ઈરાને તેનું પહેલું સેટેલાઈટ રોકેટ ‘સિમોર્ઘ’ સફળતાપૂર્વક છોડ્યું પણ અમેરિકા પરેશાન

0
319

ઈરાનના સરકારી મીડીયાએ ગઈકાલે જાહેરાત કરી હતી કે તેમના દેશે સૌથી એડવાન્સ્ડ સેટેલાઈટ લઇ જવાની ક્ષમતા ધરાવતું રોકેટ ‘સિમોર્ઘ’ સફળતાપૂર્વક પ્રક્ષેપિત કર્યું છે. ઈરાનનો સેટેલાઈટ કાર્યક્રમ હજીતો તેના સૌથી પ્રાથમિક સ્તર પર છે પરંતુ આ સફળતા તેને ભવિષ્યમાં રોકેટ સાથે સેટેલાઈટ મોકલવાની ક્ષમતા અપાવી શકે છે તેવી શક્યતાઓ વધારી દીધી છે.

ઈરાનની આ સફળતાથી અમેરિકા પરેશાન છે કારણકે અમેરિકાને ડર છે કે સેટેલાઈટ રોકેટમાં વપરાયેલી મોડર્ન ટેક્નોલોજી ક્યાંક ઈરાનને લાંબા અંતરની મિસાઈલ બનાવવાનું પ્રોત્સાહન ન આપી દે. ટ્રમ્પ પ્રશાસનના સ્ટેટ ડીપાર્ટમેન્ટે તો ઈરાનના આ પગલાંને ‘ઉશ્કેરણીજનક’ ગણાવ્યું છે.

સિમોર્ઘનો જો અંગ્રેજી મતલબ કરીએ તો તે ફિનિક્ષ થાય છે અને તે અઢીસો કિલોગ્રામ જેટલા  વજનનો સેટેલાઈટ પોતાની સાથે લઇ જઈ શકે છે. જો કે હજીસુધી આ રોકેટ પોતાની સાથે કેટલો પેલોડ લઇ જશે તેની કોઈજ સ્પષ્ટતા ઈરાન તરફથી કરવામાં આવી નથી. સરકારી ઉપરાંત સરકાર સાથે સંકળાયેલી કેટલીક સમાચાર સંસ્થાઓએ આ પ્રક્ષેપણને સફળ ગણાવ્યું હતું.

લાગતું વળગતું: મોંઘવારી ક્યાં સુધી સહન કરત આ ઈરાનીઓ?

આ પ્રક્ષેપણ ઈરાનની રાજધાની તહેરાનથી લગભગ 220 કિલોમીટર દૂર આવેલા સેમનાન ખાતે આવેલા ઈમામ ખોમૈની નેશનલ સ્પેસ સ્ટેશન ખાતેથી કરવામાં આવ્યું હતું પરંતુ તેના સમય વિષે પણ ઈરાન સરકાર દ્વારા કોઈજ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

સિમોર્ઘ બે ભાગમાં વહેંચવામાં આવેલું રોકેટ છે જેની પ્રથમ જાહેરાત વર્ષ 2010માં કરવામાં આવી હતી. આ અગાઉ પણ ઈરાને સાફિર એટલેકે ‘દૂત’ ના નામે એક ખૂબ મોટું રોકેટ પોતાના સેટેલાઈટ તરીકે લોંચ કર્યું હતું. સિમોર્ઘ સાફિર કરતા ઓછું કદ ધરાવે છે.

અમેરિકાએ દલીલ કરી છે કે ઈરાનનું આ રીતે સેટેલાઈટ રોકેટ છોડવું એ 2015માં તેની સાથે કરવામાં આવેલા કરારનો ભંગ છે જે તેણે વિશ્વના અન્ય દેશો સાથે કર્યો હતો. જો કે આ કરારમાં ઈરાનને મિસાઈલ ટેસ્ટ કરવાની મનાઈ નથી પરંતુ, તેને યુરેનિયમ એનરીચ કરવાના પોતાના કાર્યક્રમને કન્ટ્રોલ કરવાનું કહેવામાં આવ્યું છે. અમેરિકાનું કહેવું છે કે ગુરુવારે જે પ્રકારનું રોકેટ ઈરાને પ્રક્ષેપિત કર્યું તે પ્રકારનું રોકેટ તે પરમાણુ શસ્ત્રો લઇ જવા માટે પણ  બનાવી શકે છે.

eછાપું 

તમને ગમશે: જો ખીચડી રાષ્ટ્રીય ખોરાક જાહેર થાય તો?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here