વધુને વધુ શાકભાજી ખાવ અને હ્રદયને તંદુરસ્ત રાખો – એક અભ્યાસ

0
370
Photo Courtesy: independent.co.uk

વોર્સોમાં આવેલી મેડિકલ યુનિવર્સીટી ઓફ વોર્સોમાં કરવામાં આવેલા એક તાજા સંશોધન અનુસાર જો દુનિયામાં જીવતા તમામ લોકો ફાઈબરથી ભરપુર તંદુરસ્ત ખોરાક જેમાં શાકભાજી પણ સામેલ છે તેને રેગ્યુલર ખાવા લાગે તો કોઈને પણ હ્રદયરોગની બીમારી નહીં થાય.

Photo Courtesy: independent.co.uk

વોર્સોની મેડિકલ યુનિવર્સીટીના સંશોધકોને શોધી કાઢ્યું છે કે શાકભાજીમાં રહેલા ટ્રીમેથીલામીન N ઓક્સાઈડ (TMAO) સાથે ઓછા ડોઝની ટ્રીટમેન્ટ કાર્ડિયાક ફાઈબ્રોસીસની માત્રા ઓછી કરે છે અને હાર્ટ ફેલ થવાના લક્ષણોને જે હાયપરટેન્શન દ્વારા ઉત્પન થતા હોય છે તેને પણ ઘટાડે છે.

TMAOના વધારેલા સ્તરને માછલી અને અન્ય સી ફૂડ અને પ્રાથમિક શાકભાજી દ્વારા આહારમાં ઉમેરવામાં આવ્યું હતું જેણે હાયપરટેન્શન સાથે સંકળાયેલા હ્રદય રોગના લક્ષણોને ઓછા કર્યા હતા.

TMAOથી ભરપૂર શાકભાજી અને માછલી ખાધા બાદ તેને ખાનારા વ્યક્તિઓમાં TMAOના સ્તરમાં નોંધપાત્ર વધારો નોંધવામાં આવ્યો હતો. આ ઉપરાંત લીવરે  જે ગટ બેક્ટેરિયાથી ઉત્પન્ન કરતા તત્ત્વ ટ્રીમેથીલામાઈન (TMA) માંથી TMAOનું ઉત્પાદન કર્યું હતું. જો કે રક્ત અને હ્રદય પર TMAOના સ્તરનું ઉચ્ચ સ્તર રહેવાનું કારણ હજી સુધી અસ્પષ્ટ છે અને આ અંગે અગાઉના સંશોધન વિરુદ્ધાર્થી પરિણામો લાવી ચૂક્યા છે. અગાઉ કરવામાં આવેલા સંશોધનના પરિણામમાં એમ કહેવામાં આવ્યું હતું કે લાલ માંસ અને ઈંડા ખાધા પછી TMAO બ્લડ પ્લાઝમાના સ્તરમાં જે હ્રદયરોગનો ભય વધારે છે તેમાં ઉમેરો કરે છે.

ઉંદરો પર કરવામાં આવેલા સંશોધનમાં એવું પરિણામ નીકળ્યું હતું કે તેમનામાં TMAOને લીધે હાઈ બ્લડપ્રેશરનું પ્રમાણ વધી ગયું હતું. હાયપર સેન્સીટીવ ઉંદરના એક જૂથ પર તેમના પીવાના પાણીમાં ઓછા ડોઝના TMAO પૂરક સામેલ કરવામાં આવ્યા હતા. તો બીજા જૂથના ઉંદરોને સામાન્ય પાણી આપવામાં આવ્યું હતું.

લાગતું વળગતું: એક ટીપું તેલ – એક વણમાંગી ફેશન…

જે પાણીમાં TMAO રક્તમાં TMAOનું પ્રમાણ વધારવાના હેતુથી ઉમેરવામાં આવ્યું હતું તે તેના સામાન્ય સ્તર કરતા ચાર ગણું હતું. ત્યારબાદજે જૂથને TMAO થેરાપી આપવામાં આવી હતી તેમાંથી કેટલાક ઉંદરોનું  12 અઠવાડિયા અથવાતો 56 અઠવાડિયા પછી પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ એવું સાબિત થયું કે હાયપરટેન્શન ધરાવતા ઉંદરોના એ જૂથ પર TMAO થેરાપી આપવા છતાં તેમના બ્લડપ્રેશરના સ્તરમાં કોઇપણ પ્રકારનો નોંધપાત્ર વધારો જોવામાં આવ્યો ન હતો. પરંતુ તેમના સ્વાસ્થ્યમાં આશા કરતા ઘણો વધારે સુધારો નોંધાયો હતો.

આ પરિણામો પરથી સંશોધકોએ સાબિત કર્યું હતું કે શાકભાજી જેમાં TMAOનું તત્ત્વ સારા પ્રમાણમાં હોય છે તેને લીધે હ્રદયની સર્ક્યુલેટરી સિસ્ટમ પર કોઇપણ પ્રકારની નકારાત્મક અસર પડતી નથી.

તો વોર્સોની મેડિકલ યુનિવર્સીટીના આ સંશોધન બાદ જો આપણે પણ આપણા ખોરાકમાં શાકભાજી વધુને વધુ ઉપયોગમાં લઈએ તો માત્ર હ્રદય જ સ્વસ્થ નથી રહેતું પરંતુ શરીરની સંપૂર્ણ તંદુરસ્તી પણ વધે છે.

eછાપું

તમને ગમશે: ભારત માતા પોતે જણાવે છે કે તેમને પોતાના સંતાનોની કઈ આદતો નથી ગમતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here