DD ન્યૂઝ રૂમ એક સમયે મોદી વિરુદ્ધ વોર રૂમ હતો: અશોક શ્રીવાસ્તવ

    0
    341

    2014 સુધી નેશનલ ચેનલ દૂરદર્શન એટલેકે DDની હાલત કોંગ્રેસે કેવી કરી નાખી હતી તેનો ચિતાર પત્રકાર અશોક શ્રીવાસ્તવે પોતાના પુસ્તક ‘નરેન્દ્ર મોદી: CENSORED’ માં આપ્યો છે.

    અભિવ્યક્તિની આઝાદી અને મિડિયાની સ્વતંત્રતા વિષે કોંગ્રેસ જેટલી બૂમો પાડે છે એટલીજ એની ચાદર આ બંને બાબતોએ ગંદી છે. દૂરદર્શન એટલેકે DDના એન્કર અને પત્રકાર અશોક શ્રીવાસ્તવે હાલમાં જ લખેલા એક પુસ્તકમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે 2004 થી 2014 દરમ્યાન કોંગ્રેસના નેતૃત્ત્વ હેઠળની UPA સરકારે DDને એકદમ સરકારી પોપટ બનાવી દીધો હતો અને તેનો ન્યૂઝ રૂમ મોદી વિરુદ્ધના વોર રૂમ તરીકે કાર્ય કરતો હતો.

    અશોક શ્રીવાસ્તવે 2014ની લોકસભા ચૂંટણીઓ અગાઉ DD માટે નરેન્દ્ર મોદીનો ઇન્ટરવ્યુ લીધો હતો. આ ઇન્ટરવ્યુ DD પર પ્રસારિત પણ કરવામાં આવ્યો હતો પરંતુ સેન્સર કર્યા બાદ. આથી જ અશોક શ્રીવાસ્તવે પોતાના પુસ્તકનું નામ ‘નરેન્દ્ર મોદી: CENSORED’ રાખ્યું છે. અશોક શ્રીવાસ્તવ દ્વારા લેવામાં આવેલો નરેન્દ્ર મોદીનો ઇન્ટરવ્યુ સેન્સર થયા બાદ પ્રસારિત તો કરવામાં આવ્યો પરંતુ થોડા જ દિવસોમાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ આ ઇન્ટરવ્યુમાં જે બાબતો નહોતી કહેવાઈ તેને છાપી દઈને વિવાદ ઉભો કરી દીધો હતો.

    અશોક શ્રીવાસ્તવે ખુદ સ્વીકાર્યું છે કે કોંગ્રેસના શાસનકાળ દરમ્યાન DDનો ઉપયોગ પાર્ટીના રાજકીય વિરોધીઓને નિશાન બનાવીને કરવામાં આવતો હતો. શ્રીવાસ્તવે એવો દાવો પણ કર્યો છે કે માત્ર વિરોધીઓને નિશાન બનાવવાથી જ અહીં કામ પૂર્ણ નહોતું થતું, UPA સરકારના કાર્યક્રમો અને નીતિઓના સમર્થનને લગતા કાર્યો પણ અહીં જ થતા હતા.

    લાગતું વળગતું: UPA સરકારના બે મંત્રીઓએ લશ્કરી બળવાનું નાટક ઉભું કર્યું

    આ સમયે DDના કેટલાક અધિકારીઓ તેમજ પત્રકારો પાવર સેન્ટર બનીને ખુલ્લેઆમ કોંગ્રેસનું સમર્થન કરતા હતા. આટલું ઓછું હોય તેમ દર 9 ડિસેમ્બરે ન્યૂઝ રૂમમાં મીઠાઈ વહેંચવામાં આવતી કારણ? કારણકે એ દિવસે સોનિયા ગાંધીનો જન્મદિવસ છે! મીઠાઈ તો ન્યૂઝ રૂમમાં એ દિવસે પણ વહેંચવામાં આવી હતી જ્યારે અમેરિકન સરકારે નરેન્દ્ર મોદીને વિસા આપવાની ના પાડી હતી. આ સમયે અશોક શ્રીવાસ્તવ જેવા અનેક પત્રકારોને શરમજનક પરિસ્થિતિમાં મુકાવું પડ્યું હતું.

    એક સમયે દીપક ચૌરસિયા અને તેમના ઘણા સાથીદારો દૂરદર્શનમાં જોડાયા હતા પરંતુ 2004માં જેવી UPA સરકાર બની કે તરતજ તેમને DD છોડવું પડ્યું કારણકે તેમને આ રીતે કોંગ્રેસની લાઈન ફોલો કરવાનું પસંદ ન હતું. આ ઘટના બન્યા બાદ DDના કોઇપણ પત્રકારે કોંગ્રેસ અથવાતો UPA સરકારના પ્રિય પત્રકારો અથવાતો અધિકારીઓ વિરુદ્ધ જવાનું પસંદ કર્યું ન હતું.

    2007ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ દરમ્યાન તો દૂરદર્શન રીતસર મોદી વિરુદ્ધ વોર રૂમ બની ગયો હતો. અહીંના પત્રકારો અને એડિટર્સ કેવી રીતે સમાચાર ફેલાવવા એ માટે તિસ્તા સેતલવાડ પાસેથી સલાહ લેતા અને તેઓ પણ સામે ચાલીને ફીડ આપતા રહેતા તેવો દાવો પણ અશોક શ્રીવાસ્તવે કર્યો છે. આ સમયે મોદી દ્વારા ગુજરાતમાં કરવામાં આવેલા સારા કાર્યોના સમાચાર પ્રસારિત કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.

    eછાપું

    તમને ગમશે: ફેસબુક અને પોલીટીક્સ- ડેટા સે ખુલ્લમ ખુલ્લા પ્યાર કરેંગે હમ દોનો

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here