e-Commerce ક્ષેત્રે Google પ્રવેશ, Jio તરફથી મોટી આશા અને FBની દાંડાઈ

0
861
Photo Courtesy: responsiblecorporate.com

Digitally Yours ના આ આર્ટિકલમાં આપણે 4 અલગ અલગ ટોપિક પર વાત કરવાના છીએ. આપણાં મુકેશભાઈ વધુ એક સસ્તો 4G Smartphone લઈને આવી રહ્યા છે. આ સિવાય હવે Google પણ e-Commerce ક્ષેત્રે જંપલાવી ચુકી છે. Trai દ્વારા MNP ના નિયમોમાં થયેલ બદલાવ અને Facebook ના વધુ એક data leak વિશે પણ આપણે જાણીશું.

Photo Courtesy: responsiblecorporate.com

Jio દ્વારા વધુ એક સસ્તો 4G Smartphone

2 વર્ષ પહેલા મફત 4G internet અને એ પછી સાવ જ સસ્તા પ્લાન્સ સાથે Jio એ ધમાકો કરતા જ માર્કેટ પર પકડ જમાવી લીધી હતી. એ પછી JioFi નામના Wifi Hotspot નો જાદુ ચાલ્યો હતો એ પછી ફક્ત 1500 રૂપિયામાં Jio નો Smartphone આવતા વધુ એક વખત Jio ગ્રાહકો આકર્ષવામાં સફળ રહ્યું હતું.  હવે મળી રહેલી માહિતી અનુસાર આપણાં મુકેશભાઈ Jio Smartphone માં બદલાવ કરી અને અત્યાધુનિક Features આપવા માંગે છે. અમેરિકાની Flex નામની કંપની સાથે વાટાઘાટો ચાલે છે. શરૂઆતી સમયે 10 કરોડ 4G Smartphones અને એ પછી બીજા 40 કરોડ Smartphones નો ઓર્ડર આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે Flex US Government અને Jio ભારત સરકાર સાથે પણ આ મામલે Tax માં કઈ રીતે રાહત મળે તે માટે ચર્ચા કરી રહ્યા છે. જો સરકાર તરફથી Tax માં રાહત મળશે તો Jio તે ફાયદો ગ્રાહકો સુધી પણ પહોંચાડશે. Conclusion એટલું કહી શકાય કે ભારત ના Smartphone Users માટે ચોક્કસપણે અચ્છે દિન આવું રહ્યા છે.

Google ની e-Commerce ક્ષેત્રે એન્ટ્રી

છેલ્લા કેટલાક સમયથી ભારતમાં e-Commerce websitesનો દબદબો વધી રહ્યો છે. Amazon, Flipkart અને Paytm સમયાંતરે ગ્રાહકોને લોભામણી offers આપીને પોતાની તરફ આકર્ષવાના પ્રયત્નો કરતા હોય છે એ સમયે હવે Google પણ આ ક્ષેત્રે આવી ગયું છે. Google દ્વારા Google Shopping નામે આ e-Commerce website શરૂ કરવામાં આવી છે. Google ના Product Management ના Vice President સુરોજીત ચેટરજી નું કહેવું છે કે તેઓ Google Assistant Smartphonesમાં લોકોને ખૂબ જ મદદ કરી રહ્યા છે ત્યારે Google ભારતના ગ્રાહકોને  આ નવો અનુભવ આપવા માટે ખૂબ ઉત્સાહિત છે. Google Shopping પર તમને Smartphones, Speakers, Women Clothing, Books, Watches પણ ઉપલબ્ધ છે. અહીંયા Direct Company થી નાના Retailer પણ Registration કરાવી શકે છે. આ Website પર તમને Multiple E-Commerce websites પર મળી રહેલી deals એક સાથે જોવા મળી જશે. આ સિવાય Best Deals, Price Drop Deals જેવી અલગ અલગ window અને એમાં આકર્ષક offers પણ મળશે.  Artificial Intelligence દ્વારા Smart Shopping નો અનુભવ પણ કરી શકો છો.

લાગતું વળગતું: Data Leak એટલે શું? તેનાથી બચવાના કોઈ ઉપાય ખરા?

TRAI દ્વારા MNP ના નિયમો બદલવામાં આવ્યા

Mobile Network Portability હેઠળ ગ્રાહકો પોતાનો નંબર બદલ્યા વગર Service provider બદલાવી શકતા હતા. આ માટે તેમણે Port (નંબર) મેસેજ 1900 નંબર પર મોકલવાનો રહેતો હતો ત્યારે બાદ આવેલા  Unique Porting Code ને નવા Service Provider ને આપવાનો અને 7 દિવસ સુધી રાહ જોવાની રહેતી હતી. પરંતુ હવે બદલાયેલા નિયમ અનુસાર Telecom company એ આ સમગ્ર પ્રક્રિયા માત્ર 2 દિવસમાં પુરી કરવાની રહેશે તેમજ ગ્રાહકને મળેલ UPC પણ હવે માત્ર 4 દિવસ સુધી જ valid રહેશે. અત્યાર સુધી Corporate clients એક સાથે માત્ર 50 number port out કરી શકતા હતા તેની limit પણ હવે 100 કરી દેવામાં આવી છે. હાલ ના સમયે આ નિયમો જમ્મુ કાશ્મીર, અસમ અને નોર્થ ઇસ્ટના રાજ્યો સિવાય સમગ્ર ભારતમાં લાગુ કરી દેવામાં આવ્યા છે.

Facebook Data Leak

દુનિયાની સહુથી પ્રસિદ્ધ social networking site વધુ એક વખત Data Glitchનો શિકાર બની છે. 13 September થી 25 September દરમ્યાન આવેલા એક Bug ને લીધે 68 લાખ જેટલા users ના profile pictures અને timeline પર રહેલા photographs leak થઈ ગયા છે. જોકે Facebook તેના Messenger માં રહેલા photographs ને બચવાવમાં સફળ રહી છે.   આ મામલે કોઇ મોટો હોબાળો થાય એ પહેલાં જ facebook દ્વારા તેના users ની માફી માંગી લેવાઈ છે તથા જે જે users ના account પ્રભાવિત થયા છે તેમને notification દ્વારા જાણ પણ કરવામાં આવી રહી છે.

આ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.

eછાપું

તમને ગમશે: અમૃતસર ટ્રેન દુર્ઘટના – સરકાર માઈબાપ તો ઠીક છે આપણામાં અક્કલ નથી?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here