સેન્સેક્સથી પણ ઝડપી, બિહારનો રાજકીય ઘટનાક્રમ

1
272

પટના, 27 જૂન 2017

માત્ર બાર કલાકમાં જ બિહારમાં રાજકીય ઘટનાક્રમ તેજ ગતિથી બદલાયો હતો. ગઈકાલે સવારે જાગવા સમયે જેની કોઈને આશા પણ ન હતી તેવી બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારની NDAમાં એન્ટ્રી લોકો રાત્રે સુવાભેગા થાય તે પહેલા નિશ્ચિત થઇ ગઈ હતી.

બિહારનો રાજકીય ચરુ આમતો છેલ્લા પંદરથી વીસ દિવસથી ઉકળી રહ્યો હતો અને નીતીશ કુમારની છબી જોતાં તે કોઈ નવાજૂની કરશે એવી આશંકાતો રાજકીય પંડિતોને હતી જ પરંતુ આ નવાજૂનીને અંતિમરૂપ આપવા માટે નીતીશ કુમાર માત્ર એક જ દિવસ લેશે તેની આશા કોઈને પણ ન હતી.

આવો જોઈએ ગઈકાલે સવારથી સાંજ સુધીમાં પટનાની રાજકીય ગલીઓમાં એક રાજકીય ગઠબંધનનું સ્થાન બીજા ગઠબંધને કેવીરીતે માત્ર બાર કલાકના સમયગાળામાં જ લઇ લીધું તેની ટાઈમલાઈન.

સવારે

0900:  જનતાદળ યુનાઇટેડના નેતા શ્રવણ કુમાર નીતીશ કુમારને મળ્યા અને જણાવ્યું જે મહાગઠબંધનના નેતાઓની સંયુક્ત બેઠક શક્ય નથી.

0945: RJDના નેતા અબ્દુલ ગફૂરે જણાવ્યું કે બિહાર વિધાનસભામાં તેમનો પક્ષ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવનો મક્કમતાથી બચાવ કરશે.

1000: લાલુને મળ્યા બાદ શિવાનંદ તિવારીએ નીતીશ કુમારની આકરી ટીકા કરતા મહાગઠબંધન હવે લાંબુ નહીં ખેંચી શકે તેનો પ્રથમ સંકેત મળ્યો.

1015: બિહારના કાર્યકારી રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠીએ તેમની કોલકાતા મૂલાકાત રદ્દ કરી.

1030:  નીતીશ કુમારે કારગીલ ચોકની મુલાકાત રદ્દ કરી

બપોરે

1200: RJD વિધાનસભા પક્ષની બેઠક ભરાઈ.

0210: લાલુએ પત્રકારોને કહ્યું કે તેજસ્વી રાજીનામું નહીં આપે.

0220: લાલુએ રાંચી જવાનું રદ્દ કર્યું.

સાંજે

0500: જનતાદળ યુનાઇટેડ વિધાનસભા પક્ષની બેઠક ભરાઈ.

0611: નીતીશ કુમારે રાજભવન જવાનો નિર્ણય કર્યો.

0645: નીતીશ કુમારે બિહારના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું.

0710: ભારતીય જનતા પક્ષ વિધાનસભા પક્ષની બેઠક ભરાઈ.

0715: નીતીશ કુમાર મીડિયાને મળ્યા અને પોતાના રાજીનામાં અંગેના કારણો જણાવ્યા.

0730: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નીતીશ કુમારને ભ્રષ્ટાચારનો સાથ છોડવા બદલ અભિનંદન આપતી ટ્વીટ કરી.

0748: લાલુએ વળતા હુમલામાં નીતીશ કુમાર પર ખૂનનો કેસ ચાલી રહ્યો હોવાનો આરોપ મુક્યો.

0815: ભાજપે નીતીશ કુમારને ટેકો જાહેર કર્યો.

રાત્રે

0900: નીતીશ કુમારે વડાપ્રધાનના અભિનંદનની ટ્વીટનો ધન્યવાદ કરતી ટ્વીટ કરી.
0900: નીતીશ કુમારે વડાપ્રધાનના અભિનંદનની ટ્વીટનો ધન્યવાદ કરતી ટ્વીટ કરી.

0930: ભાજપના ધારાસભ્યો નીતીશ કુમારને મળવા પહોંચ્યા

 

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here