આવો જાણીએ એ કઈ કઈ નેટફ્લિક્સ સિરીઝ છે જે જોવાલાયક છે?

0
366
Photo Courtesy: feminisminindia.com

ઓફિશિયલ એન્ટરટેનમેન્ટ સિરીઝની ત્રીજી કડીમાં આપનું સ્વાગત છે. ગયા અંકમાં આપણે અમુક (એટલીસ્ટ મારા મતે) જોવાલાયક એમેઝોન પ્રાઈમ સિરીઝ વિષે જોયું, એમ આજે આપણે જોવાલાયક નેટફ્લિક્સ સિરીઝ વિષે જોઈશું. એમેઝોન કરતા નેટફ્લિક્સના કન્ટેન્ટમાં ક્વોલિટી અને ક્વોન્ટિટી બંને છે. અને એ વાત ની સાબિતી સ્વરૂપ આ લેખ જોરદાર લાંબો બની રહેવાનો છે. તો આવો જાણીએ કઈ નેટફ્લિક્સ સિરીઝ જોવાલાયક છે.

1. સેક્રેડ ગેમ્સ(2018-)

Courtesy: IMDB

સીઝન્સ અને એપિસોડ્સ અને સ્ટેટસ: 43-55 મિનિટ્સ નો એક એવા 8 એપિસોડની એક સીઝન. બીજી સીઝનને થોડા દિવસ પહેલા જ લીલી ઝંડી મળી.

શો રનર્સ: અનુરાગ કશ્યપ, વિક્રમાદિત્ય મોટવાને

સિરીઝ વિષે: ખતરનાક ગેંગસ્ટર ગણેશ ગાઈતોન્ડે (નવાઝુદ્દીન સિદ્દીકી) વર્ષો સુધી દેશની બહાર છુપાઈને રહ્યા બાદ અચાનક મુંબઈ આવે છે. અને પોલીસ ફોર્સમાં બીજા કોઈને નહિ પણ એક સામાન્ય અને આઉટ ઓફ ફેવર ઇન્સ્પેક્ટર સરતાજ સિંઘને (સૈફ અલી ખાન) યાદ કરે છે. ગાઈતોન્ડે ના સંદેશ મુજબ 25 દિવસમાં મુંબઈને બચાવવાનું છે. આખું મુંબઈ બરબાદ થઇ જશે, માત્ર ત્રિવેદી બચી જશે. આ સંદેશ ની મદદથી મુંબઈને બચાવવા માટે સરતાજની મદદમાં આવે છે રૉ ની ઓફિસર અંજલિ માથુર (રાધિકા આપ્ટે). આ પચ્ચીસ દિવસ ની પાછળ શું વાર્તા છે? એને કઈ રીતે સરતાજ ઉકેલે છે અને આ બધો સંદેશ આખી મુંબઈ પોલીસ ફોર્સ છોડીને માત્ર સરતાજને જ કેમ આપ્યો? એ બધા પાછળ એક સરસ અને ટાઈટ વાર્તા છે જે સેક્રેડ ગેમ્સમાં કહી છે.

મારુ સ્ટેટસ: સીઝન 1 જોવાઈ ગઈ છે, વેઇટિંગ ફોર સીઝન 2.

2. વાઈલ્ડ વાઈલ્ડ કન્ટ્રી(2018)

Courtesy: IMDB

સીઝન્સ અને એપિસોડ્સ: 64-72 મિનિટનો એક એવા છ એપિસોડ્સ ની એક સીઝન.

શો રનર્સ: માર્ક અને જે ડુપ્લેસ(એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર્સ)

સિરીઝ વિષે: ઓશો રજનીશ ભારતમાં અજાણ્યું વ્યક્તિત્વ નથી. એના વિચારો અને એની ઍન્ટિક્સ ઘણા લોકોને સમયથી આગળ લાગી છે અને ઘણા લોકોને વિવાદાસ્પદ. અને એવું વ્યક્તિત્વ જયારે અમેરિકામાં પોતાનો આશ્રમ સ્થાપે ત્યારે એને મળતા રિએક્શન્સ પણ વિવાદાસ્પદ જ હોવાના. ઓશોનો ઓરેગોન સ્થિત આશ્રમ રજનીશપુરમ 80ના દાયકામાં બહુ બધા વિવાદોનું કેન્દ્ર રહ્યું છે, અને આના લીધે ઓશોને યુએસમાંથી પલાયન કરવું પડેલું. આ ઘટનાને કેન્દ્રમાં રાખી અશ્વિની ભટ્ટે અંગાર પણ લખેલી. એ જ ઘટનાની ડોક્યુમેન્ટરી અને અલગ પ્રકારની નેટફ્લિક્સ સિરીઝ એટલે વાઈલ્ડ વાઈલ્ડ કન્ટ્રી.

મારુ સ્ટેટસ: લિસ્ટમાં છે.

3. ડેરડેવિલ(205-)

Courtesy: PopSugar

એપિસોડ્સ અને સીઝન્સ: 46-61 મિનિટ્સ નો એક એવા 13 એપિસોડ ની એક સીઝન. આવી 3 સીઝન છે, ત્રીજી સીઝન હજી હમણાંજ આવી.

શો રનર્સ: ડ્રૂ ગોડાર્ડ(જે ક્લોવરફિલ્ડ, ધ માર્શિયન અને વર્લ્ડ વોર ઝી જેવી ફિલ્મોના રાઇટર છે), સ્ટીવન ડિનાઇટ અને ડગ પેટ્રી.

સિરીઝ વિષે: મેટ મરડોક (ચાર્લી કોક્સ) એક અંધ વકીલ છે. બાળપણમાં થયેલી એક દુર્ઘટનાને લીધે મેટ એની આંખ ગુમાવી દે છે પરંતુ સામે એની બીજી (સાંભળવાની અને સૂંઘવાની) શક્તિ વધી જાય છે. અને પોતાની આ વધેલી શક્તિ અને બોક્સર પિતા પાસે થી મળેલી શક્તિનો ઉપયોગ એ ન્યુયોર્કમાં હેલ્સ કિચન નામના એરિયામાં ગુનાઓ સામે લડવામાં વાપરે છે. અને એની સામે પડે છે હેલ્સ કિચન નો પાવરફુલ બિઝનેસમેન વિલ્સન ફિસ્ક ઉર્ફે કીન્ગપીન(વિન્સેન્ટ ડી’ઓનોફ્રિયો). કઈ રીતે મેટ મરડોક એક સુપરહીરો તરીકે અને એક વકીલ તરીકે વિલ્સન ફિસ્ક અને એના મિત્રોને રોકે છે એ આ સિરીઝમાં જોવા જેવું હશે.

મારુ સ્ટેટસ: સીઝન 1 જોવાઈ ગઈ છે અને સીઝન 2 લિસ્ટમાં છે.

4. જેસિકા જોન્સ(2015-)

Courtesy: IMDB

સીઝન્સ અને એપિસોડ્સ: 45-56 મિનિટ નો એક એવા 13 એપિસોડ ની બે સીઝન. ત્રીજી સિઝનને લીલી ઝંડી મળી ગઈ છે.

શો રનર્સ: મેલિસા રોઝનબર્ગ (જેણે ટ્વિલાઇટ ફિલ્મ સિરીઝ અને ડેક્સ્ટર જેવી સિરીઝ લખી છે)

સિરીઝ વિષે: જેસિકા જોન્સ (ક્રિસ્ટન રિટ્ટર) એક ભૂતપૂર્વ સુપરહીરો છે. જે એના ભૂતકાળ થી ભાગી રહી છે, સીઝન 1 ની શરૂઆતમાં એ એક પ્રાઇવેટ ડિટેક્ટિવ તરીકે કામ કરી રહી છે. અને એને મદદ કરે છે એની બેસ્ટ ફ્રેન્ડ કમ બહેન એવી પેટ્રિશિયા વોકર(રશેલ ટેલર) અને એના માટે કેસ શોધનારી વકીલ જેરી હોગાર્થ(કેરી એન્ની મોસ). એક કેસ દરમ્યાન એને એવા સંજોગો અને એ કેસ ને માટે જવાબદાર એવા વ્યક્તિનો સામનો કરવાનો આવે છે જે જેસિકાના આ સંજોગો માટે જવાબદાર હતા. શું જેસિકા એનો સામનો કરી શકશે?

મારુ સ્ટેટસ: સીઝન 1 જોવાઈ ગઈ છે.

5. લ્યુક કેજ(2016-18)

Courtesy: IMDB

સીઝન્સ અને એપિસોડ્સ: 46-69 મિનિટ ના એક એવા 13 એપિસોડની એક સીઝન. લ્યુક કેજ માત્ર બે સીઝન માટે આવી.

શો રનર્સ: કીઓ હદારી કોકર(સાઉથલેન્ડ, રે ડોનોવન અને હમણાં આવનારી ક્રીડ 2 ના રાઇટર)

સિરીઝ વિષે: ભૂતપૂર્વ ગુનેગાર એવા કાર્લ લુકાસ પર જેલમાં અમુક કેમિકલ પ્રયોગો કરવામાં આવે છે અને એ પ્રયોગો દરમ્યાન એની ચામડી અનબ્રેકેબલ થઇ જાય છે. એ એની ગુનાખોરી ની દુનિયાથી દૂર લ્યુક કેજ (માઈક કોલ્ટર) નવા જીવનની તલાશમાં ન્યુયોર્કમાં આફ્રિકન અમેરિકન લોકોના એરિયા હાર્લેમમાં રહેવા આવે છે. ત્યાં ઈચ્છાની બહાર એ ભ્રષ્ટ બિઝનેસમેન કોર્નેલ સ્ટોક્સ (મહેરશાલા અલી) અને રાજકારણી મરાયાહ ડિલાર્ડ (અલ્ફ્રે વુડાર્ડ) ના રાજકારણની ઝપટમાં આવી જાય છે. કઈ રીતે સ્ટોક્સ અને ડિલાર્ડ ની ચુંગાલમાંથી એ પોતાને અને હાર્લેમને બચાવે છે, એ આ સીઝનમાં જોવા જેવું હશે.

મારુ સ્ટેટસ: સીઝન 1 શરુ કરી છે.

લાગતું વળગતું: નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઈમ પર અવેલેબલ આ ચાર હોલિવુડ મુવિઝ ક્યારેય ન જોશો

6. આયર્ન ફીસ્ટ(207-18)

Courtesy: IMDB

સીઝન્સ અને એપિસોડ્સ: 46-61 મિનિટ્સ ના એક એવા 13 એપિસોડ ની પહેલી સીઝન અને 10 એપિસોડ્સ ની બીજી સીઝન.

શો રનર્સ: સ્કોટ બક(સિરીઝ ડેક્સ્ટર ના કો રાઇટર અને પાછળથી શો રનર), અને બીજી સીઝન માટે રેવન મેટ્ઝનર.

સિરીઝ વિષે: 15 વર્ષ થી જેને મૃત માનવામાં આવ્યો હતો એ ડેની રેન્ડ( ફિન જોન્સ) અચાનક ન્યુયોર્કમાં પાછો ફરે છે. અને એના પાછા ફરવાથી એના પિતાના પાર્ટનર અને ડેનીના પિતાનો ફેમિલી બિઝનેસ સાંભળતા હેરોલ્ડ મીચમ અને એના સંતાનોના કાળા ધંધા પર રોક લાગે છે. ડેની રેન્ડ આ પંદર વર્ષ દરમ્યાન માર્શલ આર્ટ્સ શીખ્યો હોય છે અને એ એક આયર્ન ફીસ્ટ નામની રહસ્યમયી શક્તિ નો ઉપયોગ કરવામાં સમર્થ હોય છે. કઈ રીતે ડેની રેન્ડ પોતાના ફેમિલિ બિઝનેસ ને પાછો મેળવે છે એ જોવા જેવું હોય છે. આયર્ન ફિસ્ટને પહેલી સીઝન દરમ્યાન બહુ નબળા રીવ્યુ મળ્યા હતા.

મારુ સ્ટેટસ: જોવાની બાકી છે, કદાચ ડિફેન્ડર્સ માટે જોવી પડે તો જ જોઇશ….

7. ડિફેન્ડર્સ(2017)

Courtesy:IMDB

સીઝન્સ અને એપિસોડ્સ: 44-57 મિનિટ નો એક એવા આઠ એપિસોડની એકમાત્ર સીઝન

શો રનર્સ: ડગ પેટ્રી અને માર્કો રામીરેઝ

સિરીઝ વિષે: ડેરડેવિલ ની બીજી સીઝન અને આયર્ન ફીસ્ટ ની પહેલી સીઝન પછી એક એવી ઘટના બને છે જેના લીધે ન્યુયોર્ક ખતરામાં મુકાય છે. અને આ પહેલા એકબીજા સાથે ઊડતી મુલાકાતે મળેલા આ ચારેય સુપરહીરોઝ એકસાથે ટિમ બનાવે છે. અને એની સામે હોય છે આ ચારેય માટે કોમન એવું એક સંગઠન જેના માટે આ ચારેય એક યા બીજી રીતે ખતરો બને છે.

મારુ સ્ટેટસ: લિસ્ટમાં છે, દિવાળીની રજાઓ દરમ્યાન જોવાની ઈચ્છા છે…

8. ધ પનિશર(2018-)

Courtesy: IMDB

સીઝન્સ અને એપિસોડ્સ: 49-57 મિનિટ્સ નો એક એવા 13 એપિસોડ્સ ની એક સીઝન. બીજી સીઝન આવતા વર્ષે આવવાની છે.

શો રનર: સ્ટીવ લાઈટફુટ (જે બહુ વખણાયેલી સિરીઝ હન્નીબાલ ના પણ એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર હતા અને નાર્કોસના પણ અમુક એપિસોડ્સ લખ્યા છે)

સિરીઝ વિષે:  મિલિટરી મેન ફ્રેન્ક કેસલ ઘરે રજા માણવા આવે છે, અને એ રજાઓ દરમ્યાન એની નજર સામે એના પરિવારને મારી નાખવામાં આવે છે. અને એનો બદલો લેવા માટે એ પનિશર(જ્હોન બ્રેન્થાલ) ના રૂપે બધાને મારી નાખવાનું નક્કી કરે છે. પનિશર પોતે એક હોશિયાર અને સુપર ટ્રેઈન્ડ મિલિટરી યોદ્ધા હોય છે, પણ એની સામે એફબીઆઈ અને સીઆઈએ ના મોટા માથાઓ છે. શું પનિશર પોતાનો બદલો પૂરો કરી શકશે, એ આ નેટફ્લિક્સ સિરીઝ ની નવી સીઝનમાં જોવા જેવું હશે.

મારુ સ્ટેટસ: જોવાની બાકી છે.

9. નાર્કોસ(2015-2017, 2018)

Courtesy: IMDB

એપિસોડ્સ અને સીઝન્સ: 43-60 મિનિટ્સ નો એક એવા 10 એપિસોડની એક સીઝન, ઓરીજીનલ નાર્કોર્સની આવી ત્રણ સીઝન છે. નવેમ્બર મહિનામાં  આની સ્પિનઓફ સિરીઝ (મેઈન પાત્રો નહિ પણ બીજા પાત્રો કે એજ સ્ટોરી લાઈન કે સેટિંગ પર ચાલતી વાર્તા) નાર્કોસ: મેક્સિકો આવવાની છે.

શો રનર્સ: ક્રિસ બ્રેનકાટો, ડગ મિરો અને કાર્લો બર્નાર્ડ(નાર્કોસ મેક્સિકોમાં ક્રિસ બ્રેનકાટો નથી)

સિરીઝ વિષે: કોલંબિયન ડ્રગ લોર્ડ પાબ્લો એસ્કોબાર સહુથી ખતરનાક અને સહુથી પૈસાદાર ગેંગસ્ટર્સ હતો. એની જીવન કથા પરથી કોઈ ફિલ્મ કે સિરીઝ બને એ હિટ જાય જ. અને આ નેટફ્લિક્સ ઓરીજીનલ પણ એમાંથી બાકાત નથી. આ નેટફ્લિક્સ સિરીઝ જેટલી જોવાઈ છે એટલી વખણાઈ પણ છે. અધૂરામાં પૂરું અમારા એડિટર સાહેબ પણ આ સિરીઝના ફેન છે.

મારુ સ્ટેટસ: શેમફુલી, બાકી છે….

10. હાઉસ ઓફ કાર્ડ્સ(2013-2018)

Courtesy: IMDB

સીઝન્સ અને એપિસોડ્સ: 42-59 મિનિટ્સ ના એક એવા તેર એપિસોડ્સ ની એક સિરીઝ. આવી પાંચ સિરીઝ અને આઠ એપિસોડની અંતિમ સિરીઝ આ અઠવાડિયે આવવાની છે.

શો રનર્સ: બ્યુ વિલિમોન (પહેલી ચાર સીઝન) અને પાંચમી અને છઠ્ઠી સીઝન માટે ફ્રેન્ક પગ્લીઝ અને મેલિસા ગીબસન.

સિરીઝ વિષે: ડેમોક્રેટિક રાજકારણી અને પાર્ટી whip (જેને પોતાની પાર્ટી ના બધા જ ધારાસભ્યો એક સરખો વોટ આપે એનું ધ્યાન રાખવાનું હોય છે.) ફ્રેન્ક અંડરવુડ (કેવિન સ્પેસી) ને પ્રેસિડેન્ટ ગેરેટ વોકર (માઈકલ ગિલ) વિદેશ મંત્રીનું પદ નથી આપતા ત્યારે ફ્રેન્ક અંડરવુડનો પિત્તો છટકે છે. અને એ એની પત્ની ક્લેર અંડરવુડ (રોબિન રાઈટ) પોતાના સેક્રેટરી અને મિત્ર ડગ સ્ટેમ્પર (માઈકલ કેલી), એના અહેસાન તળે દબાયેલા ધારાસભ્ય પીટર રુસો (કોરી સ્ટોલ) અને અનાયાસે મદદમાં આવેલી રિપોર્ટર ઝોઈ બાર્ન્સ (કેટ મારા) ની મદદ મળે છે ત્યારે એ ગેરેટ વોકર અને એને સાથ દેનારા બધા લોકોનું જીવન બરબાદ કરી નાખે છે. યાદ છે ગયા અંકમાં અમે રશેલ બ્રોસનહાન નો ઉલ્લેખ કરેલો, એનો પણ આ સિરીઝ ની બીજી અને ત્રીજી સીઝનમાં બહુ મહત્વનો રોલ છે. જે મી ટુ ના આક્ષેપો સેક્રેડ ગેમ્સ ના લેખક વરુણ ગ્રોવર સામે લાગ્યા એવાજ આરોપ કેવિન સ્પેસી સામે લાગેલા છે. અને એ આરોપો ના લીધે નેટફ્લિક્સએ કેવિન સ્પેસી થી અંતર બનાવી લીધું હતું. જે સિરીઝમાં એ કો પ્રોડ્યુસર હતો એ હાઉસ ઓફ કાર્ડ્સ માંથી એને કાઢી મુકવામાં આવ્યો, આ ઉપરાંત એની સાથે બનાવવા ધારેલી અને લગભગ પુરી થઇ ગયેલી અમેરિકન લેખક ગોર વિડાલ પરની ફિલ્મને પણ કાયમ માટે બંધ કરી દીધી હતી. આ છઠ્ઠી સીઝન પણ એક વાર બંધ કરી, અને એના વગર વાર્તા આગળ ચલાવી છે.

મારુ સ્ટેટસ: પાંચે પાંચ સીઝન જોવાઈ ગઈ છે, અને છઠ્ઠી ની રાહમાં છું….

નેટફ્લિક્સ સિરીઝના આજના એપિસોડ્સમાં માત્ર આટલુંજ. પણ નેટફ્લિક્સ માં હજુ ઘણી જોવાલાયક સિરીઝ છે. કોમેડી, સાયન્સ ફિક્શન, ડોક્યુડ્રામા આ બધાંજ ટોપીક્સમાં નેટફ્લિક્સએ સરસ અને જોવાલાયક કન્ટેન્ટ બનાવ્યો છે. જેના વિષે હજુ આગલા સોમવારે પણ વાત કરવાની થશે..

ત્યાં સુધી,

મે ધ ફોર્સ બી વિથ યુ…..

eછાપું

તમને ગમશે: મચ્છુ તારાં વહેતાં પાણી – મોરબી જળપ્રલય સરકારી બેદરકારીનું 40મું વર્ષ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here