શેરબજારમાં કરેક્શન એ સારી સારી કંપનીના શેર ખરીદવાનો સોનેરી મોકો છે

0
416
Photo Courtesy: moaa.org

શેરબજાર ધડામ કરતું પડે કે પછી તેમાં સતત તેજી આવતી હોય ત્યારે ગભરાઈને કે પછી અતિશય ઉત્સાહમાં શેરોનું વેચાણ કે ખરીદી ન કરવી જોઈએ. શેરબજારમાં એક શબ્દ છે કરેક્શન જે તમારા શેરબજારના રોકાણ માટે ખૂબ મહત્ત્વનો છે. ચાલો આ કરેક્શનને એક ઉદાહરણ દ્વારા જાણીએ.

Photo Courtesy: moaa.org

મુંબઈ સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 29/08/2018 ના રોજ આંક 38989.65  હતો જે 52 અઠવાડિયાનો સૌથી ઉચો આંક હતો અને 52 અઠવાડિયાનો સૌથી નીચો આંક 32483.84 તા 23/03/2018 ના રોજ હતો. બંને વચ્ચે તફાવત છે 6505.81 આંકનો. આ સૌથી ઉચા આંક પછી સેન્સકેસ ઘટતો ચાલ્યો અને તા 26/10/2018 ના રોજ ઘટીને 33349.31 થયો એટલેકે સૌથી ઉંચા આંકથી 5310.96  આંક ઘટ્યો એટલેકે ૫૨ અઠવાડિયાના સૌથી નીચા આંક ના ઘટાડા સામે માત્ર 1194.85 આંક તફાવત રહ્યો અને ત્યારબાદ એ ફરીથી ઉચે જવા માંડ્યો અને 02/11/2018 ના રોજ 35011.65નો બંધ ભાવ આવ્યો. આમ 35011.65-33349.31=1662.34 આંક નો ઉછાળો આપ્યો. હવે આપણે જોઈએ 29/10/2018 રોજ થોડાં શેરના ભાવ અને ૨/૧૧/૨૦૧૮ ના રોજના ભાવ.

એસ્કોર્ટ 29/10/2018 નો ભાવ 590 અને 02/11/2018 નો ભાવ 676. ઉછાળો 11.46 % નો એજ રીતે કેઈસી ઇન્ટરનેશનલ 276.98 થી વધીને 304.40, 9.9% નો ઉછાળો આ હતા થોડા નીચા ભાવના શેર હવે વધુ ઉચા ભાવના શેર જોઈએ. મારુતિ સુઝુકી જે 6781.50 હતો એ વધીને થયો 7135.45 એટલેકે 5.22% નો વધારો. ઇન્ડસઇન્ડ બેંક 1365.80 થી વધીને 1541.80 થયો જે 12.89% નો વધારો દર્શાવે છે.  તો પ્રખ્યાત કંપની લાર્સન એન્ડ ટુબ્રો 1275.60 થી 6.48% ના વધારાએ 1358.20 નો બંધ ભાવ છે.

આમ સેન્સેક્સમાં કરેક્શન આવતા ભાવ કેટલા નીચા થઇ ગયા હતા એ જુઓ અને જેમણે આવી સારી સારી કંપનીના શેર કરેક્શન ના ગભરાટમાં વેચ્યા એમને કેટલું નુકશાન થયું એમ કહી શકાય.

આમ કરેક્શન હોય કે મંદી હોય એમાં શેરના ભાવ ઘટે જ એથી ગભરાઈ જવાની જરૂર નથી પરંતુ એને સારી સારી કંપનીના શેર ખરીદવાની તક સમજી લેવી

લાગતું વળગતું: શેરમાં રોકાણ કરવું છે? તો કેટલીક સાવચેતી વિષે જાણવું પણ જરૂરી છે

હાલ શેરબજારમાં કરેક્શન આવવા પાછળનું મુખ્ય કારણ ખુબ વધી ગયેલો સેન્સેકસનો PE રેશિયો જ છે જે 28 સુધી પહોચી ગયો હતો અન્ય કારણો તો બહાના છે ઘટાડા માટેના ટુંકમાં ઉંચો PE રેશિયો ઓવર બોટ પોઝીશન દર્શાવે છે વળી ફોરેન ઇન્સ્ટીટયુટ ઇન્વેસ્ટરો એ પણ આશરે 37,000 કરોડના શેર વેચ્યા જયારે 2017માં એમણે રૂ 51,000 કરોડની નેટ ખરીદી કરી હતી આમ એમણે નફો ગાંઠે બાંધી લીધો.

ઉપરના દ્રષ્ટાંતમાં એક વસ્તુ સામે આવે છે કે એક માનસિકતા એવી હોય છે કે ખુબ ઉચા ભાવના શેર લેવાના જોઈએ. ઉપરના દ્રષ્ટાંતમાં એ મુજબ મારુતિ કે ઇન્ડસઇન્ડ બેંક છે, પરંતુ આ માન્યતા ખોટી છે સારી સારી કંપનીના શેર તો કરેક્શનમાં લેવાનો મોકો છે અને એનાલિસ્ટો આ કંપનીના શેરમાં લેવાની સલાહો આપે છે. ઉપર જણાવેલા તમામ વધી ગયેલા શેરો આ ભાવે પણ લાંબાગાળા માટે લેવા જેવાછે એમ એનાલિસસ્ટો માને છે અને ભલામણ પણ કરે છે દાખલા તરીકે મારુતિ સુઝુકી બેથી ત્રણ વર્ષમાં 18,000 સુધી પહોચશે એવી માહિતી એક નિષ્ણાત આપે છે.

આ આટલા ઉચા ભાવનો છે તો પણ ટુંકમાં કંપનીના શેરના ભાવ ઓછા હોઈ શકે અથવા વધુ હોઈ શકે પરંતુ કેટલા વધુ કે ઓછા એ તો કંપની પર આધાર રાખે છે અને સારી સારી કંપનીઓ એ કે જેનું મેનેજમેન્ટ સારું હોય કંપની પાસે નવા નવા પ્રોજેક્ટ હોય એનો માર્કેટ શેર વધતો હોય એના ફન્ડામેન્ટલ્સ એટલેકે નફાશક્તિ સારી હોય દેવું નજીવું હોય કે ડેબ્ટ ફ્રી કંપની હોય એવી કંપનીઓ.

આમ શેરબજારમાં મંદી કે કરેક્શન એ કચરો કંપની વેચી સારી કંપનીના શેર લેવાની તક છે અને મંદીથી ગભરાઈને શેર વેચવા ના જોઈએ પરંતુ એ કંપનીનો વધુ અભ્યાસ કરવો જોઈએ.

આ કોલમમાં આપવામાં આવતી રોકાણ અંગેની સલાહો અને તેના વિચારો શ્રી નરેશ વણજારાના પોતાના છે જે  મુંબઈ સ્થિત એક ઇન્વેસ્ટમેન્ટ નિષ્ણાત છે અને eછાપું  અહીં આપેલી સલાહને પોતાના તરફથી  કોઈ પણ પ્રકારનું અનુમોદન આપતું નથી. વધુ માહિતી માટે વાચક તેમનો સીધો સંપર્ક તેમના મોબાઈલ નંબર- 98217-28704 પર કોલ કરી અને યોગ્ય માર્ગદર્શન મેળવી શકે છે.

eછાપું

તમને ગમશે: રામચંદ્ર સિરીઝ ,શિવા ટ્રાઈલોજી અને અમીષ ત્રિપાઠીનું પુરાતન ભારત

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here