મિશન શક્તિની સફળતાથી અમેરિકા સ્તબ્ધ, કોંગ્રેસ અને પાકિસ્તાન કન્ફ્યુઝ્ડ

0
338
Photo Courtesy: mynation.com

ભારતના વૈજ્ઞાનિકોએ ગઈકાલે મિશન શક્તિને સફળ બનાવીને ભારતની ક્ષમતા સાબિત કરી આપી હતી. આ પરીક્ષણ અંગે અમેરિકા અને ચીને સંભાળીને પ્રતિક્રિયા આપી છે જ્યારે પાકિસ્તાન અને કોંગ્રેસ પક્ષ કન્ફયુઝનમાં જણાઈ રહ્યા છે.

Photo Courtesy: mynation.com

ભારતે ગઈકાલે જમીન પરથી અવકાશમાં સ્થાનિક રીતે વિકસિત A-SAT (એન્ટી સેટેલાઈટ) મિસાઈલ દ્વારા એક લાઈવ સેટેલાઈટ તોડી પાડ્યો હતો. ભારતની આ સફળતાએ તેને એક એલિટ ક્લબમાં સ્થાન આપી દીધું છે જેની પાસે આ ક્ષમતા પહેલેથી હતી. આ ક્ષમતા અગાઉ માત્ર અમેરિકા, રશિયા અને ચીન પાસે હતી અને હવે તે ભારત પાસે છે. કોઇપણ ભારતીયને ગૌરવાન્વિત કરતી આ સિદ્ધિથી અમેરિકા સ્તબ્ધ છે જ્યારે કોંગ્રેસ પાર્ટી અને પાકિસ્તાન કન્ફ્યુઝ્ડ છે.

ભારતના સફળ A-SAT પરીક્ષણ બાદ કલાકો સુધી અમેરિકા તરફથી કોઇપણ પ્રક્રિયા આવી ન હતી. લગભગ આઠ થી દસ કલાક વીતી ગયા બાદ અમેરિકાના કાર્યકારી રક્ષામંત્રી પેટ્રિક શેનેહને દુનિયાના દેશોને ચેતવણી આપી હતી કે તે અવકાશમાં શસ્ત્ર દોડ શરુ કરવાથી દૂર રહે. બાદમાં તેમણે ઉમેર્યું હતું કે અમેરિકા વધી રહેલા અવકાશી કચરાથી ચિંતિત છે અને તે ભારત દ્વારા કરવામાં આવેલા પરીક્ષણને સમજવાની કોશિશ કરી રહ્યું છે. આમ અમેરિકાએ ભારતને કોઇપણ પ્રકારની સીધી અથવાતો ગર્ભિત ચેતવણી આપી ન હતી.

બીજી તરફ પાકિસ્તાનને એ ખબર નહોતી પડી કે તેણે કયા પ્રકારની પ્રતિક્રિયા આપવી. પાકિસ્તાન પાસે ખુદનો કોઈ સેટેલાઈટ નથી અને તે અન્ય દેશોના સેટેલાઈટ્સ પર આધાર રાખે છે. આવામાં પાકિસ્તાન સરકારે અન્ય દેશોને અપીલ કરી છે કે આ પ્રકારના દેશો (એટલેકે ભારત) અવકાશી યુદ્ધની હોડમાં ન લાગી જાય તે માટે તેઓ ભારતના આ પરીક્ષણની નિંદા કરે. જો કે પાકિસ્તાને પણ ભારતનું સીધું નામ લેવાનું ટાળ્યું હતું.

લાગતું વળગતું: પિનાક આર્ટિલરી રોકેટ સિસ્ટમ – દુશ્મનને અચંબિત કરીને પ્રલયનો પ્રહાર

જ્યારે ચીને કહ્યું છે કે તેને ભારતના સફળ મિશન અંગે માહિતી મળી છે અને તે આશા રાખે છે કે દુનિયાના તમામ દેશો અવકાશમાં શાંતિ જાળવી રાખશે.

પરંતુ મિશન શક્તિને લીધે સહુથી મોટો ગૂંચવાડો કોંગ્રેસ પક્ષમાં ઉભો થયો છે જે ભારતના મુખ્ય રાજકીય પક્ષોમાંથી એક છે. બે વર્ષ અગાઉ જ નરેન્દ્ર મોદી સરકારે DRDOને મિશન શક્તિ માટે આગળ વધારવા માટે લીલી ઝંડી દેખાડી દીધી હોવા છતાં કોંગ્રેસે માત્ર DRDOને અભિનંદન આપ્યા હતા. આટલું જ નહીં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલે આ કાર્યક્રમ UPA સરકારમાં ચાલુ થયો હોવાથી મનમોહન સિંગને અભિનંદન પાઠવી દીધા હતા. ગઈકાલે સાંજે DRDOના પૂર્વ અધ્યક્ષ વી કે સારસ્વતે ખુલાસો કર્યો હતો કે DRDO UPA સરકારના સમયમાં જ આ પરીક્ષણ કરવા તૈયાર હતું પરંતુ મનમોહન સરકારે કોઈજ વળતો જવાબ જ નહોતો આપ્યો!

તો કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા વાડ્રાએ અહમદ પટેલથી એક કદમ આગળ વધીને દેશમાં સોયથી સેટેલાઈટ સુધી બધાની શોધ નહેરુજીએ કરી હોવાથી ગઈકાલની સિદ્ધિની ક્રેડીટ પણ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુને આપી દીધી હતી.

eછાપું

તમને ગમશે: મોદીએ આર્જેન્ટીનામાં બે અંતિમો વચ્ચે ગજબની ઠંડક દર્શાવી બનાવ્યો રાજદ્વારી વિક્રમ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here