મમતાનું ઠગબંધન એટલે મઢી સાંકડીને બાવા જાજા.. બીજું કશું નહીં

    0
    280

    2019 લોકસભા ચુંટણી નજીક આવતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાથે ભાજપ-ભારતની વિકાસ યાત્રાને અટકાવવા ભાજપ-ભારતવિરોધી મોરચો આકાર લઈ રહ્યો છે. જેનું નામ છે મહા ઠગબંધન. આ ઠગબંધનની પશ્ચિમ બંગાળમાં યોજાયેલી રેલી આ બાબતનું પ્રમાણપત્ર છે કે, ભાજપ વિરોધી દળોના તમામ નેતાઓ ઉદ્દેશ એક જ છે – પ્રધાનમંત્રી પદ જ્યારે ભારત-ભાજપનાં પ્રધાનમંત્રીનો ઉદ્દેશ છે – પ્રગતિશીલ વિકાસ..

    Photo Courtesy: indianexpress.com

    કારણ સ્પષ્ટ છે ભારતનાં પ્રધાનમંત્રી અને ભાજપનાં નેતા નરેન્દ્રભાઈ મોદી સદાય દેશહિતમાં વિચારે છે, કાર્યો કરે છે જ્યારે વિરોધી પક્ષનાં નેતાઓ સદાય પ્રધાનમંત્રી પદ મેળવવાનાં મુંગેરીલાલનાં હસીન સપનાઓ જૂએ છે. ભારતની વર્તમાન સમસ્યા કે ભવિષ્યનાં મુદ્દાઓ પ્રત્યે ઠગબંધનનાં એક પણ નેતા જરા પણ ગંભીર નથી. પશ્ચિમ બંગાળમાં યોજાયેલી મહા ઠગબંધનની રેલીમાં દેશનાં આ ગંભીર મુદ્દાઓ પર ચર્ચા ન થઈ..

    આતંકવાદ: આજ સુધી કોંગ્રેસ કે વિરોધી પક્ષએ આંતકવાદ મુદ્દે ચર્ચા કે ભવિષ્યની રણનીતિ વિષે વાત કરી નથી. કેન્દ્રમાં ભાજપ સરકાર આવ્યા બાદ આતંકવાદી પ્રવૃત્તિ અને હુમલાઓ પર રોક આવી ગઈ છે. આમ છતાં વિરોધીદળનાં નેતાઓ આતંકવાદ, નક્સલવાદ જેવા ગંભીર મુદ્દાઓ પર મૌન છે.

    રામ મંદિર: મહા ઠગબંધન અને તેનાં ઠગદાર નેતાઓ રામ નામ લેવામાં પણ સંકોચ કરે છે, મંદિરની વાત તો દૂર રહી. મમતાની રેલી હોય કે અખિલેશ-માયાવતીની સભા હોય.. વિપક્ષનાં નેતાઓને માત્રને માત્ર પોતાના નામ-કામ-દામમાં રસ છે, રામમાં નહીં. ભાજપનાં રાજ સિવાય ભારતમાં રામ મંદિર નહીં બને એ સ્પષ્ટ છે.

    કલમ 370: કાશ્મીર સાથે જોડાયેલી કલમ 370 મુદ્દે પણ ઠગબંધનનાં ઠગીદારો કશું બોલતા નથી. કારણ પાકિસ્તાન પ્રેમ છે. જો ઠગબંધન સત્તામાં આવશે તો ભારત ઈસ્લામિક રાષ્ટ્ર બને કે ન બને કાશ્મીર ભારત હાથમાંથી અચૂક જશે.

    GST: ઠગબંધનનાં જાતમેળે બનેલા પ્રધાનમંત્રી પદનાં ઉમેદવારોમાંથી કેમ કોઈ કહેતું નથી કે, તેઓ સત્તામાં આવશે તો GST ઉખેડી ફેંકશે? GST મામલે કેન્દ્ર સરકારનો વિરોધ કેમ કરવામાં આવતો નથી? જ્યારે કેન્દ્રની આયુષ્માન યોજના ઠગબંધન નેતાઓએ પોતાની સત્તાવાળા રાજ્યમાં અપનાવવાની ના પાડી દીધી ત્યારે જો GST ખરેખર ગબ્બર સિંહ ટેક્સ હોય તો આ મામલે કેમ ઠગબંધન ઠંડુ છે?

    લાગતું વળગતું: 2019 લોકસભાની ચુંટણીમાં વિવિધ વોટબેંક મહત્ત્વનો ભાગ ભજવશે

    SC એકટ: ઠગબંધનનો કોઈ નેતા SC એક્ટ હટાવવાની વાત કરતો નથી કે કોઈ નેતા પ્રાકૃતિક સંસાધનો પર પ્રથમ હક્ક અલ્પસંખ્યકને અપાશે એવી ગેરેન્ટી આપતો નથી. ઠગબંધનની આ જ તો ખૂબી છે! એની કોઈ ગેરેન્ટી નથી

    વિકાસ: ઠગબંધનનાં એક પણ નેતાએ એવો દાવો કર્યો નથી કે તેઓ સત્તામાં આવીને ભારતનો વિકાસ દર વધારી આપશે. બસ આટલું કાફી છે…

    દેશની વર્તમાન કે ભાવિ સમસ્યાઓ મુદ્દે મહા ઠગબંધનનાં કોઈપણ નેતાએ મમતાની રેલીમાં કે અન્ય જગ્યાઓ પર ચર્ચા જ કરી નથી જે સાબિત કરે છે કે, ઠગબંધનને પ્રજા કરતા સત્તા વધુ પ્રિય છે! ઠગબંધનનું એકમાત્ર લક્ષ્ય છે મોદી હટાવો.. ભારતનો વિકાસ અટકાવો.. અને પ્રધાનમંત્રી બનો.. જો કે ભારતની જનતાને નીર-ક્ષિરનો ભેદ માલૂમ હોય મમતાની રેલી બાદ લોકસભા ચુંટણીમાં ભારતીયોએ કોને વોટ આપવો એ નક્કી કરવું સહેલું બની ગયું છે.

    • ભાજપ વિરોધી દળોના તમામ નેતાઓ ઉદ્દેશ એક જ છે – પ્રધાનમંત્રી પદ અને ભારત-ભાજપનાં પ્રધાનમંત્રીનો ઉદ્દેશ છે – પ્રગતિશીલ વિકાસ..
    • મહાઠગબંધનનાં એક પણ નેતાએ દેશની વર્તમાન કે ભાવિ સમસ્યાઓ મુદ્દે ચર્ચા જ કરી નથી જે સાબિત કરે છે ઠગબંધનને પ્રજા કરતા સત્તા વધુ પ્રિય છે!
    • લોકસભા ચુંટણીમાં કેમ અને કોને મત આપવો એ સમજાઈ ગયું.

    આ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.

    eછાપું

    તમને ગમશે: ક્રિસમસ સેલિબ્રેટ કરવી છે પણ Egg-less કેક બનાવીને? આ રહી રેસિપીઝ

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here