હોય નહીં!: શાકાહારી વ્યંજનો માટે જાણીતું ગુજરાત સી ફૂડ એક્સપોર્ટમાં ભારતભરમાં મોખરે

1
403

 

અમદાવાદ, 27 જૂન 2017

તમે સપનેય વિચાર્યું છે કે પોતાના શાકાહારી વ્યંજનો માટે પ્રખ્યાત એવું ગુજરાત સી ફૂડ એક્સપોર્ટ કરવામાં મોખરાનું સ્થાન મેળવી જાય?

ઘણીવાર જે સ્વપ્નામાં પણ ન વિચાર્યું હોય એવું બની જતું હોય છે અને તાજા રિપોર્ટ અનુસાર ફ્રોઝન શ્રીમ્પ એટલેકે ફ્રોઝન જીંગાનું એક્સપોર્ટ વધતા 2016-17ના નાણાંકીય વર્ષમાં ગુજરાતનું સી ફૂડ એક્સપોર્ટ તેની વિક્રમી ઉંચાઈએ પહોંચી ગયું છે. ગુજરાતની માછલીઓ અમેરિકા, યુરોપ, UAE, ઓસ્ટ્રેલિયા, ચીન, જાપાન, જર્મની, થાઈલેન્ડ, બ્રાઝિલ અને કેનેડા ઉપરાંત અન્ય દેશોમાં એક્સપોર્ટ થઇ રહી છે.

જો કે વિવિધ પ્રકારની માછલીઓના એક્સપોર્ટમાં આંધ્ર પ્રદેશ હજી પણ પ્રથમ સ્થાન ધરાવે છે.

ધ મરીન પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલોપમેન્ટ ઓથોરીટી (MPEDA)ની વેબસાઈટ પર પ્રકાશિત કરવામાં આવેલા આંકડાઓ અનુસાર વર્ષ 2015-16  દરમિયાન ગુજરાતના પીપાવાવ પોર્ટ પરથી 525.31 મિલિયન ડોલર્સના મૂલ્યની માછલીઓનું એક્સપોર્ટ થયું હતું.

તમને ગમશે: આ રહ્યા ભારતના શ્રેષ્ઠ ઢાબા અને તેમની બેસ્ટ વાનગીઓ

ગુજરાતના દરિયાકાંઠેથી પકડતું મેજર સી ફૂડ બ્લેક પોમફ્રેટ, ચાઇનીઝ પોમફ્રેટ, સિલ્વર પોમફ્રેટ અને બોમ્બે ડક છે અને તે ફિશરીઝ વિભાગના આંકડા પ્રમાણે વાર્ષિક 6.98 મેટ્રિક ટન જેટલું થવા જાય છે. ગુજરાતના સી ફૂડ એક્સપોર્ટમાં આવેલા આટલા જબરદસ્ત ઉછાળ પાછળ એક કારણ એમ પણ બતાવવામાં આવી રહ્યું છે કે વર્ષો વર્ષ હોડીઓની સંખ્યા પણ વધી છે.

ગુજરાતમાં મશીનથી ચાલતી હોડીઓ 23,927  અને વગર મશીને ચાલતી હોડીઓની સંખ્યા 12,163 છે, આમ ગુજરાતના દરિયે કુલ  36,090 હોડીઓ માછલી પકડવામાં વ્યસ્ત છે. એક રિપોર્ટ અનુસાર ગુજરાત ટાઈગર શ્રીમ્પ પકડવામાં નવમાં નંબરે છે. ગુજરાતી માછીમારોનું મુખ્ય લક્ષ્ય ‘પ્રાઈમ’ કહેવાતી માછલીઓ જેમકે કાટલા, રોહુ, મારીગલ અને શોન્ધિયા પકડવાનું રહેતું હોય છે.

એવું નથી કે ગુજરાતના દરિયાથી પકડાતી માછલીઓ માત્ર વિદેશોમાં જ લોકપ્રિય છે અથવાતો તેનો મોટોભાગ વિદેશ જ જાય છે. જાણવા મળ્યા મુજબ પોમફ્રેટ અને સુરમઈ માછલીઓ સ્થાનિકોમાં પણ અત્યંત લોકપ્રિય છે જ્યારે જીંગા અને શ્રીલ્સ મોટાભાગે એક્સપોર્ટ કરવામાં આવે છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here