન પણ મળી શકે છે.

આ કોલમમાં આપવામાં આવતી રોકાણ અંગેની સલાહો અને તેના વિચારો શ્રી નરેશ વણજારાના પોતાના છે જે  મુંબઈ સ્થિત એક ઇન્વેસ્ટમેન્ટ નિષ્ણાત છે અને eછાપું  અહીં આપેલી સલાહને પોતાના તરફથી  કોઈ પણ પ્રકારનું અનુમોદન આપતું નથી. વધુ માહિતી માટે વાચક તેમનો સીધો સંપર્ક તેમના મોબાઈલ નંબર- 98217-28704 પર કોલ કરી અને યોગ્ય માર્ગદર્શન મેળવી શકે છે.

eછાપું

તમને ગમશે: ગૂગલ વિરુદ્ધ યુરોપિયન યુનિયન અને એપ્પલ વિરુદ્ધ TRAI

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here