CWC 19 | M 32 | ઐતિહાસિક લોર્ડ્ઝ પર આજે વર્લ્ડ કપનો ‘એશિઝ’

0
262
Photo Courtesy: timebulletin.com

ક્રિકેટના કાશી ગણાતા લંડનના લોર્ડ્ઝ પર આજે વનડે ક્રિકેટના વર્લ્ડ કપનો એશિઝ રમાવા જઈ રહ્યો છે. ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા લગભગ સરખી ટીમો જ છે પરંતુ આ ઘડીએ ઓસ્ટ્રેલિયાનું પલ્લું જરા વધુ નમી રહ્યું છે.

Photo Courtesy: timebulletin.com

દરરોજ આપણે eછાપું પર આગલે દિવસે રમાયેલી વર્લ્ડ કપ મેચનો રિવ્યુ કરીએ છીએ પરંતુ આજે for a change આપણે રિવ્યુને  બદલે પ્રિવ્યુ પહેલા કરીશું. બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચનું મહત્ત્વ ન હતું એવું અહીં કહેવાની બિલકુલ ઈચ્છા નથી કારણકે વર્લ્ડ કપ જેવી ટુર્નામેન્ટની દરેક મેચનું આગવું મહત્ત્વ હોય જ છે, પરંતુ આજની મેચ ભારત વિ. પાકિસ્તાનની જેમ જરા વધુ મહત્ત્વ ધરાવે તેવી છે.

આમતો ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા જ્યારે ટેસ્ટ સિરીઝમાં આમનેસામને હોય ત્યારે તે સિરીઝને ‘એશિઝ’ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી કોઈક વખત હોકીની મેચોમાં પણ આ બંને ટીમો આમનેસામને હોય ત્યારે કોમેન્ટેટર્સ તેને પ્રેમથી એશિઝ કહી દેતા હોય છે. તો જ્યારે ક્રિકેટનો જ વર્લ્ડ કપ હોય અને તેની મેચમાં ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા રમવાના હોય તો તેને આપણે એશિઝ કેમ ન કહી શકીએ?

એનીવેઝ, આપણે જરા ફેક્ટસ અને ફિગર્સ પર આવીએ. તો ઇંગ્લેન્ડ તેની છેલ્લી મેચ શ્રીલંકા સામે હારી ગયું છે અને જે રીતે તે આ ટુર્નામેન્ટમાં આગળ વધી રહ્યું હતું તેની ગતિ અને તેના લક્ષ્યને આ અચાનક મળેલી હારથી થોડો ધક્કો લાગ્યો છે. ઇંગ્લેન્ડ અગાઉ પાકિસ્તાન સામે પણ હારી ચૂક્યું છે. આથી ઓસ્ટ્રેલિયા સામે આજે તેણે પોતાની જીત નિશ્ચિત કરવી જ પડશે નહીં તો તેણે ભારત અને ન્યુઝીલેન્ડ સામેની તેની બાકીની બે મેચોમાં અતિશય દબાણ અનુભવવું પડશે.

માત્ર બે હારથી વર્લ્ડ કપ જીતવાના સહુથી મજબૂત દાવેદાર ઇંગ્લેન્ડની હાલત કેવી થઇ ગઈ છે તે જોઇને એ લોકોએ ધડો લેવાની જરૂર છે જે ભારતની અફઘાનિસ્તાન સામેની મેચમાં મળેલી પાતળી જીતની પણ હાર થઇ હોય એવી ટીકા કરે છે. અગાઉ આ જ સિરીઝમાં આપણે કહી ચુક્યા છીએ કે વર્લ્ડ કપ પ્રકારની ટુર્નામેન્ટમાં 2 પોઈન્ટ્સ બહુ મહત્ત્વ ધરાવે છે પછી તે મોટી જીત સાથે  મેળવવામાં આવે કે પછી નાની અથવાતો નજીકની જીતથી. આજે જો ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા સામે હારી જશે તો તેને અને તેના સમર્થકોને શ્રીલંકા સામેની હાર અત્યંત કઠશે.

સામે પક્ષે ઓસ્ટ્રેલિયા અત્યારે જીતના ઘોડા પર સવાર છે પરંતુ તે હારી ન શકે એવું બિલકુલ નથી. સટીક બોલિંગ જેમ ભારતે ઓસ્ટ્રેલિયા સામે કરી હતી તે પ્રકારની બોલિંગ ઓસ્ટ્રેલિયાને ચિંતા કરાવી શકે છે. ઓસ્ટ્રેલિયાના ઓપનર્સ જેટલી સારી શરૂઆત ટીમને કરાવી આપે છે એટલી જ સારી રીતે તે શરૂઆતનો અંત તેના મિડલ અને લોઅર ઓર્ડરના બેટ્સમેનો લાવી શકતા નથી એ આ વર્લ્ડ કપમાં વારંવાર જોવા મળ્યું છે.

ગમે તે હોય પરંતુ આ મેચ જોવાની ન્યુટ્રલ દર્શકોને સહુથી વધુ મજા આવશે. એક તો મેચ ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે છે, બીજું આ મેચ ઇંગ્લેન્ડમાં છે એટલે અહીં ઈંગ્લીશ દર્શકો ખાસકરીને બાર્મી આર્મીનું વર્તન અને રિએક્શન જોવાની મજા આવશે અને ત્રીજું આ મેચ લોર્ડ્ઝ પર રમાવાની છે એટલે આ વેન્યુ ખુદ મેચમાં બાકી બચેલો મસાલો ભભરાવી દેશે.

Review – CWC 19 | M 30 | શાકિબ અલ હસનના ઓલરાઉન્ડ દેખાવે અફઘાનિસ્તાનને હરાવ્યું

યુવરાજ સિંહ પછી બાંગ્લાદેશનો શાકિબ અલ હસન બીજો એવો ખેલાડી બન્યો છે જેણે વર્લ્ડ કપની એક જ મેચમાં 50 રન કર્યા હોય અને 5 વિકેટો પણ લીધી હોય. શાકિબ અલ હસન માટે આ વર્લ્ડ કપ જે કદાચ તેનો આખરી વર્લ્ડ કપ બની રહેશે, તે અત્યંત યાદગાર બની ગયો છે. બાંગ્લાદેશ આ વર્લ્ડ કપ જીતે કે ન જીતે શાકિબ જ્યારે પણ 2019ના વર્લ્ડ કપની ચર્ચા થશે ત્યારે યાદ આવશે જ.

બાંગ્લાદેશે એ જ મેદાન પર 262 રન બનાવ્યા જેના પર ભારતને 225 રન કરતા પણ પરસેવો પડી ગયો હતો. પરંતુ ભારત અને અફઘાનિસ્તાનની મેચની પીચ અને આ પીચ અલગ હતી તેમજ અફઘાનિસ્તાનની બોલિંગ ભારત સામે જે પ્રકારની રહી હતી તેનાથી સાવ વિરુદ્ધ પ્રકારની બાંગ્લાદેશ સામે રહી હતી. પરંતુ તેનાથી બાંગ્લાદેશના દેખાવની ક્રેડિટ જરા પણ ઓછી ન કરી શકાય. બાંગ્લાદેશે સતત બીજા વર્લ્ડ કપમાં સારો દેખાવ કર્યો છે અને હવે તેને સેમીફાઈનલમાં પહોંચવા માટે ડાર્ક હોર્સ જરૂરથી ગણી શકાય.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here