બરખા દત્ત અને રવિશ કુમારને એક આમ આદમીનો ખુલ્લો પત્ર!

    0
    356

    પુલવામા આતંકવાદી હુમલાઓ બાદ દેશવાસીઓનો ગુસ્સો એ તમામ વ્યક્તિઓ વિરુદ્ધ ભડકી ઉઠ્યો છે જેમણે ભૂતકાળમાં ભારત તરફી ક્લિયર સ્ટેન્ડ નથી લીધું અને એવામાં અમુક મર્યાદા પણ ચુકાઈ જવાઈ છે, પરંતુ શું….

    Photo Courtesy: jantakareporter.com

    આદરણીય બરખાજી અને રવીશજી,

    વંદે માતરમ.

    ચોંકી ગયા? અરે હું ન્યૂડ કે ગાળો નહી મોકલું, શોર મચાવવાની જરૂર નથી.

    હું તો આપને અભિનંદન આપવા આવ્યો છું કે જે ENBA  એવોર્ડ મેળવ્યાની આપે ગાઈ વગાડીને જાહેરાત કરી એનાથી અમારા જ્ઞાનમાં વધારો થયો કે દુનિયામાં આવો પણ કોઈ એવોર્ડ છે.

    હમણાંથી કેટલાક વિકૃત તત્વો આપને ન્યૂડ તસવીરો અને અપશબ્દો મોકલી રહ્યા છે. આપના પર્સનલ નંબરને કદાચ આપની નજીકના જ લોકોએ લીક કરીને પબ્લિક બનાવી દીધો. સાંભળી દુઃખ થયું, મારી સાંત્વના આપની સાથે જ છે. તમારું રિપોર્ટિંગ ગમે તેટલું અતાર્કિક કે અપ્રસ્તુત હોય તો પણ આપને ગાળો મોકલવાનો અધિકાર તો અભિવ્યક્તિની સ્વતંત્રતા પણ આપતી નથી જ.

    પણ આપની દરેક ડિબેટની જેમ, જેમાં તમે સરકારોને, નેતાઓને, બહુમતિ પ્રજાને જે એકની એક સલાહ આપો છો એમ અહીં પણ આપને આત્મમંથન કરવાની જરૂર છે એવી સલાહ હું આપીશ. કાશ્મીર પરની તમારી દરેક ડિબેટમાં “ભટકે હુએ નૌજવાન” શબ્દનો આપ વારંવાર પ્રયોગ કરો છો. પેલેટ ગનના ઉપયોગના વિરોધમાં પણ આપ આ જ વસ્તુ વારંવાર કહેતા હતા કે આ પણ ભારતના નાગરિકો છે અને એમને પ્રેમથી, વાર્તાલાપ કરીને સમજાવવા જોઈએ. અહીં પણ આપે એ જ રસ્તો અપનાવવો જોઈએ એવું નથી લાગતું ? IPS અધિકારીને ટ્વિટ કરીને આપ એક “માસૂમ ઠરકી ભટકે હુવે નૌજવાન ભારતીય” ની સાયબર ક્રાઈમ અંતર્ગત ધરપકડ કરાવશો?

    લાગતું વળતું: Twitter યુઝર્સે રાજદીપ સરદેસાઈને બેનામી સંપત્તિ અંગે જ્ઞાન આપ્યું

    સામાન્ય નાગરિકે એવું જ કરવું જોઈએ, પણ આવું તમારા જેવા પ્રખર બુદ્ધિજીવિઓને શોભે? તમારે એમને એ દેશના જે ભાગમાં રહેતા હોય ત્યાંથી તમારા શહેરમાં આવવાની એર ટીકીટ બુક કરાવી દેવી જોઈએ. એમને 5 સ્ટાર હોટેલમાં મળવા આવવા બોલાવી સમજાવો કે ભઈલા, આવું ન કરતો. આવું તને ના શોભે. બાકી ધરપકડ કરશો તો એમના જેવા બીજા કેટલા પેદા થશે એનું ય તમારે વિચારવું જોઈએ ને, બિલકુલ કાશ્મીરી પથ્થરબાજોની જેમ જ?

    એમના વાંધા-વચકા,એમના અભિપ્રાય પર તમારે રાઉન્ડ ધ ટેબલ ચર્ચા કરવી જોઈએ એવું નથી લાગતું ? તમારે તમારા મોબાઈલનો સ્ક્રીન 2 મિનિટ માટે કાળો કરી દેવી જોઈએ, એથી કદાચ એમને એ સંદેશો જાય અને એમને પ્રેરણા ભવિષ્યમાં મળે એવું ન કરવાની.

    આવું કરશો તો નવા વરસે વધુ એવોર્ડ મળશે, કદાચ પંચરંગી મિશ્ર સરકાર આવે તો એકાદ પદ્મ એવોર્ડની ય લોટરી લાગી જાય. રાજમાતાની જેમ તમારા ય બલિદાનની ડાબેરીઓ ગાઈ વગાડીને દુહાઈઓ આપશે. ભવિષ્યમાં સરકાર બદલાય ત્યારે તમે એવોર્ડ વાપસી પણ કરી શકો. પણ કદાચ આ શકયતા તમને ધૂંધળી લાગે છે.

    આ અપરાધ અક્ષમ્ય જ છે, અદ્દલ સેના પર પથ્થરમારો કરતા ભટકેલા નૌજવાનોની જેમ જ..પણ તમારે દંભ છોડીને બંને ઘટનામાં સરખો એપ્રોચ જ લેવો જોઈએ એવું નથી લાગતું ?

    અંતે બરખાજી, ખોટું ન લગાડો તો એક જાણકારી જોઈએ છે.આ વિકૃતો એ મોકલેલા ન્યૂડ જોઈને એ રાષ્ટ્રવાદી છે એ માપવાનું મીટર કયું છે? જરા એવું મીટર બનાવનાર ઉત્પાદકનું એડ્રેસ આપશો? મારે પણ ખરીદવું છે.

    આપનો હિતેચ્છુ,

    આમ આદમી (કેજરીવાલવાળો નહિ, અસલી)

    eછાપું

    તમને ગમશે: ચીનની એક ‘ના’ થી UK પર પર્યાવરણનું સંકટ ઘેરું બન્યું

     

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here